ચાણક્યનો વશીકરણ મંત્ર, આવી રીતે કરો કોઈ સ્ત્રી કે પુરુષને પોતાના વશમાં ….!!!

1

વશીકરણ અથવા તો કોઈ વ્યક્તિને પોતાના વશમાં કરવાનું કામ ખૂબ જ અઘરું છે. બધા એવું જ ઇચ્છતા હોય છે કે લોકો તેમની વાત જ માને અને તેમનું જ સાંભળે. પરંતુ આવું કરવાનું સંભવ નથી. પરંતુ આજે અમે તમને કશુક એવું જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે અસંભવ પણ સંભવ બનશે. હકીકતમાં કોઈપણ વ્યક્તિને કેવી રીતે વશમાં કરી શકાય છે તે આકે આપણને આચાર્ય ચાણક્ય તેમના મંત્ર દ્વારા જણાવ્યૂ હતું, આજે એ મંત્ર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આચાર્ય ચણાકય એક મહાન જ્ઞાની સાથે સાથે નીતિકાર પણ હતા. તેમણે તેમની નીતિ વડે મનુષ્ય જીવનને સુખમય કેવી રીતે બનાવી શકાય તેની યોગ્ય રીત અને વિચારો પણ જણાવ્યા છે. આચાર્ય ચાણક્યની નીતી આજના જીવનમાં આપણાં સૌની માટે ખૂબ જ ઉપયોગી છે. જે પણ વ્યક્તિ આ નીતિનું પાલન કરે છે તેના જીવનમાં તેને સુખ, સંપતિ અને સફળતા જરૂર મળે છે.

આચાર્ય ચાણક્યનો વશીકરણ મંત્ર ;
આચાર્ય ચાણક્ય કહે છે કે : જે વ્યક્તિ ધનની લાલચુ છે તેને પૈસા આપીને, અભિમાની અથવા ઘમંડી વ્યક્તિને હાથ જોડીને, મૂર્ખ વ્યક્તિની વાત માનીને અને જ્ઞાનીની વાત સાચી માનીને તેને વશમાં કરી શકાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે, આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જેમાથી કેટલાક લોભી તો કેટલાક મૂર્ખ હશે, તો કેટલાક અભિમાની પણ હશે, આ બધા જ પ્રકારના લોકોને વશમાં કરવાનો સૌથી સરળ માર્ગ છે અને લાલચીને ધન આપીને વધમાં આરામથી કરી શકો છો.
તો બીજી બાજુ જે લોકોને ઘમંડ હોય છે ને પોતાના અભિમાન માં ચકનાચૂર છે તેમણે હાથ જોડીને આરામથી વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ મૂર્ખ છે તો એ જે પણ કાઇ બોલે છે એમાં ઠીક છે , સારું છે એ શબ્દોથી જ તેમને વશમાં કરી શકાય છે.કેમકે ખોટી પ્રસંશાથી વ્યક્તિ આરામથી વશમાં થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ જ્ઞાની છે અને તેને વશમાં કરવો હોય તો યાદ રાખો કે હંમેશા તેની સામે સાચું જ બોલો, આમ કરવાથી તે પણ તમારા વશમાં થઈ જશે.
આટલી બધી સદીઓ વીતી ચૂકી હોવા છ્તા આજે પણ ચાણક્ય ના સિદ્ધાતો અને તેની નીતિ પ્રાસંગિક છે. એ માત્ર એટલા માટે કે તેઓએ તેમના ચિંતન, ગહન અભ્યાસ, તેમના અનુભવોથી એકદમ નિસ્વાર્થ ભાવે માનવીના કલ્યાણ માટે કાર્ય કર્યું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here