ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નું મંદિ’ર નો ઇતિહાસ વાંચો

ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર્શન કરો. પાવાગઢના મહાકાળી માતાના

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નું મંદિ’ર આવેલું છે. . પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એ ઇતિહાસમાં પાવાગઢ નું નામ મહાન સંગીતકાર તાનસેન અને તેની સાથેના સંગીતકાર બૈજુ બાવરા ના લીધે પણ પ્રખ્યાત બન્યું છે. બૈજુ બાવરા જેવા મહાન સંગીતકાર નો જન્મ આ પવિત્ર ભૂમિ ઉપર થયો હતો .

પહાડીમાં વસેલું મહાકાળીમાતાનું મંદિર 550 મીટરની ઉંચાઈ ઉપર એટલે કે 1523 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા 250 પગથિયા ચઢીને માતાજી સુધી પહોંચી શકાય છે.

આ મંદિરનું એતિહાસિક અને પૌરાણિક મહત્વ જોઈને સરકારે ચાર કરોડ 75 લાખ રૂપિયાની યોજના પણ બનાવી છે, જેથી પર્યટક સ્થળ નો વિકાસ કરી શકાય. સરકારની વિવિધ યોજનાઓ અને હાલોલ-કાલોલના ઉદ્યોગિક વિકાસને લીધે આ સ્થળ વિકસી રહ્યું છે.
પાવાગઢ નુમંદિર ભગવાન શ્રી રામના સમયથી જ છે.

યુનાની નામના પુરાતત્વવિદે આ મંદિરને ખૂબ પ્રાચીન અને પવિત્ર બતાવ્યો હતો તેસન 140માં પાવાગઢ ની મુલાકાતે આવ્યો હતો.

વિક્રમ સંવત 1540માં મુસ્લિમ સુલતાન મહંમદ બેગડાએ પાવાગઢ ના મંદીર ઉપર આક્રમણ કર્યુ હતુ. આ મંદિરનું પુનઃનિર્માણનું કાર્ય કનકાકૃતિ ભત્રકે કરાવ્યું હતું એટલા માટે તેને શેત્રુજય પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. માગશર મહિનાની શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન કહેવાય છે કે ભગવાન રામના સંતાનો લવ અને કુશ તથા અનેક બૌદ્ધ સાધુઓએ અહીંયા આવીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

આ સમયે મહાકાળી માતાના દર્શનથી તથા અનુષ્ઠાનથી મંત્રજાપથી લાખ ગણો ફાયદો થાય છે.

જય માતાજી.

મારા બધા મા રહેલા માતાજી ના સ્વરૂપ ને મારા પ્રણામ.

લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!