બોલીવુડની આ ફેમસ અભિનેત્રીને થયું કેન્સર, અહીંયા ચાલી રહ્યો છે ઈલાજ….દુઃખદાયી સમાચાર

0

શાહરુખ,સલમાન અને અજય દેવગણ જેવા મોટા સ્ટાર્સની સાથે ઘણી હિટ ફિલ્મો આપી ચુકેલી સોનાલી બેન્દ્રીને લઈને એક મોટી ખબર સામે આવી છે. ખબર એ છે કે સોનાલી બેન્દ્રે ને કેન્સર થઇ ગયું છે અને હાલ તે પોતાનો ઈલાજ કરાવા માટે ન્યુયોર્ક રવાના થઇ રહી છે. આ વાતની જાણકારી ખુદ સોનાલી એ આપી છે. તેઓએ કહ્યું કે, ”જયારે તમે જીવનથી વધુ ઉમ્મીદ રાખો છો તો તે એક વધુ ઝટકો આપી દેતી હોય છે. હાલમાં જ મને જાણ થઇ કે મને હાઈ ગ્રેડ કેન્સર છે. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે, અને હું તેઓનો ધન્યવાદ પાઠવું છું”.”આના સિવાય મારી પાસે અન્ય કોઈ રસ્તો બચ્યો નથી. મારા ડોક્ટરની સલાહ પર અમે તરત જ ન્યુયોર્ક જવાનો નિર્ણંય લઇ લીધો. હવે બધી જ ટ્રીટમેન્ટ ન્યુયોર્કમાં થશે. હું આ મુશ્કિલ ઘડી માંથી નીકળવાની પુરી કોશિશ કરીશ”.
”આગળના દિવસે મને લોકોનો ખુબ જ પ્રેમ મળેલો છે. હું આટલો પ્રેમ મેળવીને ખુદને નસીબદાર સમજુ છું. મારી સાથે મારુ પૂરું પરિવાર તાકાત બનીને ઉભેલું છે’. આગળના મહિને સોનાલી હિન્દુજા સર્જીકલ હેલ્થકેરમાં એડમિટ થઇ હતી.
જણાવી દઈએ કે સોનાલીના પહેલા એક્ટર ઇરફાન ખાન પણ ન્યુરો એન્ડોક્રાઇન નામની બીમારી થી પીડિત હતા જે હાલ લંડનમાં છે અને પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. ઇરફાને પણ પોતાની આ બીમારીની ખબર સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!