બિહાર ના કવિ કુમાર આઝાદ કેવી રીતે બન્યા તારક મહેતામાં ડો. હાથી, સ્ટોરી ઘણી રસપ્રદ છે…વાંચો પુરી સ્ટોરી

0

તારક મહેતા કા ઉલટા ચશ્માં ના ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદ નું મૃત્યુ થઈ ગયું છે. એમના મૃત્યુ નું કારણ હાર્ટ અટેક જણાવાય છે. ડો. હાથી લાંબા સમય થી આ શો માં જોડાયેલ હતા. શો માં એમનું કિરદાર ઘણું પસંદ કરવા માં આવતું હતું. ડો. હાથી ના અચાનક મૃત્યુ થી આખી ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર છે.

બિહાર ના સાસારામ માં રહેવા વાળા કવિ કુમાર આઝાદ બાળપણ થી એકટર બનવા ઇચ્છતા હતા. એમને કવિતાઓ લખવા નો ઘણો શોખ હતો પણ એમના પરિવાર વાળા એમના એકટર બનવા ને વિરુદ્ધ હતા પણ એમનું સપનું પૂરું કરવા એ ઘરે થી ભાગી ગયા હતા.સાલ 2010 માં કવિ કુમાર આઝાદ ઉર્ફ ડો.હાથી એ એમનો 80 કિલો વજન સર્જરી થી ઓછો કરાવ્યો હતો. પેહલા લગભગ એ 200 કિલો ના હતા. આ સર્જરી પછી એમની દરરોજ ની જિંદગી ઘણી સેહલી થઈ ગઈ હતી.

તારક મહેતા માં ડો. હાથી નું કિરદાર પણ એમને અચાનક મળી ગયું હતું. સ્ટ્રગલ વખતે એમને એક પ્રોડક્શન હાઉસ માંથી કોલ આવ્યો હતો. ફોન માં એમને કેહવા માં આવ્યું કે અમારા બોસ તમને બોલાવે છે. ડો. હાથી એ એક ઈન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે હું કેબિન ની અંદર ગયો તો ત્યાં જ મને જોતા જ ડોકટર હાથી ના કિરદાર માટે મને સિલેક્ટ કરી લેવા માં આવ્યો.

ડો. હાથી એમની ગાડી માં હંમેશા ગિટાર રાખતા હતા . જો કે એમને ગિટાર વગાડતા આવડતું નહતું પણ એમનો એક મિત્ર હંમેશા ડો. હાથી ના કેહવા ઉપર એ ગિટાર વગાડતા હતા. ક્યારેક ક્યારેક એ એમના મિત્ર સાથે મરીન ડ્રાઇવ ઉપર જતા અને ગિટાર વગાડી ને ગીત ગાતા હતા.

ઈશ્વર એમના દિવ્ય આત્મા ને મોક્ષ અર્પણ કરે એજ પ્રાર્થના…

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here