શું રાહુલ ગાંધીની સગાઇ એમની સાથે થશે? કોણ છે એ મહિલા ધારાસભ્ય? આ ધારાસભ્ય કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો

0

આગળના અમુક દિવસોથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાયબરેલી સદરથી કોંગ્રેસ વિધાયક અદિતિ સિંહ નાં લગ્નની ખબરો ચર્ચાનો વિષય બનેલી છે. સોશિયલ મીડિયા પર આવા પ્રકારની ખબરો હતી કે તેઓને લગ્ન માટે રાહુલ ગાંધીએ પ્રપોઝ કર્યું છે. પણ આ પ્રકારની ખબરોને અદિતિ સિંહે અફવાહ જણાવી છે. તેણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધી તેનાં ‘રાખી ભાઈ’ છે. આગળના બે દીવસોથી સોશિયલ મીડિયા પર જે અફવાહ ફેલાઈ રહી છે, તેનાથી તે હેરાન હોવાની સાથે સાથે દુખી પણ છે. અદિતિએ આગળ જણાવ્યું કે તે રાહુલ ગાંધીને મોટા ભાઈની જેમ સન્માન કરે છે. જે લોકો અમારા રીશ્તાને લઈને ખોટી બાબત ફેલાવી રહ્યા છે તે લોકો મારી અને રાહુલની છબી ખરાબ કરવા માગે છે. તમને બધાને નિવેદન છે કે લગ્ન સંબંધિત કોઈપણ અફવાહ પર ધ્યાન ન આપો. જ્યારે અદિતિને પૂછવામાં આવ્યું કે આ અફવાહો પાછળ કોનો હાથ અને શું મકસદ હોઈ શકે છે તો તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી ની સાથે મારા લગ્ન કર્ણાટક ચુનાવમાં  મદ્દેનજર ગાળવામાં આવ્યો એક પ્રોપેગેંડા છે. તેનો મકસદ કર્ણાટકમાં કોંગ્રેસ નેતૃત્વ અને કાર્યકર્તાઓનું ધ્યાન ભટકાવાનું છે. તમે સમજી શકો છો કે તેની પાછળ કોણ હોઈ શકે છે.

રાહુલ ગાંધીની સાથે પોતાના નામ જોડાવાથી દુઃખી અદિતિ ને 6 મૈ નાં રોજ ટ્વીટર પર લખ્યું કે અફવાહ ફેલાવનારા સંભાળી જાઓ. તેણે ટ્વીટ કર્યું કે, ‘હું કાલથી ખુબ જ પરેશાન છું. સોશિયલ મીડિયા પર મારી અને રાહુલના લગ્નને લઈને લગાતાર ખોટી બાબત ફેલાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી મારા રાખી ભાઈ છે”.

શનીવારથી રાહુલ અને અદિતિની સાથે જ તેઓના પરિવારોની તસ્વીરો સોશિયલ મીડિયા પર નજરમાં આવવા લાગી હતી. આ તસ્વીરોને શેઈર કરતા લખવામાં આવી રહ્યું છે કે રાહુલને ફાઈનલી પોતાની જીવનસંગીની મળી ગઈ છે અને સોનિયા ગાંધી અદિતિના પરિવાર સાથે વાત કરી રહી છે જેથી દરેક વસ્તુ ફાઈનલ થઇ શકે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!