શહિદ દીપકના પિતા બોલ્યા: એમના લગ્ન માટે ઘર બનાવી રહ્યા હતા; શ્રીનગરથી આવતા કહ્યું હતું કે પપ્પા મમ્મી નો ખ્યાલ રાખજો, જલ્દી જ આવીશ

0

બડગામમાં બુધવારના રોજ એમઆઈ-17 ચોપર ક્રેશ થવાથી કાનપુરના દિપક પાંડેય શહિદ થઇ ગયા. શહિદના પરિવારને જ્યારે તેની સૂચના શ્રીનગર એયર બેસથી આપવામાં આવી તો પુરા પરિવારમાં કોહરામ મચી ગયો. શહિદના પિતાએ કહ્યું કે,”તે મારો એકેનો એક દીકરો હતો જેના લગ્ન માટે હું ઘર બનાવી રહ્યો હતો. દીકરો કહેતો હતો કે પપ્પા પહેલા ઘર બનાવી લવ અને પછી લગ્ન કરીશ. તે એક અઠવાડિયા પહેલા જ રજાઓ પુરી કરીને પાછો ગયો હતો. જાવાના સમયે મને કહ્યું હતું કે પપ્પા તમારું અને મમ્મી નું ધ્યાન રાખજો જલ્દી જ પાછો આવી જઈશ. પણ મને એવી ધારણા ન હતી કે આવી પણ ખબર સાંભળવા મળશે”.દીપકના શહિદની ખબર સાંભળતા પૂરો પરિવાર દુઃખમાં ડૂબી ગયો છે.પરીજનોની રોઈ રોઈ ને ખરાબ હાલત થઇ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો શહિદના ઘરે પહોંચી ગયા છે.ચકેરી થાના ક્ષેત્ર સ્થિત મંગલા વિહારમાં રહેનારા રામ પ્રકાશ પાંડેય પ્રાઇવેટ નોકરી કરતા હતા. પરિવારમાં પત્ની રમા પાંડેય અને દીકરો દિપક હતા. દીપક બાળપણથી જ ભણવામાં ખુબ જ હોંશિયાર હતો અને તેનું વર્ષ 2012 માં એરફોર્સ માં સિલેક્શન થયું હતું.

દિપક પાંડેયના એમઆઈ-17 ચોપરમા ટેક્નિકી ખરાબી આવવાને લીધે ક્રેશ થઇ ગયું હતું.શહિદના પિતા રામ પ્રકાશ પાંડેય એ કહ્યું કે,”દિપક 28 જાન્યુઆરી ના રોજ રજા લઈને ઘરે આવ્યો હતો.હું દીપકના લગ્ન માટે ઘર બનાવી રહ્યો હતો, મેં તેને કહ્યું હતું કે રજા લઈને ઘરે આવી જા અને પોતાના હિસાબે રૂમની ડિઝાઇન અને ડેકોરેશનને જોઈ લે”.
પિતાએ કહ્યું કે સપ્ટેમ્બર 2012 માં દિપકે એરફોર્સની જોઈનીંગ કરી હતી. 2012 માં તે ટ્રેનિંગ માટે ચાલ્યો ગયો હતો. દીપકની પહેલી પોસ્ટિંગ જામનગર માં હતી અને બીજી પોસ્ટિંગ શ્રીનગરમાં થઇ હતી.તેમણે કહ્યું કે મને શ્રીનગર એયર બેસથી ફોન આવ્યો હતો અને તેના સીઓ એ મને કહ્યું કે દિપક નું ચોપર ક્રેશ થઇ ગયું છે, આ સાંભળતા જ આંખોની સામે જાણે કે અંધારું છવાઈ ગયું.

રામપ્રકાશે કહ્યું કે આગળના મંગળવારે રાતે મોબાઈલ પર વાત થઇ હતી. જ્યારે તેમણે ત્યાંના માહોલ વિશે પૂછ્યું તો તેમણે કંઈપણ કહ્યું ન હતું.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here