અમદાવાદ મા આવેલ ઐતિહાસિક અને પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરનો આજે જાણો સંપૂર્ણ ઇતિહાસ !!!

0

અમદાવાદમા આવેલ કેમ્પ હનુમાન મંદિરનો ઇતિહાસ રામાયાન સાથે જોડાયેલ છે. આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ અને અતિહાસિક મંદિર છે. એવું કહેવાય છે કે રામાયણના સમયમાં જ્યારે માતા સીતાની ગોતવા માટે હનુમાનજી ગયા હતા, ત્યારે હનુમાનજી આ જગ્યાએ આરામ કર્યો હતો. અને મંદિરમાં રહેલ મુર્તિની સ્થાપના પણ રામાયણકાળમાં જ થઈ હોવાનું મનાય છે. આ મંદિરમાં સ્થાપિત મુર્તિ પરનું કલેવર નીકળી જતાં હનુમાનજીના હાથમાં સીતા માતાને જ્યારે ગોતવા ગયા હતા, એ સમયે એમના હાથમાં જે મુદ્રિકા હતી તે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. જે આ પુરાણી માન્યતાને આજે પણ સમર્થન આપે છે.

કેમ્પ હનુમાન મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ –

એવું કહેવાય છે કે, જ્યારે આપણાં દેશમાં અંગ્રેજોનું રાજ હતું એ સમયે આ મંદિર જલાલપૂર ગામથી જ પ્રચલિત હતું. તેમજ અમદાવાદમા ગાયકવાડ રાજાઓની હવેલી અને અંગ્રેજોનો કેમ્પ હતો. અને આ મંદિર પાસે અંગ્રેજોની છાવણી હતી. અને અંગ્રેજોએ આ મંદિરને અહીયાથી દૂર ખસેડવાની પણ વાત કરી હતી. પરંતુ મંદિરના પૂજારી ને ભક્તોએ એ વાતનો વિરોધ કર્યો હતો.

ભમરાઓએ કરી હતી મંદિરની રક્ષા :

ગામવાળા લોકો, ભક્તો અને પૂજારીએ જ્યારે મંદિરને દૂર ખસેડવાની વાતનો વિરોધ કર્યો ત્યારે અંગ્રેજો દ્વારા મંદિરમાં આવેલ ધરમશાળા ને તોડી નાખી. અને જ્યારે મંદિરની દીવાલ તોડવા આવ્યા…ત્યારે અસંખ્ય ભમરાઓ આવ્યા અને મંદિરની દીવાલને હાથ પણ લગાવવા નહોતો દીધો. જેટલી વાર અંગ્રેજોએ મજૂરોને આ દીવાલ તોડવા મોકલ્યા તેટલીવાર ભમરાએ મજૂરો પર હુમલો કર્યો હતો. બાકી કોઈને ભમરા હેરાન કરતાં ન હતા…કે દેખાતા પણ ન હતા.

પછી ખુદ અંગ્રેજોએ પણ હનુમાનજીના આ ચમત્કાર ને સમજી ગયા અને આખરે તેમણે તેમનો નિર્ણય બદલ્યો. ત્યારથી આ હનુમાન કેમ્પના હનુમાન તરીકે ઓળખાયા. પછી તો અંગ્રેજોએ પણ તેમના કેમ્પ પર આવે તો હનુમાનજીન સામે માથું નમાવવા જરૂર આવતા.

આજે પણ અમદાવાદનાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે ને હનુમાનજીના દર્શન કરી હનુમાનજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે, અને મનવાંચીત ફળની પ્રાપ્તિ કરે છે.

આજથી લાગભાગ 100 વર્ષ પહેલા ગજાનંદ નામના એક મહારાજે આ મંદિર બંધાવ્યું હતું.

કેમ્પ હનુમાન મંદિરમાં વર્ષો પહેલા બન્યો ચમત્કારિક બનાવ :

વર્ષો પહેલા રાત્રે 10 વાગ્યા પછી જ્યારે મંદિરમાં કોઈ હતું અંહી એ સમયે મંદિરમાંથી જોરદાર અવાજ આવ્યો. સૌ લોકો આ સાંભળી મંદિરમાં દોડી ગયા.પરંતુ આ શું…જેને જોયું એ તો હનુમાનજીના દર્શન કરી ધન્ય ધન્ય થઈ ગયા. વર્ષો પહેલા મુર્તિ પર સોના ચાંદીનું કવર કરવામાં આવ્યું હતું મુર્તિ પર એ નીકળી ગયું હતું ને એમાંથી હનુમાનજીની એક નવી જ મુર્તિ દેખાતી હતી. અને તેમાં જમણા હાથમાં સોનાની મુદ્રિકા પણ હતી. જે મુર્તિ આજે પણ એ મંદિરમાં છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here