કુદરતની સાથે છેડછાડ કરશો તો આવું જ થશે, બ્રિટનના પહેલા પ્રેગ્નન્ટ પુરુષએ ખોલ્યું રહસ્ય! જાણીને રુવાડા ઉભા થઇ જશે

0

એક મહિલા માટે મા બનવું એ સૌથી મોટું સુખ માનવામાં આવે છે. પરંતુ એક પુરુષ માટે મા બનવાનો અનુભવ જવાબદારી ભર્યો હોઈ શકે છે. ખાસ કરીને ત્યારે જયારે પુરુષ પોતે એક બાળકને જન્મ આપે. પુરુષ કહો કે પછી ટ્રાન્સજેન્ડર પુરુષના બાળકને જન્મ આપવાની ઘટનાઓ હવે નવી નથી. વિશ્વમાં આવી ઘણી ઘટનાઓ બની ચુકી છે. તો એક એવા જ પુરુષની વાત જાણીયે.

હેડેન ક્રોસએ વર્ષ 2017માં ઇતિહાસ રચ્યો હતો કારણકે એ બ્રિટનના પહેલા એવા પુરુષ હતા જે મા બન્યા હતા. ખરેખર, હેડેનનો જન્મ એક મહિલા તરીકે થયો હતો. પરંતુ હેડેન સેક્સ બદલવાનું વિચારતો હતો, પરંતુ ટ્રાન્ઝિશન સમય પર વચ્ચે તેને લાગ્યું કે તેને પોતાનું બાળક જોઈએ છે તેને વચ્ચેથી જ ટ્રાન્ઝિશન અટકાવીને મા બનવાનો નિર્ણય લીધો.

આખરે શા માટે લીધો હેડેનએ આ નિર્ણય?
હેડેન ક્રોસ કે જે પહેલા એક છોકરી હતી તે સેક્સ ચેન્જ ઓપરેશન કરાવી રહી હતી કે ટ્રીટમેન્ટમાં વચ્ચે જ એને ખબર પડી કે કદાચ એ ક્યારેય પણ બાયોલોજીકલ મા નહિ બની શકે. પોતાના બાળકની ઈચ્છા ધરાવતી હેડેનએ તે સમય સુધી પોતાનું ગર્ભાશય કઢાવ્યું ન હતું. તેને સ્પર્મ ડોનરની મદદ લીધી અને પોતાની પ્રેગ્નેન્સીની ઘોષણા કરી હતી. ત્યારે લોકોએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. કારણ એ હતું કે તેને પોતાની ખુશી માટે પોતાના હિસાબથી નિયમ બદલ્યા હતા. હેડેનએ વચ્ચેથી જ ટ્રાન્ઝિશન બંધ કરાવ્યું હતું અને ગર્ભ ધારણ કર્યો હતો.

ખુદ મા બની પરંતુ કહ્યું કે કોઈએ ન કરવું જોઈએ આવું –
હેડેન ખુદ તો મા બની ગઈ અને ત્યાર પછી તેને પોતાનું ટ્રાન્ઝિશન પૂરું કરાવીને આખી પુરુષ પણ બની ગઈ. પરંતુ બાળકને જન્મ આપ્યાના એક વર્ષ બાદ તેને કહ્યું કે આવું બધાએ ન કરવું જોઈએ.

હેડેનનું કહેવું છે કે એક ટ્રાન્સજેન્ડર પુરુષ હોવાના કારણે તેને એ સપોર્ટ ક્યારેય ન મળ્યો જે એક મહિલાને બાળકને જન્મ આપતી વખતે મળે છે. ડિલિવરીના સમયે ઘણી ભાવનાઓ આવે છે, પરંતુ અંતમાં કોઈ સાથે નથી હોતું.

હેડેને કહ્યું કે જો કોઈ આવી વ્યક્તિ પોતાનું બાળક ઇચ્છતા હોય તો પણ તેને પોતાની સપોર્ટ સિસ્ટમ તૈયાર કરી લેવું જોઈએ. જો કોઈ સાથ આપવાવાળું ન હોય તો પોતે પહેલેથી જ માનસિક રીતે તૈયાર થવું જોઈએ કે એને ખૂબ લાંબી જંગ લડવાની છે.

હેડેનને ફક્ત બ્રિટનથી જ નહિ પણ ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને બીજી ઘણી જગ્યાઓથી ધમકીઓ મળી રહી હતી. તેને ખૂબ માનસિક યાતનાઓ મળી કે તેને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડીલીટ કરી દીધું હતું. લોકો એને ધમકાવતા હતા કે તેઓ તેને અને તેના બાળકને નુકશાન પહોંચાડશે.

બાળકને જન્મ આપવાનો નિર્ણય ફક્ત એટલા માટે જ લીધો હતો કે આગળ ચાલીને હેડેન કોઈના પર નિર્ભર રહેવું ન પડે. પરિવારની જરૂરત એ પોતાના બાળકથી પૂરી કરવા માંગતા હતા. ટ્રિનિટીને જન્મ આપવો અને તેનો ઉછેર કરવા વિષે અત્યારે પણ હેડેન કહે છે કે એ ખૂબ જ ખુશ છે. તેમની માટે તેમની જિંદગીનો આ સૌથી સારો સમય છે કારણકે તેમનું બાળક તેમની સાથે છે, પરંતુ તેને મળેલા માનસિક ત્રાસના કારણે તે ખૂબ જ દુઃખી છે. તેનું કહેવું છે કે જે લોકો તેને નથી ઓળખતા, જે લોકો દૂર-દૂર સુધી તેની સાથે નથી જોડાયેલા તેઓ પણ તેને મારી નાખવાની ધમકી આપે છે.

એક ઇન્ટરવ્યૂ દરમ્યાન હેડેને કહ્યું કે, “હું જૂઠું નહિ બોલું. આ ખૂબ જ વિચિત્ર હતું. હું આ કરવા માંગતો ન હતો પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. એ સમયે મનમાં ખૂબ જ બધી ભાવનાઓ હતી. હું કોઈ બીજાને નહિ કહું કે તેઓ આવું કરે. આ ખૂબ જ મુશ્કેલ હતું.”

હેડેને ઓપરેશનથી દીકરીને જન્મ આપ્યો અને તેના 11 મહિના બાદ પોતાના બ્રેસ્ટ કઢાવી નાખ્યા. હવે એ બાકીની સર્જરી ત્યારે કરાવશે જયારે એ તૈયાર હશે. ટ્રાન્ઝીશનના સમયે પ્રેગ્નેન્સી ખૂબ જ અઘરી સાબિત થઇ અને સૌથી કઠોર હતો લોકોનો વ્યવહાર.

આ સમાજ જ છે કે જે કોઈ પણ રીતે વ્યક્તિને પોતાની રીતે જીવવા નથી દેતો. નિયમ અને કાયદાઓ બરાબર છે, પરંતુ જોઈ કોઈ વ્યક્તિ કોઈને નુકશાન પહોંચાડ્યા વગર પોતાની ખુશી માટે કઈંક અલગ કરવા માંગતા હોય છે તો એને આપનો સમાજ નકારી કાઢે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે. ખરેખર એ અંદાજો લગાડવો પણ મુશ્કેલ છે કે પોતાના એકલાપણામાં પણ હેડેનને મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને એ પણ આખા વિશ્વમાંથી. કેટલા ડરમાં હશે એ વ્યક્તિ જેને પોતાની જાતને સીમિત કરવી પડે. વિચારવા જેવી વાત છે કે કોઈ દર્દ કે શારીરિક તકલીફના કારણે નહિ પરંતુ માનસિક ત્રાસના કારણે હેડેન બીજા કોઈને પણ આવું કરવા માટેની મનાઈ કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here