કેન્સરના દર્દી ની કહાની સાંભળીને ભાવુક થયા કપિલ શર્મા, કહ્યું-”શો બંધ થતા જ રોકાઈ ગયું સપોર્ટ સિસ્ટમ”…અને

0

કોમેડી કિંગ કપિલ શર્મા એક વાર ફરીથી ધમાકેદાર એન્ટ્રી ની સાથે ટીવી પર પાછા આવી ગયા છે. કપિલ ના આ શો ના પહેલા મહેમાન સિમ્બા ટિમ બની હતી અને પછી કપિલ ના શો માં ખાન પરિવાર સાથે મસ્તી જામી હતી, જેમાં સલમાન,સોહેલ,અરબાઝ ખાન અને પિતા સલીમ ખાન પણ પહોંચ્યા હતા. આ શો ના દરમિયાન દર્શકો માં કપિલ ની એક ફૈન પણ પહોંચી હતી જેણે કપિલ ને એવી વાત કરી નાખી કે જેનાથી કોમેડી કિંગ કપિલ શર્મા પણ ભાવુક થઇ ગયા હતા.ખાન પરિવાર નું કપિલ શર્મા એ પુરા જોશ ની સાથે સ્વાગત કર્યું હતું. શો ના દરમિયાન એક મહિલા ફૈન એ કપિલે ને એવી વાત જણાવીકે જેને સાંભળીને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. કપિલ ની આ ફૈન એ સૌથી પહેલા તો તેને આ શો શરૂ થયાની શુભકામનાઓ આપી હતી અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવા માટેનું કહ્યું. અને એ પણ જણાવ્યું કે તે કેન્સર ના છેલ્લા સ્ટેજ પર છે.
વાત વાત માં તેમણે પોતાની નારાજગી પણ જાહેર કરી હતી. તેમણે કહ્યું કે,”તે એ વાતથી નારાજ છે કે તેનો શો એક વર્ષ સુધી બંધ રહ્યો હતો”. તેમણે એ પણ જણાવ્યું કે તે કપિલે ને ખુબ જ યાદ કરતી હતી. તે આવી બીમારીમાં તેનો શો જોઈને જ ખુશ રહેતી હતી. કપિલ નો શો જોઈને તેને લાગતું હતું કે તે હવે બીમારી માંથી બહાર આવી રહી છે. જયારે શો બંધ થયો ત્યારે જાણે કે તેને લાગ્યું કે તેની સપોર્ટ સિસ્ટમ જ બંધ થઇ ગઈ છે.
તેમણે એ પણ જણાવ્યું કે તે લાંબા સમય સુધી ઉભી નથી રહી શકતી છતાં પણ તે ખાસ કપિલ ને મળવા માટે આ શો માં આવી હતી.ફૈન ની આવી વાતો સાંભળીને કપિલ ભાવુક થઇ ગયા હતા અને તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કપિલે તેમને કહ્યું કે તે આવી જ રીતે હંમેશા ખુશ રહે અને તે જલ્દી જ ઠીક થઇ જશે. જણાવી દઈએ કે કપિલ શર્મા ના શો ને એક વાર ફરીથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ વખતે તેનો શો અભિનેતા સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે.
કપિલ શર્મા એક વાર ફરી આ શો માં પાછા તો આવી ગયા પણ તેને પહેલા કરતા ફી ઓછી મળી રહી છે. કપિલ ની ફી 40-50 લાખ રૂપિયા સુધી ઓછી થઇ ગઈ છે. કપિલ તેની પહેલા લગભગ 60 થી 80 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. મીડિયા માં ચાલી રહેલી ખબરોના અનુસાર કપિલ ના એક એપિસોડ ની ફી 60 લાખ થી ઘટીને માત્ર 15 લાખ રૂપિયા જ રહી ગઈ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here