આ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક, આટલા વર્ષો પછી હવે થયો ખુલાસો…

0

દિગ્ગ્જ ભારતીય ક્રિકેટર એમએસ ધોની ની પત્ની શાક્ષી એ અમુક દિવસો પહેલા જ પોતાનો 30 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. શાક્ષી એ ખુબ ધામધૂમ થી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પાર્ટી માં ધોની અને શાક્ષી ના ઘણા મિત્રો આવ્યા હતા. આ સિવાય ભારિતય ક્રિકેટરો પણ આ પાર્ટીમાં શામિલ થયા હતા. જેમાના એક ક્રિકેટર તે હતા જેમણે એક સમયે ધોની અને શાક્ષી ને એકબીજા ની નજીક લાવવામાં મદદ કરી હતી. સાક્ષી એ આ પાર્ટી માં તે ક્રિકેટર ની સાથે ફોટો પણ લીધી હતી અને તેને પોતાના એકાઉન્ટ પણ શેયર પણ કર્યો હતો.આ ક્રિકેટર લાવ્યો હતો બંને ને એકબીજા ની નજીક:

સાક્ષી અને ધોનીને એકબીજાની નજીક લાવનારો બીજો કોઈ નહિ પણ ક્રિકેટર ‘રૉબિન ઉથપ્પા’ છે. સાક્ષી એ ઉથપ્પા ની સાથે ફોટો પોસ્ટ કરતા લખ્યું કે,”આ વ્યક્તિ નો ખુબ આભાર જેને લીધે હું અને ધોની એબીજાની સાથે છીએ. રૉબિન અને શીતલ તમને મળીને ખુબ જ સારું લાગ્યું. આ પાર્ટીમાં આવવા માટે પણ તમારો ખુબ ખુબ આભાર અને શીતલ તમે હંમેશા ની જેમ સુંદર લાગી રહ્યા છો”. તમને જણાવી દઈએ કે શીતલ રૉબિન ઉથપ્પાની પત્ની છે. સાક્ષી ના આવું કહેવાથી ફેન્સ ને તેની જાણ થઇ ગઈ છે કે આખરે તેઓના લવ ગુરુ કોણ હતા. ધોની અને શાક્ષી એ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. હાલ તેઓની એક દીકરી પણ છે જેનું નામ જીવા છે.હાલ ટીમથી બહાર છે ધોની:

ધોની ને ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ ટી-20 સિરીઝ માં ભારતીય ટિમ માં જગ્યા આપવામાં આવી નથી. જેનું કારણ ધોની નો 2018 માં બનેલો ખરાબ રેકોર્ડ છે. ધોની એ આ વર્ષ 19 મેચો માં માત્ર 275 રન બનાવ્યા હતા. આ સિવાય તેના બેટ થી એક અળધી સદી પણ નીકળી શકી ન હતી. તેનો વધુમાં વધુ સ્કોર 42 રન રહ્યો હતો. ધોની આગળના ઘણા સમયથી પોતાના ફોર્મ ને લઈને ચિંતિત છે. ભારતીય ટિમ માટે તે એટલા માટે ચિંતાનો વિષય છે કેમ કે અમુક સમય પછી વર્લ્ડ કપ પણ છે.

આગળના વર્ષે મળી જશે મૌકો:વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ ટી-20 સિરીઝ થી બહાર થયા પછી ધોની આ વર્ષ ક્રિકેટ રમી શકશે નહિ. કેમ કે ઓસ્ટ્રેલિયા ટી-20 ટિમ માં ધોની નથી અને ટેસ્ટ માં તે પહેલાથી જ સન્યાસ લઇ ચુક્યા છે. હવે બાકી રહેલી વન ડે ની વાત તો ત્રણ વન ડે મેચો ની સિરીઝ 12 જાન્યુઆરી થી શરૂ થવાની છે. ત્યારે જઇને ધોની ટિમ ઇન્ડિયા ની સાથે જોડાઈ શકશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here