એક સાથે ઉઠી બહેનની ડોલી અને ભાઈની નનામી, શોકમાં ડૂબ્યો પરિવાર

0

ભારત દેશ માટે વર્ષ 2019ની શરૂઆત ખૂબ જ દુઃખદ સાબિત થતી દેખાઈ રહી છે. એક તરફ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે ત્યારે બીજી તરફ બિહારના છાપરામાં ભાઈ-બહેનની એક ખૂબ જ દુઃખદ ઘટનાએ બધાને ભાવુક કરી દીધા છે. વાત એમ છે કે એક તરફ ભાઈની નનામી અને બીજી તરફ બહેનની ડોલી એક સાથે ઉઠી. બહેનના લગ્ન બાદ બહેનની વિદાઈ થવાની હતી પણ ત્યારે જ દરવાજા પર ભાઈના મૃતદેહે બધાને જ ચોંકાવી દીધા. ઘટના બાદ લગ્નનો ખુશીનો માહોલ શોકમાં બદલાઈ ગયો. પરિવારના બધા જ લોકોનો હાલત રડી-રડીને ખરાબ થઇ ગયી છે.જાણકારી અનુસાર, આ ઘટના પાનાપુરના રસૌલી ગામની છે. જ્યા બુધવારની રાતે, સંદીપ નામના યુવકની બહેન સ્વીટીના લગ્ન ધામ-ધૂમથી કરવામાં આવ્યા. સવારે વિદાઈ પહેલા જ સંદીપ કોઈક વસ્તુઓ લેવા ઘરેથી બહાર જવું પડ્યું. પરંતુ કમનસીબે તે એક રોડ અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો સંદીપને હોસ્પિટલ લઇ ગયા ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. બીજી તરફ પરિવાર અને મહેમાનો આ વાતથી બેખબર વિદાયની વિધિમાં વ્યસ્ત હતા. જ્યારે વિદાઈ માટે સ્વીટી પતિની સાથે ઘરની બહાર નીકળવા લાગી ત્યારે દરવાજા પર એમ્બ્યુલન્સ સંદિપનો મૃતદેહ લઈને આવી પહોંચી. જો કે કદાચ વિદાઈ સમયે સ્વીટીને આ વાતની જાણકારી આપવામાં આવી ન હતી.એવું કહેવામાં આવે છે કે મૃત્યુ કદી કહીને નથી આવતું, અને ન આવતા સમયે કોઈ શુભ કે અશુભ સમય જોઈને છે. પરંતુ કેટલીકવાર આપણે આપણી ખુશીઓમાં એ રીતે ખોવાઈ ગયા હોઈએ છીએ કે મોત આપણી પાસે આવશે અને આપણને તેની ખબર પણ નહિ પડે. સંદીપ સાથે પણ એવું જ કંઈક થયું. બહેનના લગ્નમાં પરિવારની જવાબદારીઓ સાંભાળવામાં વ્યસ્ત હતો, અને મૃત્યુ તેને બધાથી દૂર લઇ ગયી. સ્વીટી ત્રણ ભાઈબહેનોમાં સૌથી મોટી છે, જ્યારે સંદીપ સિવાય તેનો એક બીજો નાનો ભાઈ સુમનકુમાર સિંહ પણ છે.સ્વીટીના લગ્ન માટે જાન વસંતપુરના સિપાહ ગામથી આવી હતી. સંદીપ પશ્ચિમ બંગાળની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જ્યા એક તરફ બહેનના લગ્ન થયા ત્યાં બીજી તરફ ભાઈના મોતના સમાચારે ઘરવાળાઓને આંસુ જ આપ્યા. લગ્નની ખુશીઓથી ભરાયેલા ગામમાં આ ભાઈ-બહેનની વાતથી સૌ કોઈ હેરાન થઇ ગયું છે. લોકો સંદીપના પરિવારને સાંત્વના આપી રહયા છે પણ તેને ઘરવાળાઓની હાલત ખરાબ થઇ ગઈ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here