ધનતેરસ પર પૂજા કરો તો 5 કોડી અને 7 ગોમતીચક્રનો આ ઉપાય કરવાનું ભૂલતા નહિ, દુર થશે દરેક સમસ્યા

0

આપણો તહેવાર દિવાળી પણ એ તહેવારની શરૂઆત તો ધનતેરસથી થઇ જતી હોય છે. આ દિવસે ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે આયુષ્ય અને આરોગ્ય માટે આરોગ્યના દેવતા ભગવાન ધનવંતરીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૌથી વધુ ધનની પૂજા કરવાની માન્યતા છે. અનેક લોકો એ આ ધનતેરસના દિવસે ધન અને સંપતિ માટે અનેક ટોટકા, ઉપાય અને તંત્ર-મંત્ર કરતા હોય છે. આ વર્ષે ધનતેરસ એ ૫ નવેમ્બરના દિવસે છે. આવો તમને જણાવી દઈએ આ દિવસે કરવાના કેટલા ઉપાય જેનાથી થશે ચમત્કારિક ફાયદા જે તમારા જીવનની દરેક આર્થિક સમસ્યાનો અંત લાવી દેશે.

કોડી અને ગોમતીચક્ર સાથે જોડાયેલ સરળ ઉપાય.

કોડી અને ગોમતીચક્રમાંથી ઘણા લોકો માતા લક્ષ્મીની પૂજા માટે ફક્ત કોડીનો જ ઉપયોગ કરતા હોય છે તો ઘણા લોકો ગોમતીચક્રનો. પણ આ બંને વસ્તુનો અસલી અને સાચો ઉપયોગ કોઈને ખબર જ નથી હોતો. આ સિદ્ધ પ્રયોગ એ ઘણીવાર અજમાવેલો છે અને તંત્ર સાધનામાં આના ચમત્કારિક ઉપાય પણ જણાવેલ છે.

ખાસ ધ્યાન રાખવું કે કોડી હંમેશા એકદમ સફેદ હોવી જોઈએ.

આ પ્રયોગ કરવા માટે તમારે પાંચ સફેદ કોડીની જરૂરત પડશે. ખાસ ધ્યાન રાખજો કોડી સંપૂર્ણ સફેદ હોવી જોઈએ. તેની પર કોઈપણ પ્રકારનો ડાઘ કે ધબ્બો બ હોવો જોઈએ. આવી જ રીતે સાત ગોમતી ચક્ર પણ લેવાના રહેશે. આ બંને વસ્તુઓ તમને કોઈપણ પૂજાપાની દુકાને સરળતાથી મળી જશે. ધનતેરસના દિવસે જ આ બંને વસ્તુની ખરીદી કરવી. સંધ્યાકાળ દરમિયાન નાહી ધોઈને ચોખ્ખા કપડા પહેરીને પૂજા કરવાની જગ્યાએ લાલ કોટન’ના કાપડના આસન પર બેસવું. તમારી સામેની જગ્યાએ માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની મૂર્તિ અથવા ફોટોની સ્થાપના કરવી.

તમારી સામે બાજોટ પર ચોખાથી અષ્ટદલ કમળ બનાવો અને તેની વચ્ચે વચ એક લાલ કમળનું ફૂલ મુકો. એક વાસણમાં કોડી અને ગોમતીચક્ર લઈને તેને ગંગાજળથી સાફ કરી લેવા. સાફ કપડાથી કોરા કરી દેવું ત્યારબાદ આ દરેકને વચ્ચે મુકેલા લાલ કમળના ફૂલ પર મૂકી દેવા અને કેસરી ચાંદલો કરવો. ધૂપ દિવો કરીને કનકધારા સ્ત્રોતના સાત પાઠ કરવા અને શ્રીસૂક્તના પાંચ પાઠ કરવા. આના પછી કોડી, ગોમતીચક્ર, કમળનું ફૂલ અને થોડા ચોખા એ એક લાલ રેશમી કાપડમાં બાંધીને તિજોરીમાં મૂકી દેવું.

આટલા લાભ થશે.

આર્થીક સમસ્યાનો અંત આવશે. વારંવાર આવતી પૈસાની તકલીફ ઓછી થઇ જશે. દેવામાંથી મુક્તિ મળશે. કુબેરદેવની કૃપાથી તમે પૈસાની સારી એવી બચત કરી શકશો.દરેક પ્રકારના ભૌતિક સુખો મળશે. જમીન, મકાન અને વાહન ખરીદીના યોગ બનશે. કોઈને ઉધાર આપેલ પૈસા એ પરત આવશે અને ક્યારેય ભવિષ્યમાં કોઈને આપેલ પૈસા ફસાઈ જશે નહિ.
જેમને પૈસા કમાવવામાં તકલીફ આવે છે તે દુર થઇ જશે. જો કોઈ વ્યક્તિ કે જેમની પાસે કોઈપણ પ્રકારની નોકરી કે વ્યવસાય નથી તેઓને આ પુજાના ત્રણ જ મહિનામાં બધી જ સમસ્યાઓનો અંત આવી જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here