CANNES 2018 માં ઐશ્વર્યા હોવા છતાં પણ બધાનું ધ્યાન દીકરી આરાધ્યા પર, કંઇક આવી રીતે કરી રહી પ્રેમનો ઈઝહાર….વાંચો અહેવાલ

0

કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ઐશ્વર્યા રાઈ બચ્ચન માટે ખુબ જ ખાસ છે. દરેક વર્ષ તે પોતાની દીકરી આરાધ્યા સાથે આ ફેસ્ટીવલનો હિસ્સો બને છે. કહેવામાં આવે છે કે ઐશ્વર્યા અને આરાધ્યા માટે આ કોઈ પર્સનલ હોલીડે થી કમ નથી. પુરા ફેસ્ટીવલનાં દૌરાન જ્યાં એશ પર લોકોની નજર ટીકી રહે છે. સાથે જ તેની દીકરી પણ કઈ કમ નથી હોતી. જણાવી દઈએ કે એશ કાંસમાં તે કોસ્મેટીક બ્રાંડ માટે રેડ કાર્પેટ પર વોક કરવા માટે ગઈ છે, જેની સાથે તે આગળના 15 વર્ષોથી જોડાયેલી છે.

જણાવી દઈએ કે એશ રેડ કાર્પેટ પર ડિઝાઈનર માઈકલનું સ્ટાઇલીશ ગાઉન પહેરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા સાથે જ તેની નાની પરી આરાધ્યા પણ લાલ રંગની ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. હાલમાં જ એશ અને આરાધ્યાએ એક સરખું જ આઉટફીટ પહેર્યું હતું. બંને સફેદ રંગના ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.
સાથે જ આઉટફીટમાં ઐશ અને આરાધ્યાની તસ્વીર વાઈરલ થઇ રહી છે. બંને આ તસ્વીરમાં એક બીજાને પપ્પી કરી રહેલા નજરમાં આવી રહ્યા છે. અસલમાં જ્યારે ઐશ રેડ કાર્પેટ પર વોક કરવા માટે જઈ રહી હતી ત્યારે આરાધ્યાએ પોતાની માં ને એક પ્રેમ ભરી કિસ કરી હતી.

હાલમાં જ ઐશે અરાધ્યા વિશે વાત કરતા જણાવ્યું કે, ”આરાધ્યાએ હજી સુધી ક્યારેય નેઈલ પોલીશ નથી લગાવી.તે એક સામાન્ય એવી સાધારણ છોકરી છે, જે પોતાની હર એક ડિજ્ની પ્રિન્સેસને ઓળખે છે, કાંસની અમુક તસ્વીરો છે જેમાં તે હાથ હલાવી રહી દેખાઈ રહી છે. જ્યારે મે તેને પૂછ્યું કે તું શું કરી રહી છે તો તેણે કહ્યું કે હું દરેક ફોટોગ્રાફરને કહી રહી છુ કે,’નો ફોટોસ….બસ હવે ઠીક છે”. મને તે સમયે અહેસાસ થયો કે હું જયારે વ્યસ્ત હતી ત્યારે તે ખુદ ફોટોસ માટે પોજ કરી રહી હતી”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!