જાણવા જેવું : દેશના કુલ 12 રાજ્યો માંથી પસાર થાય છે આ ટ્રેન, કરે છે સૌથી લાંબી યાત્રા…

0

આજે લોકોની પાસે કામ વધુ છે અને સમય ઓછો. સમયની બરબાદી ને બચાવ માટે ઇન્સાન દરેક કામ ને શોર્ટકટ તરીકાથી કરવાનું પસંદ કરે છે. જેના ચાલતા આજે લોકો હવાઈ યાત્રાને વધુ મહત્વ આપે છે. જેનાથી ઓછા સમયમાં લાબું અંતર આરામથી પસાર કરી શકાય છે, પણ ટ્રેનમાં યાત્રા કરવાની વાત જ કઈક અલગ છે. આજે પણ આવા ઘણા લોકો છે જેઓને રેલવે માં સફર કરવી ખુબ જ પસંદ હોય છે.જંગલ, ગામ, ખેતરો, નદીઓ ને જોતા સફર કરવાની વાત જ કંઈક અલગ છે. ટ્રેનમાં સફર કરવાના દરમિયાન આવતા સ્ટેશન જાત જાતના સ્ટોલ, લોકો, વગેરે જેવી નજરે પડતી ચીજો આપણું મન મોહી લેતી હોય છે. આજે અમે તમને તે ટ્રેન વિશે જણાવીશું જે પોતાના સફર ના દરમિયાન યાત્રીઓને ભારતના દરેક રંગ, વિવિધતા વગેરે દેખાડે છે.આ ટ્રેન જે પુરા 12 રાજ્યોમાંથી પસાર થઈને ગંતવ્ય પહોંચે છે. અમે અહીં હિમસાગર એક્સપ્રેસની વાત કરી રહ્યા છીએ. આ એક એવી એકમાત્ર ટ્રેન છે, જે દેશના 12 રાજ્યોમાંથી પસાર થાય છે.

હિમસાગર એક્સપ્રેસ જમ્મુ તવી થી કન્યાકુમારી સુધી જાતિ સાપ્તાહિક ટ્રેન છે. આ ટ્રેનનો નંબર 16317 છે. તામિલનાડુ રાજ્યમાં સ્થિત કન્યાકુમારી થી ચાલતી આ ટ્રેન જમ્મુ કાશીમર ના જમ્મુ સ્ટેશન સુધી ચાલે છે. આ બે શહેરો ની વચ્ચેનું અંતર 3714 કિમિ છે. સફરના દરમિયાન 12 રાજ્યો પડે છે.જણાવી દઈએ કે આ લાંબા સફરની મુસાફરી કરવામાં હિમસાગર એક્સપ્રેસ 71 કલાક અને 10 મિનિટ લે છે. સફર ના દરમિયાન કુલ 75 સ્ટેશન પડે છે જેમાં નવી દિલ્લી, વિજયવાડા જંકશન અને નાગપુર મુખ્ય છે. આ દરમિયાન સફર નો નજારો દિલમાં રોમાંચક ભરી દે છે.

હિમસાગર એક્સપ્રેસ પછી દેશની સૌથી લાંબી મુસાફરી કરનારી ટ્રેનો માં ડિબ્રુગઢ કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ નું નામ પણ શામિલ છે. આ ટ્રેન અસમથી ચાલીને કન્યાકુમારી સુધી જાય છે. એટલે કે કુલ અંતર 4,263 કિમિ છે. જેમાં મુસાફરી કરવામાં આ ટ્રેન 3 દિવસ કરતા વધુ સમય લે છે.હિમસાગર અને વીવેક એક્સપ્રેસ સિવાય નવયુગ એક્સપ્રેસ, તિનસુકિયા બેંગ્લુરુ, ગુવાહાટી-તિરુઅનંતપુરમ વગેરે ટ્રેનો ના નામ પણ દેશની સૌથી લાંબી મુસાફરી કરનારી ટ્રેનો માં શામિલ છે.

હવે જો વાત દુનિયાની સૌથી લાંબી મુસાફરી કરતી ટ્રેનની આવે તો તેમાં રુસની ટ્રાન્સ સાઇબેરીયન ટ્રેન નું નામ શામિલ છે. આ ટ્રેન 9,289 કિમિ નું અંતર પસાર કરે છે જેમાં કુલ 148 કલાક નો સમય લાગે છે. મોસ્કો થી વ્લાદીવોસ્ટક સુધી જાવા માટે આ ટ્રેન 6 દિવસ નો સમય લે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here