અહીં વીતાવ્યા હતા ભગવાન શ્રીરામે 11 વર્ષ , આજે પણ છે સીતાના પગના નિશાન 

0

ચિત્રકૂટ મંદાકિની નદીના કિનારે વસેલું ભારતનું સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંનું એક છે. મંદાકિની નદીના કિનારે અનેક ઘાટો આવેલા છે અને મંદિરમાં આખું વર્ષ શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી જ રહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે સીતા અને લક્ષ્મણ સાથે પોતાના વનવાસના ચૌદ વર્ષમાંથી અગિયાર વર્ષ ચિત્રકૂટમાં ગાળ્યા હતા. આ જ સ્થાન પર ઋષિ અત્રિ અને સતી અનસૂયાએ ધન કર્યું હતું. આ સિવાય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો જન્મ પણ ચિત્રકૂટમાં સતી અનસૂયાના ઘરે થયો હતો.

કામદગીરી: આ પવિત્ર પર્વત ઘણું ધાર્મિક મહત્વ ધરાવે છે. ભક્તો કામદગીરી પર્વતમાળાની 5 કિ.મી.ની પરિક્રમા કરીને તેમની ઇચ્છાઓ પરિપૂર્ણ થવાની કામના કરે છે. જંગલોથી ઘેરાયેલા, આ પર્વતની તળેટીમાં ઘણા મંદિરો છે. ચિત્રકૂટના લોકપ્રિય કામતાનાથ અને ભરત મિલાપ મંદિર પણ અહીં સ્થિત છે.

રામઘાટ: મંદાકિની નદીના કાંઠે રામઘાટમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. ત્યાંના ઘાટમાં ભગવા-વસ્ત્રો ધારણ  કરીને ભજન-કીર્તન કરતા સાધુ-સંતોને જોઈએં ખૂબ સારું લાગે છે. સાંજે, અહીંની આરતી મનને ખૂબ જ શાંતિ આપે છે.

જાનકી કુંડ: રામઘાટથી 2 કિમી દૂર મંદાકિની નદીના કાંઠે જાનકી કુંડ આવેલો છે. જનક પુત્રી હોવાને લીધે, સીતાને જાનકી કહેવામાં આવી. એવું માનવામાં આવે છે કે જાનકી અહીં સ્નાન કરતી હતી. જાનકી કુંડની સામે જ રામ જાનકી રઘુવીર મંદિર અને સંકટ મોચન મંદિર આવેલું છે.

સ્ફટિક શીલા: જાનકી કુંડથી થોડાક અંતરે મંદાકિની નદીના કાંઠે જ આ શીલા આવેલી છે. એવું માનવામાં આવે છે કે સીતાના પગની છાપ આ શીલા પર છે. કહેવાય છે કે સીતા જયારે આ શીલા પર ઉભી હતી ત્યારે જયંતે કાક સ્વકરૂપ ધારણ કરીને ચાંચ મારી હતી. આ શીલા પર બેસીને રામ અને સીતા ચિત્રકૂટની સુંદરતા નિહાળતા.

અનસુઈયા અત્રિ આશ્રમ: સ્ફટિક શીલાથી લગભગ 4 કિમી દૂર જંગલોથી ઘેરાયેલો આ શાંત આશ્રમ છે. આ આશ્રમમાં અત્રિ ઋષિ, અનસૂયા, દત્તાત્રેય અને દુર્વાસા મુનિની પ્રતિમા છે.

ગુપ્ત ગોદાવરી: શહેરથી 18 કિ.મી. દૂર ગુપ્ત ગોદાવરી આવ્યું છે. અહીં બે ગુફાઓ છે. એક ગુફા પહોળી અને ઊંચી છે. સાંકડા પ્રવેશદ્વારને કારણે, તેમાં સહેલાઇથી જઈ શકાતું નથી. ગુફાના અંતે એક નાનું તળાવ છે જેને ગોદાવરી નદી કહેવામાં આવે છે. બીજી ગુફા લાંબી અને સાંકડી છે, જેમાંથી હંમેશા પાણી વહેતુ રહે છે. એવું કહેવાય છે કે ગુફાના અંતે, રામ અને લક્ષ્મણે દરબાર લગાવ્યો હતો.પહાડના શિખર પર સ્થિત હનુમાન ધારામાં હનુમાનની વિશાળ મૂર્તિ છે. મૂર્તિની સામે તળાવમાં ઝરણાંમાંથી પાણી પડે છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રવાહ શ્રીરામે લંકા દહનથી પાછા ફરેલા હનુમાન માટે બનાવવામાં આવ્યો હતો. પહાડના શિખર પર જ સીતા રસોઈ છે. અહીંથી ચિત્રકૂટનો સુંદર નજારો જોઈ શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here