દીકરાના વિયોગમાં માં ની સ્થિતિ શું હશે ? વાંચો હૃદયસ્પર્શી વાત, દિલ સુધી વાત ના પહોંચી જાય તો કહેજો..

મિત્રો…અત્યંત હૃદયસ્પર્શી અને સ્તબ્ધ કરી દે તેવી પોસ્ટ !


એકવાર તો જરૂરથી વાંચજો…ખૂબ મજા આવશે…!!! આ લેખ વાંચતા માત્ર 45 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે ..

આંખોમાં આસું આવી જશે.. હિમત કરીને છેલ્લે સુધી બધા જ વાંચજો…
જન્માષ્ટમીના તહેવાર પર એક શહેરમાં લોકમેળાનું આયોજન થયુ હતુ. લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા માટે આવી રહ્યા હતા. એકદંપતિ એમના નાના દિકરાને સાથે લઇને મેળામાં આવ્યા હતા.
લાખોની ભીડમાં નાનો બાળક એના માતા-પિતાથી વિખુટો પડી ગયો. પતિ-પત્નિ બાળકને શોધવા દોડા-દોડી કરવા લાગ્યા. કેટલીએ વાર જાહેરાતો કરાવી પણ ક્યાંયથી બાળકની કોઇ ભાળ મળતી નહોતી. કલાક જેવો સમય થયો પણ બાળકના કોઇ સમાચાર નહોતા મળતા.
પત્નિ તો રડી રડીને પાગલ જેવી થઇ ગઇ.દરેક વ્યક્તિને પકડીને એક જ વાત કરે , ” મારા દિકરાને મારી પાસે લાવો. એ મારો જીવ છે. હું એના વગર નહી જીવી શકું.” આ સ્ત્રીની દશા જોનારા બધાને એમ લાગતુ હતુ કે આ બાઇ એમના પુત્રના વિયોગમાં ઝુરી-ઝુરીને મરી જશે.
થોડીવારમાં એક બહેન રડતા છોકરાને એમની પાસે લાવ્યા અને એ છોકરો એમને પરત કર્યો. દિકરો પાછો મળતા જાણે કે ભગવાન મળી ગયા હોય એવો આનંદ એની માના ચહેરા પર જોવા મળતો હતો. બાળકને ભેટીને એને બચીઓ ભરવા લાગી.


બાળકને સાથે લઇને દંપતિ ઘેર આવ્યુ એટલે પતિ પોતાની બેગ તૈયાર કરવા લાગ્યો. પત્નિએ પુછ્યુ , ” કેમ અત્યારે બેગ તૈયાર કરો છો ? કયાં જવું છે તમારે ? ”
પતિએ આંખમાં આંસુ સાથે કહ્યુ , ” મારે મારા ગામડે જવું છે. આપણો દિકરો તારાથી માત્ર એક કલાક જુદો પડ્યો તો તારી દશા કેવી થઇ હતી એ મેં આજે જોયુ. મારી માથી છુટો થયો એને આજે 10 વર્ષ થયા. તું એક કલાકમાં તારા દિકરાના વિયોગમાં ગાંડા જેવી થઇ ગઇ હતી તો ત્યાં ગામડે મારી માની શું સ્થિતી હશે! ”
મિત્રો , જીવનના કેટલાક સંબંધો એવા હોય છે કે તેની તુલના બીજા સંબંધો કે સંપતિ સાથે ક્યારેય ન થઇ શકે. માની હાજરીમાં એના વાત્સલ્યના વરસાદમાં ભીંજાઇને સામે એને પણ ભીંજવી દઇએ બાકી મૃત્યું બાદ તો સાવ અજાણ્યા લોકો પણ મડદાને આદર સાથે મસ્તક નમાવે છે.

આપણે આપણી દુનિયામાં એટલા મસ્ત હોઈએ છીએ કે માની આંખોમાંથી છલકાતો સ્નેહ આપણને કંટાળો આપવા માંડે છે અને એની કાળજી આપણને કચકચ લાગે છે.
તમારું શું કહેવુ છે, મિત્રો, ??????
ગમ્યું તો શેર કરો..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!