આર્થિક તંગી દૂર કરવા બુધવારે કરો ગણપતિના આ ઉપાય, તમારી તિજોરી ક્યારેય નહિ રહે ખાલી…ફાયદાકારક માહિતી વાંચો

0

આજના જમાનામાં પૈસા એ બહુ જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. આજે કોઈની પાસે જો પૈસા નથી હોતા તો તેમને કોઈ પૂછતું નથી. કોઈપણ કામ ભલે તે નાનામાં નાનું હોય તો પણ તે કરવા માટે પૈસાની જરૂરત પડે જ છે. પૈસા વગર આજે સામાન્ય માણસ હોય કે અમીર માણસ હોય એ પૈસા વગર એ ચાલી જ નથી શકતો. પૈસા વગર નથી હોતી કોઈપણ પ્રકારની ઈજ્જત એવું અમુક લોકો માનતા હોય છે.

આજકાલના લોકો પણ સમાજમાં પૈસાને લઈને જ લોકો એકબીજાને માન સન્માન આપતા હોય છે. આવામાં પૈસાનું મહત્વ બહુ વધી જાય છે. પૈસા કમાવવા માટે લોકો મહેનત પણ એટલી જ કરતા હોય છે. પણ અમુક લોકો હોય છે જેમને અનેકગણી મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. અમુક લોકો હોય છે જે જીવનભર ભરપુર મહેનત કરતા હોય છે પણ પણ તેઓ પૈસા જમા જ નથી કરી શકતા. પૈસા ના હોવાના કારણે તણાવ પણ અનુભવ કરતા હોય છે.

શ્વેતાર્ક ગણપતિ એ સૌથી શ્રેષ્ઠ છે.

ભગવાન ગણેશને દેવતાઓમાં સર્વશ્રેષ્ટ માનવામાં આવે છે તેમની પૂજા પણ બધાથી પહેલા કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ હોય ગણપતિ બાપ્પાને પહેલા યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા પણ સર્વ પ્રથમ કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર ગણપતિ ભગવાનને અલગ અલગ સ્વરૂપે અને નામો સાથે પણ જાણવામાં આવે છે. ભગવાન ગણપતિના અમુક સ્વરૂપોનું વાસ્તુશાસ્ત્રમાં પણ આગવું મહત્વ બતાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગણપતિ એ પોતે વાસ્તુશાસ્ત્ર છે.

મુગ્દલ પુરણ અનુસાર શ્વેતાર્ક ગણપતિએ સૌથી શ્રેષ્ટ છે. જે લોકો તેમની પૂજા કરતા હોય છે તેમના જીવનમાં ભૌતિક સુખ અને સમૃદ્ધિ વધવા લાગે છે. શ્વેતાર્કને મદાર કે પછી ઓક પણ કહેવામાં આવે છે. આ બે પ્રકારના હોય છે. આ પ્રકાર એ ભગવાન શંકરનું બહુ પ્રિય હોય છે. એવું માનવામાં આવે છે આમાં ગણપતિનો વાસ હોય છે તાંત્રિક ક્ષેત્રમાં પણ શ્વેતાર્કનું ઘણું મહત્વ છે.

ગણપતિનું પ્રાકૃતિક અને ચમત્કારિક સ્વરૂપ છે શ્વેતાર્ક

આ મૂળને બહુ શુભ માનવામાં આવે છે આ મૂળને ઘરમાં રાખવાથી અને શુભ મુહૂર્તમાં તેની પૂજા કરીને રાખવાથી તમને ચમત્કારિક ફાયદા મળશે. શ્વેતાર્કને ગણપતિનું પ્રાકૃતિક અને ચમત્કારિક સ્વરૂપ માનવામાં આવે છે. બુધવારનો દિવસ એ ગણપતિ માટે માનવામાં આવે છે. તમારે બુધવારના દિવસે આ કાર્ય કરવાનું રહેશે. બુધવારે જો તમે શ્વેતાર્કને તિજોરીમાં મુકશો તો તમને જીવનમાં ક્યારેય પૈસા અને સંપત્તિની કમી આવશે નહિ. જે પણ ઘરમાં બધા પરિવારજનોએ મળીને આંકડાના ગણપતિની પૂજા કરશે તેમના ઘરમાંથી ગરીબી, બીમારી અને દરેક સમસ્યા હંમેશની માટે ચાલી જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here