જાણવા જેવું : ચહેરા પર ભૂલથી પણ આ 7 વસ્તુ ક્યારેય ન લગાવશો, નહીતર ચહેરાની ત્વચા થઈ જશે બરબાદ

0

લોકો સુંદર થવાના ચક્કરમાં કેટ કેટલા પ્રયોગો ને નુસખાઓ અપનાવતા હોય છે. લોકો દ્વારા બતાવવામાં આવે એ બધા જ નુસખા અપનાવી લેતા હોય છે વગર વિચાર્યે. પણ જ્યારે સાઈડ ઇફેક્ટ થાય ત્યારે પાછળથી ખૂબ પસ્તાવો કરતાં હોય છે.  , ઇન્ટરનેટ પર વર્ણવેલ ટીપ્સનો ઉપયોગ કરીને કેટલાક લોકો સુંદર થવાની લ્હાયમાં સમસ્યામાં મુકાઇ જતાં હોય છે. પોતાના સુંદર ચહેરાને પહેલાથી વધુ ખરાબ બનાવે છે. આજે અમે એવી જ વસ્તુ વિષે તમને જણાવવાના છીએ જે તમારા ચહેરાને વધારે ખરાબ બનાવી બનાવી શકે છે,

  1. બીઅર: બિઅરમાં હાજર એસિડિક એસિડ તમારા ચહેરાના ચમકને ફિકી કરી દે છે. બીયરના ઉપયોગથી ચામડી સૂકી થઈ જાય છે. માત્ર એટલું જ નહીં, જો તમે તેને વધારે માત્રામાં જો લગાવશો તો ખીલ પણ થવાની શક્યતા રહેલી છે. તેથી જો કોઈ સૌંદર્ય ટીપ્સમાં તમને બીયર લગાવવાની કે તેના ઉપયોગની સલાહ આપે છે તો તેને ક્યારેય અપનાવશો નહીં.

ફૂદીનો : ચહેરા માટે ફૂદીનો ખૂબ જ હાનિકારક છે, જેમાં મિથાઈલ મળી આવે છે જે તમારી ચામડીને લાલ કરી શકે છે. આ ઉપરાંત, ચહેરા પર તેનો વધારે ઉપયોગ તમારા ચહેરાની સ્કીનને કાળી પણ બનાવી શકે છે. તેમજ ઘણા લોકોને આના ઉપયોગથી ખીલાની સમસ્યા પણ વધી છે.

ટૂથપેસ્ટ: ત્વચા પર ટૂથપેસ્ટનો ઉપયોગ ક્યારેય ન કરવો. તે કરચલી ની સમસ્યાઓનું કારણ બની શકે છે..

બેકિંગ સોડા: તેને વધુ પડતો ચહેરા પરના ઉપયોગથી તે ચહેરાના રંગને ઝાંખો પાડે છે. તે જ સમયે, તમારા ચહેરા પર ખીલ પણ ઉત્પન્ન કરી શકે છે. તેને ક્યારેય ભુલથી પણ સ્કીન પર લગાવશો નહી.

બોડી લોશન:

ઘણાં લોકોની ટેવ હોય છે કે તેઓ તેમના ચહેરા પર બોડી લોશન લગાવતા હોય છે. પણ એ ખ્યાલ નથી કે તેમાં હાજર કેમિકલ ચહેરાની સ્કીનને નૂકશાન પહોંચાડી શકે છે.

વિનેગાર: ચહેરા પર ક્યારેય વિનેગાર ડાઇરેક લગાવવું જોઈએ નહી. તેમાં એસિડની કેટલીક માત્રા છે જે તમારી ત્વચાને ઇન્ફેકશન થઈ શકે છે. જો તમારે ઉપયોગ કરવો જ હોય તો પાણી અંદર મિક્સ કરીને કરવો જોઈએ.

વેસેલિન: વેસેલીનનો ઉપયોગ ચહેરા પર ન કરવો જોઈએ. વેસેલીન ધૂળને તેની તરફ ખેંચે છે. જેના કારણે ચહેરાની સ્કીન પર ધૂળના રજકણો જમા થશે ને ખીલ થવાની સમસ્યા ઉદ્ભવશે

આટલી વસ્તુનો ઉપયોગ તમારી સ્કીન માટે છે ખૂબ જ ફાયદાકારક :

  • હળદર : સ્કીન પર લગાવવાથી સ્કીન ગોરી બને છે.
  • કાચું દૂધ : ચહેરા પર લગાવવાથી ભીનો વાન ઊઘડે છે. .
  • ચણાનો લોટ : સ્કીનને ચમકદાર બનાવે છે.
  • એલોવેરા : સ્કીનના ડાધ અને ખીલ દૂર કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here