ઢાબા અને પંચરની દુકાન પર કામ કરતો હતો આ વ્યક્તિ, હવે પોતાની 1.5 કરોડની કાર માટે ખરીદ્યો **** લાખનો નંબર….

0

જે વ્યક્તિએ 16 વર્ષ પહેલા સુધી એક નાના એવા ઢાંબા પર 150 રૂપિયા મહીને અને પંચરની દુકાન પર કામ કર્યું, મંગળવારે તેણે જ 1.5 કરોડ ની જગુઆર કાર પર આરટીઓ માં બોલી દ્વારા 15 લાખ રૂપિયાની વીઆઈપી નંબર ખરીદ્યો. તેમણે આ બોલી આરજે 45 સીજી 0001 નંબર માટે લગાવી હતી. સાથે જ આ નંબર માટે 1 લાખ 1 હજાર રૂપિયાની ફી પણ અલગથી જમા કરાવી હતી.આ બોલીમાં ત્રણ ફર્મોમાં ભાગ લીધો. આખરે સ્વેજ ફાર્મ જયપુર નિવાસી રાહુલ તનેજાએ સૌથી મોંઘી બોલી લગાવીને નંબર પોતાના નામ પર કરી લીધો. તનેજા ઇવેન્ટ વ વેડિંગ મેનેજમેન્ટ કંપની લાઈવ ક્રીસેશ્ન્સનાં ફાઉન્ડર છે. ડીટીઓ અનીલ સોનીએ જણાવ્યું કે આ અત્યાર સુધીનો પ્રદેશનાં સૌથી મોંઘો નંબર છે.

રંગ વહેંચી વહેંચીને રંગી જિંદગી:

તનેજા એમપીની મંડલા તહસીલનાં એક નાના એવા ગામમાં ખુબ જ ગરીબ પરિવારમાં પૈદા થયો હતો. પાંચ ભાઈ-બહેન સૌથી નાના છે. શરૂઆતમાં પિતાની સાથે ટાયર પંચર લગાવાનું કામ કર્યું. કઈક મોટું કરવાની ચાહત માટે રાહુલે પોતાનું ઘર છોડી દીધું. બે વર્ષ સુધી જયપુરમાં ઢાબા પર કામ કર્યું. દિવાળીનાં સમયે ફૂટપાથ પર ફટાકળા, હોળીમાં રંગ અને મકર સંક્રાંતિમાં પતંગ વહેંચી. ઘરે-ઘરે જઈને અખબાર વહેંચ્યા. દિવસમાં ઢાબા પર નોકરી કરી અને રાતે ઓટો ચલાવ્યો.

આવી રીતે બદલાઈ કિસ્મત:

રાહલે જણાવ્યું કે એક દિવસ તેની પર્સનાલીટી જોઇને મોહલ્લાનાં અમુક લોકોએ મેડેલીંગ કરવાની સલાહ આપી. મોડેલીંગમાં મિસ્ટર જયપુર, મિસ્ટર રાજસ્થાન અને મેલ ઓફ દી યારનાં ટાઈટલ જીત્યા. તેના બાદ તેને લગાતાર શો મળવા લાગ્યા. બાદમાં ઇવેન્ટ કર્યા. હવે તે વેડિંગથી ઈવેન્ટ્સ કરી રહ્યા છે. રાહુલે શરૂઆતથી જ એક નંબરથી ખાસ રિશ્તો છે.તેના મોબાઈલ અને લૈંડ લાઈનનાં અંતિમ સાત નંબર અને કારોના નંબર પણ એક જ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!