બોલીવુડની આ 7 અભિનેત્રીઓ જે સિંગલ મધર બનીને સંભાળી રહી છે પોતાના બાળકોની જવાબદારી…

0

બોલીવુડમાં એવી ઘણીબધી અભિનેત્રીઓ છે જે પોતાના પતિથી છૂટાછેડા લઈને અલગ રહતી હોય છે. તેઓ પોતાના બાળકોને ફક્ત માતાનો પ્રેમ જ નહિ પિતાની હુંફ પણ આપે છે. તેઓ પોતાના બાળકોને પિતા નથી તેવું એહસાસ પણ નથી થવા દેતી. આજે અમે તમને બોલીવુડની એવી જ અભિનેત્રીઓ વિષે જણાવીશું જે આજે સિંગલ મધર થઈને પોતાના બાળકોની પરવરીશ કરી રહી છે.

તો આવો જાણીએ બોલીવુડની એવી 5 સિંગલ મધર વિષે જે પોતાના બાળકને એકલાહાથે સાંભળી રહી છે.

૧. પ્રીતિ ઝાંગિયાની

મહોબ્બતે ફિલ્મમાં પોતાના કિરદારથી લોકોમાં પ્રિય થવા વળી આ અભિનેત્રીને કોઈ કેવીરીતે ભૂલી શકે. તેણે એક્ટર પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા હતા. પણ તેઓની વચ્ચે સતત થતા ઝઘડાના કારણે તેઓએ ૨૦૦૮માં છુટાછેડા લીધા હતા. પોતાના પતિથી અલગ થયા પછી પ્રીતિએ એકલા હાથે જ પોતાના બાળકોની પરવરીશ કરી રહી છે.

૨. રીના દત્તા

બોલીવુડની અભિનેત્રી રીના દત્તાએ ૧૯૮૬માં આમિરખાન સાથે લગ્ન કર્યા હતા પણ અત્યારે તેઓ અલગ છે. આમિરથી અલગ થયા પછી રીનાએ પોતાના બાળકોની એકલા હાથે પરવરીશ કરી રહી છે.

૩. રેહા પિલ્લાઇ

બોલીવુડની અભિનેત્રીએ ટેનીસ પ્લેયર લેન્ડર પેસ સાથે લગ્ન કર્યા હતા. પણ તેમનું લગ્ન વધુ સમય ટકી શકયા નહિ. પતિથી અલગ થઈને આ અભિનેત્રીએ પોતાના માતા પિતા સાથે રહે છે. અને પોતાની દિકરીની સર સંભાળ કરે છે.

૪. પૂજા બેદી

પૂજા બેદી, ફરહાન ઈબ્રાહીમ સાથે તલાક લીધા પછી એકલા હાથે જ પોતાના બાળકોની પરવરીશ કરવાનો નિર્ણય કર્યો.

૫. કોંકણા સેન

બોલીવુડમાં એક સિંગલ મધર તરીકે હમણાં તે ઘણી ચર્ચામાં છે. તેણે પોતાના ગર્ભાવસ્થાને સંપૂર્ણ મજાથી જીવી અને રણવીર શોરીથી અલગ થઈને તેણે કામમાંથી બ્રેક લઈને પોતાના બાળકની પરવરીશ કરવાનો નિર્ણય કર્યો હતો.

૬. અમૃતા સિંહ

અમૃતા સિંહ એ સૈફઅલી ખાન સાથે લગ્ન કર્યા હતા. પણ તેમના સંબંધ વધારે ચાલ્યા નહોતા. તલાક પછી અમૃતાએ પોતાના બંને બાળકોની સંભાળ એકલાહાથે કરી છે. તેમની દિકરી સારા બહુ જ જલ્દી ફિલ્મોમાં કામ કરતી નજરે આવશે.

૭.કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરને પોતાના બાળકોની સંભાળ કરવા માટે બીજા કોઈની પણ જરૂર નથી. પતિ સંજય કપૂરથી અલગ થયા પછી તેણે જાતે જ પોતાના બાળકોને મોટા કર્યા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here