ભારતીય સંસદ માં ઉલ્ટા પંખા લગાવા પાછળનું શું છે રહસ્ય, એકદમ દિલચસ્પ કહાની…

0

તમે ઘર, ઓફિસ વગેરેમાં પંખા લાગેલા જરૂર જોયા હશે જેનો ઉપીયોગ ગરમી દૂર કરવા માટે કરવામાં આવે છે. પંખા નો ઉપીયોગ દશકો પહેલાનો છે અને હવે ભલે કુલર અને એયર કંડીશનર ઉપલબ્ધ છે પણ પંખા નો ઉપીયોગ ક્યારેય ખતમ નહીં થાય. સામાન્ય જગ્યાઓની જેમ ભારતીય સંસદ માં પણ પંખા લાગેલા હોય છે. હવે તમે વિચારી રહયા હશો કે તેમાં શું ખાસ વાત છે તો તમને જણાવી દઈએ કે ભારતીય સંસદમાં જે રીતે પંખા લાગેલા છે તેવા તમે ક્યારેય નહિ જોયા હોય.સંસદ ભવનમાં શા માટે લાગેલા હોય છે ઉલ્ટા પંખા:

તમે સંસદ તો જોઈ જ રાખી હશે જ્યાં પર સેન્ટ્રલ હોલમાં દેશના મોટા મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ ચર્ચા જ દેશનું ભવિષ્ય નક્કી કરે છે અને આપણા જીવનના ગ્રોથથી લઈને દરેક મોટા નિર્ણયો પણ અહીં પર જ લેવામાં આવે છે.જો તમે અહીંના સેન્ટ્રલ હોલને થોડું ધ્યાનથી જોયું હોય તો અહીં પર પંખા છતો પર નહિ પણ જમીનથી ઉપર ની તરફ ઉલ્ટા લગાવામાં આવેલા હોય છે. મોટાભાગે તમે પણ જોયું હશે, અને વિચાર કર્યો હશે કે આખરે આવું તે શા માટે.
હવે સવાલ એ ઉઠે છે કે આખરે આવું કરવાનું કારણ શું છે? કેમ કે સંસદ આજથી એક સદી પહેલા જ બની ગઈ હતી અને તે સમયે એયર કંડીશનર તો ન જ હતા, એવામાં સંસદ માં પંખા લાગાવાના હતા તો જોયું કે બિલ્ડીંગ પંખા ના હિસાબથી નથી કેમ કે ઉપરની દીવાલ ખુબજ ઊંચી છે અને ત્યાંથી પંખાની હવા આસાનીથી નીચે સુધી પહોંચી ન શકે.
એવામાં પંખાનો ડંડો લાંબો લગાવાનો રહે અને એ એટલું કારગર ન હતું તો એવું કરવામાં આવ્યું કે સંસદભવનમાં પંખા ઉલ્ટા લગાવી દેવામાં આવે જેથી હવા પાસેથી જ સંસદો સુધી આવતી રહે.આ તરીકો કામ કરી ગયો અને જયારે સંસદભવન ને નવા તરીકાથી બનાવાવા આવ્યું ત્યારે પણ તેની ઐતિહાસિકતા ને બનાવી રાખવા માટે સંસદમાં ઉલ્ટા પંખા જ રાખવામાં આવ્યા જેથી તેની ભવ્યતા ને આવી જ રીતે બનાવી રાખી શકાય અને એવામાં ભારતની સંસદ સૌથી અલગ તો છે જ. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here