રોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો

0

આપણાં સૌનાં ઘરમાં એક એક દાદીમાં હશે જ. અને જ્યારે પણ કોઈ તકલીફમાં મૂકાઈ ત્યારે દાદીના કોઈને કોઈ ઉપાયો અજમાવતા હોઈએ છીએ. દાદીમાએ એમના અનુભવો પરથી ઘણા બધા નુસખાઓ રોજ કહેતા જ હશે, જે કોઈપણ બીમારી માટે અકસીર સાબિત થતાં જ હશે. તો ચાલો આજે જોઈએ દાદીમાનાં આવા કેટલાક ગહરેલું નુસખા…જે તમને નાની નાની બીમારીથી રાખશે દૂર.

દંતમાં અસહ્ય દુખાવો થતો હોય તો એલચી, લવિંગ ને જાયફળએ તેલમાં ઉકાળો ને એનું તેલ રૂના પૂમડાથી દાંત પર લગાવો. તમને દાંતના દુખાવામાં તરત જ રાહત મળશે.

અજમાના પાન અને ફુદીનાવાળી ચા પીવાથી ઉધરસમાં રાહત થશે.

રોજ રાત્રે કડવા લીમડાને પાણીમાં પલાળી તેનો સવારે ઉકાળો પીવાથી પેટની કૃમિ મટે છે.

તુલસીના માંજરનો ઉકાળો પીવાથી માસિકની બધી જ તકલીફો દૂર થાય છે.

જમ્યા પછી તુરંત એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસની તકલીફ ક્યારેય રહેતી નથી.
શરીરમાં જો દુખાવો થતો હોય તો અજમા ને સરસિયના તેલમાં નાખી માલીસ કરવાથી રાહત થશે. બે ચમચી લીંબુ નો રસ અને મધ ભેળવી વાળમાં અને પેથીએ પેથીએ લગાવવાથી વાળની બધી જ સમસ્યા દૂર થાય છે.
સીતાફળના બી ને પીસીને તેને કોઈપણ તેલમાં ઉકાળી એ તેલ માથામાં લગાવી રાત્રે સૂઈ જવું. માથાની બધી જ જૂ અને લીખ મરી જશે. તેલ લગાવ્યા પછી માથે રૂમાલ બાંધવો જરૂરી છે.

આંબાના પાનને બાળીને તેમાં ઘી સાથે ભેળવી દાઝેલી જગ્યા પર લગાવવું..રાહત મળશે.
જો તમે હેડકી ખૂબ આવતી હોય તો ફૂદીનાના પાન મોઢામાં રાખવા જોઈએ. મરી પાઉડર અને ઘીને મિક્સ કરીને તેને શરીર પર લેપની જેમ લગાવવો. આ પ્રયોગથી પીતની સમસ્યા દૂર થાય છે. આંબળા પાઉડર અને ગાયના દૂધને સાથેલેવાથી આંખોનું તેજ વધે છે.

-તમાલ પત્રનો લેપ બનાવી માથા પર લગાવવો.. માથાનો દુખાવો તરત જ મટી જશે. કાળા તલ, સાકર વાટીને તેને નાગકેસર સાથે રોજ સવારમાં નરણે કોઠે ખાવાથી મસાની સમસ્યા મટી જશે.

રોજ એલચી ને સાકર વાળું દૂધ રાત્રે સૂતી વખતે પીવાથી અનિન્દ્રા દૂર થાય છે.
સૂંઠ પાઉડરને લેવાથી ઝાડા મટી જાય છે.

વાયુના કારણે ઊલટી થાય તો અજમો ને મીંઠું મોમાં રાખી ચૂસવું રાહત મળશે. ત્રિફળાચૂર્ણને ભાતના ઓસામણ સાથે લેવાથી સફેદ પાણી પડતું બંધ થઈ જશે. કાલી દ્રાક્ષ અને આમળા નો રસ 10 ગ્રામજેટલો મધ સાથે પીવાથી એસીડીટીમાં રાહત થશે.

ડાયાબિટીસના દર્દીએ કારેલાનો રસ રોજ પીવો.

એલચી, લવિંગ ને જાયફળનું ચૂર્ણ બનાવી મધ અને અને લીંબુના રસ સાથે રોજ લેવું, કબજિયાત મટી જાય છે. કાળા મરી અને સાકરના બનાવેલ ચૂરણને ગરમ દૂધ જોડે લેવાથી અવાજ ખૂલી જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here