દીપિકા પાદુકોણ દેશની સૌથી હાઈએસ્ટ-પેડ એક્ટ્રેસ માનવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર તે દુનિયા ની 10 મી હાઈએસ્ટ-પેડ એક્ટ્રેસ પણ છે. જયારે વાત હોય ડ્રેસિંગ ની તો દીપિકા તેને સિમ્પલ અને ફેશનેબલ રાખવાની કોશિશ કરે છે.જો કે તે જે બ્રાન્ડ્સ ને પસંદ કરે છે તેમાં કંઈ પણ સિમ્પલ નથી હોતું.
દીપિકા ની પાસે મોંઘા Burberry ના જેકેટ થી લઈને luxe Chanel ના બૈગ્સ છે, જેની કિંમત લાખોમાં છે. હવે તમે જો દીપિકા ની આ ડ્રેસ પર નજર કરશો તો દેખાવમાં તે એકદમ સિમ્પલ જેવી જ લાગે છે પણ તેની કિંમત તમને ચોંકાવી દેશે.
દીપિકા એ હાલમાં જ સ્પેનિશ લગ્ઝરી ફેશન હાઉસ Loewe નો સ્ટ્રિપ્ડ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ ની કિંમત એક લાખ રૂપિયા જણાવામાં આવી રહી છે. તેમણે આ ડ્રેસ પોતાના એક મિત્ર સાથે મુંબઈ ડિનર ડેટ માટે પહેરી હતી.ટાઈ-વેસ્ટ વાળી આ સ્ટ્રિપ્ડ ડ્રેસ માં દીપિકા એકદમ કુલ લાગી રહી હતી. તેમણે આ ડ્રેસની સાથે સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા અને કમર પર હલકા નીલા રંગનો શર્ટ બાંધ્યો હતો. આ લુકમાં દીપિકા એ ખુલ્લા વાળ રાખ્યા હતા અને એક હાથ માં બ્રેસલેટ પહેરી રાખ્યું હતું.
ફ્રેશ-ફેસ લુક મેકઅપ અપનાવતા દીપિકા એ હલકા પિન્ક કલર ની લિપસ્ટિક લગાવી રાખી હતી. ન્યૂડ મેકઅપ ની સાથે તેમણે લાઈટ પિન્ક કલર ની આઈશેડો લગાવી હતી અને ગાલ પર હલકું એવું બ્લશ કરેલું હતું. આ ડ્રેસ ની સાથે દીપિકા એ YSL નું લાલ રંગ નું બૈગ પકડ્યું હતું.જો કે દીપિકા પહેલા પણ પોતાની મોંઘી સ્ટાઇલ ને લીધે ચર્ચામાં રહી ચુકી છે. અમુક જ દિવસો પહેલા તે Burberry બ્રાન્ડ ની આઇકોનિક ચેક પ્રિન્ટ જેકેટ માં નજરમાં આવી હતી, જેની કિંમત 1 લાખ 75 હજાર રૂપિયા હતી. તેની પહેલા તેનું એક બેગ પણ ચર્ચા નો વિષય બન્યું હતું. સાધારણ લાગતા કાળા રંગ ના હેન્ડ બૈગ ની જયારે કિંમત સામે આવી તો દરેકના તો હોંશ જ ઉડી ગયા હતા.
દીપિકા ના હેન્ડબૈગ ની કિંમત 3.5 લાખ રૂપિયા હતી. આ બૈગ chanel ની હતી જે દુનિયાના સૌથી ફેમસ અને લગ્ઝરિયસ બ્રાન્ડ માની એક છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
