ભિખારી જેવા વેશમાં શખ્સ પહોંચ્યો હાર્લીના શો-રૂમે, પછી જે થયું તે જાણવા જેવું – વાંચો અહી ક્લિક કરીને

આજે અજબ ગજબ કિસ્સાઓ બને છે અને સાંભળવામાં આવે છે. કોઈક વાર એવું પણ બનતું હોય છે કે ઘટના આપળી સામે થતી હોવા છતાં આપળે તેને સમજી કે ઓળખી શકતા નથી. આજ ના જમાના મા આવા કિસ્સાઓ થી તેમજ બેહરુપિ લોકો થી બચવું અત્યંત જરૂરી છે. આવી જ એક ઘટના થાઈલેન્ડ મા દુનિયાની સૌથી મોંઘી બાઈક હાર્લી ડેવિલ્સનના શો રૂમમાં બની હતી.

બન્યું કાઈક એવું હતું કે, આ શો રૂમ મા  ફાટેલા-તુટેલા અને મેલા કપડામાં એક શખ્સ આવ્યો હતો જેને જોઈને હાજર લોકોને લાગ્યું કે તે અહીં ભિખ માગવા આવ્યો હશે પરંતુ હકીકત અલગ જ નીકળી.

શું હતી ઘટના?


આ ઘટના થાઈલેન્ડના સિંગ બુરીમાં એમફોએ ખાઈ બેંગ રાચનમાં સ્થિત મેક્સિંગબુરી બાઈક શોપની છે, જ્યાં દુનિયાની સૌથી મોંઘી બાઈક હાર્લી ડેવિડસનના શોરૂમમાં મેલા કપડામાં એક શખ્સ આવ્યો હતો. આ શખ્સની હાલત એવી હતી કે લોકો તેને ભિખારી સમજવા લાગ્યા, લોકોને લાગ્યું કે ફાટેલું ટીશર્ટ અને હવાઈ ચપ્પલ પહેરીને આ શખ્સ ભિખ માગવા આવ્યો છે.

લોકો સમજી રહ્યાં હતા ભિખારી


થોડીવાર બાદ શખ્સે સમગ્ર શો-રૂમમાં ચક્કર લગાવ્યા, આ દરમિયાન લોકો તેની હરકતો પર ધ્યાનથી નજર રાખીને ઉભા હતા, પરંતુ એ શખ્સ બાઈક્સને નિહાળી રહ્યો હતો. બાદમાં એ શખ્સ શોરૂમના માલિક સાથે વાતચીત કરી રહ્યો હતો, લોકોને લાગ્યું કે આ કોઈ પાગલ હશે અને સિક્યોરિટી ગાર્ડ તેને શોરૂમમાંથી બહાર કાઢી મૂકશે પરંતુ એ પહેલા જ ચમત્કાર થઈ ગયો. હકીકતમાં એ ભિખારી ન હતો, પરંતુ ગ્રાહક હતો, જે હાર્લી ડેવિડસન બાઈક ખરીદવા આવ્યો હતો, જોત જોતામાં એ શખ્સે બાઈક ખરીદી લીધી આ જોઈને હાજર લોકોની આંખો પર વિશ્વાસ ન થયો અને તેઓ અવાક થઈ ગયા.

કોણ હતો આ શખ્સ ?

થાઈ વિઝાએ વર્લ્ડ ઓફ બૂઝના હવાલેથી જણાવેલા રિપોર્ટ પ્રમાણે આ શખ્સનું નામ લુંગ ડેચા છે, અને તે એક મિકેનિક છે, તે સ્મોક કરતો નથી, અને ડ્રિંક પણ કરતો નથી. રિપોર્ટ પ્રમાણે આ શખ્સો પોતાની સપનાની બાઈક ખરીદવા માટે આખી જિંદગી હાર્ડ મહેનત કરી પૈસા ભેગા કર્યા અને અંતે તણે પોતાનું હાર્લી ડેવિડસન બાઈક ખરીદવાનું સપનું પુરું કર્યું. શોરૂમના માલિક સાથે વાતચીત બાદ લુંગ ડેચા એક પછી એક નોટોના બંડલ ટેબલ પર મૂકવાનું શરૂ કર્યું અને ટેબલ પર રૂપિયાનો ઢગલો કરી દીધો. તેણે 12 લાખ કેશ શોરૂમના માલિકના ટેબલ પર મૂક્યા, બાદમાં તે પોતાની બાઈક હાર્લી ડેવિડસન પર બેઠો એક સેલ્ફી લીધી અને લઈને જતો રહ્યો.

થાઈલેન્ડના સિંગ બુરીમાં એમફોએ ખાઈ બેંગ રાચનમાં સ્થિત મેક્સિંગબુરી બાઈક શોપમાં આ શખ્સને જોઈ તમામ લોકો અચંબામાં મૂકાઈ ગયા હતા ..આ ઘટના થાઈલેન્ડના સિંગ બુરીમાં એમફોએ ખાઈ બેંગ રાચનમાં સ્થિત મેક્સિંગબુરી બાઈક શોપની
શોરૂમમાં લુંગે સૌપ્રથમ અનેક ચક્કર લગાવ્યા, પરંતુ તેની હાલત જોઈ લોકો તેને ભિખારી સમજી રહ્યાં હતા. પોતાની સપનાની બાઈક સાથે લુંગ, (ડાબે) બીજા દિવસે બાઈકના શોરૂમમાં લુંગ આવી રીતે આવ્યો, જ્યારે (જમણે) બાઈક ખરીદવા તે આવા કપડામાં આવ્યો હતો


થાઈ વિઝાએ વર્લ્ડ ઓફ બૂઝના હવાલેથી જણાવેલા રિપોર્ટ પ્રમાણે આ શખ્સનું નામ લુંગ ડેચા છે.. પોતાના સપનાની બાઈક હાર્લી ડેવિડસન ખરીદવા માટે લુંગે ભારે ખૂબ જ મહેનત કરી હતી ..શો રૂમમાં લોકો લુંગને પાગલ સમજી રહ્યાં હતા

News Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!