લગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ મોટું કારણ…આવી જ રીતે બીજી 3 અભિનેત્રીઓ પણ ન જઈ શકી હતી

0

બૉલીવુડ ની દુનિયામાં હાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે. પ્રિયંકા-દીપિકા ના લગ્ન પછી હવે ટૂંક સમય માં જ કપિલ શર્મા ના લગ્ન થવાના છે. આજે અમે તમને અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓએ લગ્ન પછી બોલિવુડમાં કામ કરવાનું છોડી દીધું અને ઘર ની જવાબદારીઓને સંભાળવા માં લાગી ગઈ હતી. જયારે નવવિવાહિત જોડી પ્રિયંકા-નિક અને દીપિકા-રણવીર ની વાત કરીયે તો તેઓને પોતાના વ્યસ્તતા ને લીધે હનીમૂન પર જાવા માટેનો પણ સમય મળી રહ્યો નથી.

1. ટ્વીન્કલ ખન્ના:
બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર ની પત્ની ટ્વિંન્કલ ખન્ના એ વર્ષ 2001 ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી હતી.લગ્ન પછી ટ્વીન્કલ ખન્ના એ ફિલ્મોમાં કામ કરવાનો ઇન્કાર કરી નાખ્યો હતો અને પોતાના પરિવાર ની સાથે સમય વિતાવવા લાગી હતી. ટ્વિંન્ક ખન્ના અને અક્ષય કુમાર ની આજે ખુશહાલ ફેમિલી છે. ટ્વિંન્ક ખન્ના ને છેલ્લી વાર ફિલ્મ ‘લવ કે લિયે કુછ ભી કરેગા’ માં જોવામાં આવી હતી.

2. સોનાલી બેન્દ્રે:સોનાલી બેન્દ્રે એ 2002 માં ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા, જેના પછી તેમણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. જો કે 2013 માં તેમણે કમબેક કરવાની કોશિશ જરૂર કરી હતી, પણ ફિલ્મોમાં વધુ હિટ ન થવાને લીધે તેમણે પોતાના પરિવાર ને સમય આપવાનું ઉચિત સમજ્યું.

3. નમ્રતા શિરોડકર:નમ્રતા શિરોડકર એ સાઉથ અભિનેતા મહેશબાબુ સાથે વર્ષ 2005 માં લગ્ન કર્યા હતા અને તેના પછી થી તે ફિલ્મી દુનિયાથી દૂર રહી છે. તેને છેલ્લી વાર ફિલ્મ ‘રોક સકો તો રોક લો’ માં જોવામાં આવી હતી. મહેશ બાબુ સાઉથ ના સુપર સ્ટાર છે અને તેની દરેક ફિલ્મ સુપરહિટ રહે છે.

તો દીપિકા-પ્રિયંકા ને નથી મળી રહ્યો સમય:જ્યાં એક તરફ લગ્ન પછી અમુક એભિનેત્રીઓ ઘરે જ બેસી ગઈ છે અને જ્યા બીજી તરફ દીપિકા-પ્રિયંકા ને હનીમૂન પર જાવા માટે પણ સમય નથી મળી રહ્યો. બંને અભિનેત્રીઓ પોતાની આવનારી ફિલ્મ ની શૂટિંગ માટે જલ્દી જ વ્યસ્ત થઇ જાશે, જેને લીધે તેઓની પાસે હાલ હનીમૂન પર જાવા માટે પણ સમય બચ્યો નથી. જોકે, બંને પોતપોતાનું કામ પૂરું કર્યા પછી રજાઓ પર જઈ શકે તેમ છે, પણ લગ્ન પછી તરત જ હનીમૂન પર જાવું એક અલગ જ અનુભવ હોય છે, જે આ અભિનેત્રીઓ માણી શકશે નહીં.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here