કોમેડિયન ટીંકુ તલસાનિયાની દીકરી સુંદરતાની છે મિસાલ, ‘વિરે દી વેડિંગ’ માં આવશે નજર..જુવો PHOTOS ક્લિક કરીને

એક તે સમય હતો જ્યારે ફિલ્મોમાં ખુબ જ ઓછા કોમેડિયન હતા. પહેલાના દૌરમાં માંડ માંડ ગણ્યા ગાઠયા બેહતરી કોમેડિયન હતા અને તેમાનું એક નામ ટીંકુ તલસાનિયાનું પણ આવે છે. જેમણે પોતાની બેહતરીન એક્ટિંગથી દરેકને ખુબ જ હસાવ્યા છે. ટીંકુ જેવી રીતે ગુસ્સો કરે છે તેને જોઇને સામે વાળો વ્યક્તિ હસવા લાગી જાય છે. પણ તેને માત્ર કોમેડિયનનાં તૌરથી જોવું પણ ઉચિત નથી કેમ કે તે દરેક કિરદારને ખુબ જ સારી રીતે નિભાવે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હવે ટીકુની ઉંમર 62 ની થઇ ગઈ છે અને તેણે પોતાના કેરિયરમાં લગભગ 200 ફિલ્મો કરી છે. પોતાની લાજવાબ એક્ટિંગથી તેણે દરેકના દિલમાં પોતાની એક જગ્યા બનાવી લીધી છે. જો કે જણાવી દઈએ કે ટીંકુએ માત્ર ફિલ્મો જ નહી પણ ટીવી શો માં પણ કામ કર્યું છે.
ટીંકુએ બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1968 માં આવેલી ફિલ્મ ‘પ્યાર કે દો પલ’ દ્વારા કરી હતી જેમાં તેના રોલને પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. જેના પછી તેણે વક્ત હમારા હૈ, અંદાજ અપના અપના, રાજા, દરાર, રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, જુડવા, હીરો નંબર 1, ડુપ્લીકેટ, જોડી નંબર 1, દેવદાસ, હંગામા,  ઢોલ, સ્પેશીયલ 26 જેવી સુપર હીટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.પણ હવે ટીંકુની દીકરી ‘શિખા તલસાનીયા’ આવનારી ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ માં મુખ્ય કિરદારમાં જોવા મળવાની છે. તેની પહેલા શિખા મીડનાઈટ્સ ચિલ્ડ્રન, ઇક ઓનલી ઔર માય ફ્રેન્ડ પીન્ટુ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. શિખા ઇનસ્ટાગ્રામ પર ખુબ જ એક્ટીવ રહે છે અને તેને ઇનસ્ટા પર લગભગ 28 હજાર લોકો ફોલો કરી રહ્યા છે. શિખા જોવામાં ખુબ જ વધુ ક્યુટ છે અને તે મોટાભાગે પોતાના ફેંસ માટે ખુદની તસ્વીરો શેઈર કરતી રહે છે.હવે ફિલ્મ રીલીઝ થયાના બાદ જ ખબર પડશે કે જે અભિનયને ટીકુએ આટલું મહાન બનાવ્યું છે શું તેની દીકરી પણ આ કામ કરવામાં સક્ષમ છે કે પછી બાકી સ્ટાર કિડ્સની જેમ શિખા પણ અમુક સમય પછી ગાયબ થઇ જાશે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!