ચોંકશો નહી! વાસ્તવામાં આવા ખતરનાક રસ્તાઓ અને વાદળો માંથી પસાર થાય છે આ ટ્રેઈન….11 ડરાવની જગ્યાના ફોટોસ જુવો

0

તમે પણ જોઈ લો હેરાન કરી દેનારી તસ્વીરો.

જો અમે તમને એવું કહીએ કે એક એવી ટ્રેઈન જે વાદળોની વચ્ચે ઉડે છે તો કદાચ તમે તેના પર વિશ્વાસ નહી કરો. ભલા જમીન પર ચાલનારી ટ્રેઈન આકાશમાં કેવી રીતે ઉડી શકે, પણ આ એકદમ સાચી વાત છે. એક એવી ટ્રેઈન છે, જેમાં લોકો જયારે સફર કરતા હોય છે તો ત્યારે તેઓને વાદળ નજરમાં આવે છે. આ ટ્રેઈન હવામાં નથી ઉડતી પણ તે એટલી ઊંચાઈ પર ચાલે છે, અને વાદળો માંથી પસાર થાય છે, જાણે કે એવું લાગે કે તમે આકાશમાં ઉડી રહ્યા છો.

અર્જેટીનામાં વાદળોની વચ્ચેથી પસાર થતી આ ટ્રેઈનનું નામ જ  ‘ट्रेन टू द क्लाउड’ છે. તેની અમુક બેહતરીન તસ્વીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ તસ્વીરોને દેખ્યા બાદ તમને જરૂર આ ટ્રેઈનમાં બેસવાની ઈચ્છા થઇ જાશે.

1. સમુદ્રતલથી આટલી ઊંચાઈ પર ચાલે છે ટ્રેઈન:આ ટ્રેઈન અર્જેટીનામાં સમુદ્રતલથી ચાર હજાર મીટરની ઊંચાઈ પર એંડીજ પર્વત શ્રુંખલા પરથી પસાર થાય છે. આ રેલ્વે ટ્રેક દુનિયાની સૌથી ઉંચી રેલ્વે ટ્રેકસ માં ગણવામાં આવે છે.
2. લાગે છે કે જાણે ટ્રેઈન વાદળોની વચ્ચેથી પસાર થાય છે:વધુ ઊંચાઈ પર ગુજરવાને લીધે ટ્રેઈનની બહાર વાદળો નજરમાં આવે છે, જેને જોઇને એવું લાગે છે કે જાણે ટ્રેઈન વાદળો વચ્ચે ચાલી રહી છે.
3. અહીંથી શરુ થાય છે રેલ્વે ટ્રેક:આ રેલ્વે ટ્રેકની શરૂઆત અર્જેટીના ની સીટી સાલટા થી થાય છે. તેના સમુદ્ર તલની ઊંચાઈ 1,187 મીટર છે.
4. અહી ખત્મ થાય છે ટ્રેક:આ રેલ્વે ટ્રેક વૈલી ડી લેર્માંથી થઈને ક્વેબ્રેડા ડેલ ટોરો, અને પછી તેના બાદ લા પોલ્વોરિલા વિયાડકટ(સમુદ્ર તલની ઊંચાઈ 4200 મીટર) પર જઈને ખત્મ થાય છે.
5. 217 કિમી ચાલે છે ટ્રેઈન:આ ટ્રેઈન 15 કલાકના સફરમાં 434 કિમીની દુરી(રાઉન્ડ ટ્રીપ) કરે છે, જેમાં 3,000 મિટરની ચઢાઈ પણ શામિલ છે.
6. આટલા પુલ પરથી થાય છે પસાર:આ ટ્રેઈન પોતાના સુંદર સફરમાં 29 પુલ અને ટનલને પાર કરે છે.
7. દેખાઈ છે સુંદર દ્રશ્યો:ટ્રેઈનના પુરા સફરમાં યાત્રીઓને ઘણા એવા સુંદર દ્રશ્યો જોવા મળે છે. એજ કારણ છે કે તેમાં યાત્રા કરવા માટે દુર-દુર થી લોકો આવતા હોય છે.
8. આ કામ પણ આવે છે ટ્રેઈન:આ ટ્રેઈન અર્જેટીનાના લોકલ લોકો માટે પણ ખુબ કામ આવે છે. તેઓ ખુબ ઓછા ભાવે તેનો ટ્રાન્સપોર્ટમાં ઉપીયોગ કરે છે.
9. આટલા વર્ષ પહેલા બની હતી આ ટ્રેક:આ રેલ્વે ટ્રેક 1920 માં બનાવામાં આવ્યું હતું, જેના પ્રોજેક્ટ હેડ અમેરિકન એન્જીનીયર ‘રિચર્ડ ફોન્ટેન મરે’ હતા.
10. સપ્તાહમાં એક વાર ચાલે છે ટ્રેઈન:તે હર શનિવાર સાલટાથી સવારે 07:05 વાગે નીકળે છે અને મધ્યરાત્ર માં પરત ફરે છે.
લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.