પરિનીતિ ને બુટ ચોરવાના રિવાજ માં ન મળ્યા 5 લાખ રૂપિયા, તો પછી નિક એ એવું તે શું આપ્યું કે દંગ રહી ગયા લોકો…

0

જો કે નિક-પ્રિયંકા એ પોતાના લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા પણ ફેન્સ એ જાણવા માગે છે કે આખરે આ રૉયલ વેડિંગ માં શું શું થયું હતું. રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન ને લઈને ઘણા ખુલાસાઓ થયેલા છે. જયારે લગ્ન ની તસ્વીરો સામે આવી ત્યારે લોકોને વિશ્વાશ થઇ ગયો કે બૉલીવુડ માં આજ સુધી આવા ભવ્ય લગ્ન નહિ થયા હોય.

આ લગ્ન માં શામિલ થવા માટે 200 થી વધારે લોકો પહોંચ્યા હતા. 1 ડિસેમ્બર ના રોક ક્રિશ્ચિયન એ 2 ડિસેમ્બર એ હિન્દૂ રિવાજો અનુસાર લગ્ન થયા હતા. આ બધાની વચ્ચે નિક ના બુટ ચોરવાની બાબત પણ સામે આવી હતી.
રિપોર્ટ અનુસાર નિક ની એકેમાત્ર સાળી પરિનીતી ચોપરા એ તેના બુટ ચોર્યા હતા. આ રિવાજ માં નિક ને બુટ પાછા લેવા માટે 5 લાખ રૂપિયાની મોટી રકમ લીધી હતી, આ ખબર આવતા જ ખુબ જ વાઇરલ પણ થઇ ગઈ હતી. પણ હવે આ ખરબર ને લઈને પરિણીતી એ ખુલાસો કર્યો છે.પરી એ સોશિયલ મીડિયા પર લખ્યું કે,”જે પણ લોકો બુટ ચોરવાના રિવાજ માં મળેલા પૈસા પર વાતો કરી રહ્યા છે તેઓને સાચી જાણકારી નથી, તમે લોકો ખોટા છો. નિક એ તેનાથી વધુ મોટી રકમ આપેલી છે. નિક એ અમને શોક્ડ કરી દીધા છે”.પરિનીતિ ના આ ટ્વીટ થી એ અંદાજો લગાવી શકાય છે કે તેને 5 લાખ કરતા પણ વધુ પૈસા મળ્યા છે. જેને લીધે પરિનીતિ શોક્ડ થઇ ગઈ હતી. જણાવી દઈએ કે પરિનીતિ એ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે તે નિક ના બુટ ચોરવા માં પુરા 37 કરોડ રૂપિયા માંગશે, જયારે જવાબના નિક એ કહ્યું કે તે તેનાથી પણ ડબલ આપશે.જોધપુર માં શાહી લગ્ન પછી બંને એ મંગળવાર ના રોજ દિલ્લી માં રીશેપ્શન આપ્યું હતું. અહીં પીએમ નરેન્દ્ર મોદી ખાસ મહેમાન બનીને પહોંચ્યા હતા. આ કપલ ની સાથે મોદી જી ની તસવીરો ખુબ વાઇલર પણ થયેલી છે. રીશેપ્શન માં પ્રિયંકા ની સાસુ અને જેઠાણી સોફી ટર્નર ભારતીય અવતાર વા જોવા મળ્યા હતા.  Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here