બર્થ ડે ના એક દિવસ પહેલા અર્જુન કપૂર ના હાથમાં હાથ નાખીને જોવા મળી મલાઈકા અરોરા, વાઇરલ થયો વિડીયો….

0

આજે એટલે કે 23 ઓક્ટોબર ના રોજ મલાઈકા અરોરા પોતાનો 45 મોં જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. બર્થડે ના એક દિવસ પહેલા મલાઈકા અર્જુન કપૂરની સાથે નજરમાં આવી હતી. અર્જુન કપૂર પોતાની આવનારી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ ના પ્રમોશન માટે કલર્સ ના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ના સેટ પર પહોંચ્યા હતા.અહીં બંને એક બીજાના હાથ પકડીને નજરમાં આવ્યા હતા. શો માં અર્જુન, મલાઈકા ની સાથે બેઠા હતા. બંને નો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં અર્જુન મલાઈકા નો હાથ પકડીને સ્ટેજ પર લઇ જતા દેખાઈ રહ્યા છે. પછી બંને એ એક કન્ટેસ્ટેન્ટ ની સાથે ‘બીટ પે બુટી’ ગીત પર ડાન્સ પણ કર્યો હતો.
ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં મલાઈકા ના સિવાય કિરણ ખેર અને કરન જોહર પણ જજ ના રૂપમાં નજરમાં આવ્યા હતા. આ શો ની નવી સીઝન 20 ઓક્ટોબર થી રિલીઝ થઇ ચુકી છે. જણાવી દઈએ કે તેના પહેલા પણ ઘણા ઇવેન્ટ માં મલાઈકા-અર્જુન ને એકસાથે જોવામાં આવેલા છે. બંને ના અફેયર ની ચર્ચા લાંબા સમય થી છે પણ તેઓએ ક્યારેય આ વાત ને કબુલી નથી. અર્જુન મલાઈકા થી 12 વર્ષ નાના છે, અમુક સમય પહેલા સલમાન ખાન ના બીક થી અર્જુન અને મલાઈકા એ એકબીજા થી દુરી બનાવી લીધી હતી. પણ કદાચ હવે બંને એ પોતાના પ્રેમ ને દુનિયાની સામે લાવવાનો નિર્ણય લઇ લીધો છે.અરબાઝ ખાન થી એક વર્ષ પહેલા તલાખ લીધા પછી હવે મલાઈકા અરોરા એકલી જ પોતાનું જીવન વિતાવી રહી છે. હાલ તે ઘણા બ્રાન્ડ ના એન્ડોર્સમેન્ટ, ફેશન શો અને આઈટમ સોન્ગ કરીને મલાઈકા સારા એવા પૈસા કમાઈ લે છે. આ સિવાય દીકરા અરહાન ખાનનો અભ્યાસ પણ મલાઈકા ની પાસે જ છે.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here