ભારત-પાકિસ્તાનની વચ્ચે ભાગલાની લાઈન ખેંચનારા આ વ્યક્તિએ કહ્યું, ”સારું છે કે ભારતનું લાહૌર પણ મેં પાકિસ્તાનને સોંપી દીધું”

”मैंने तो लाहौर भारत को दे दिया था, लेकिन तभी मुझे अहसास हुआ कि पाकिस्तान के पास कोई बड़ा शहर नहीं है। मैं कलकत्ता पहले ही भारत को दे चुका था। मुझे लाहौर पाकिस्तान को देना पड़ा।”

આ કહ્યું હતું ભારત-પાકિસ્તાન ની વચ્ચે ભાગલા ની લાઈન ખેંચનારા સિરિલ રેડક્લિફ નું. લોર્ડ માઉંટબેટને રેડક્લિફ ને બાઉન્ડરી કમિશનના ચેયરમૈન બનાવ્યા હતા. તેના પર જ સીમા રેખા ખેંચવાની પુરી જવાબદારી હતી. રેડક્લિફે લાહૌર ના આ કિસ્સા વિશે એક ઇન્ટરવ્યૂમાં તેનું વર્ણન કર્યું હતું. ભગલાના આવા જ અમુક કિસ્સાઓ, જે આજે અમે તમને અહીં બતાવવા જઈ રહ્યા છીએ.કિસ્સો-1:પાકિસ્તાનને એક મોટું શહેર આપવાનું હતું માટે લાહૌર આપી દીધું:

લાહૌરને પાકિસ્તાનમાં આપવાનો કિસ્સો પણ એકદમ દિલચસ્પ છે. લાહૌરમાં હિંદુ અને શીખ કમ્યુનિટી ના લોકો અને તેની પ્રોપર્ટી વધુ સંખ્યામાં હતી. તેના છતાં પણ આ શહેર પાકિસ્તાને માત્ર એટલા માટે આપવામાં આવ્યું કેમ કે તેની પાસે કોઈ મોટું શહેર ન હતું. ભારતમાં ભાગલાની લકીર ખેંચનારા રેડક્લિફે પોતાના એક ઇન્ટરવ્યૂ માં આ વાત જણાવી હતી. તેણે જણાવ્યું કે તેઓની પાસે આના સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો.
મુસ્લિમો સાથે ભેદભાવના આરોપ છતાં પણ રેડક્લિફે કહ્યું કે, ”પાકિસ્તાનીઓએ મારો આભાર માનવો જોઈએ, કેમકે મેં દલીલોથી હટીને તેઓને લાહૌર સોંપી દીધું હતું, જે ખરેખર ભારતનો હિસ્સો હોવો જોઈતો હતો. ભાગલા કરવાના સમયે મેં હિંદુઓ કરતા મુસલમાન નો વધુ પક્ષ લીધો હતો”.

કિસ્સો-2: યોગ્ય સમયે ભારતના હિસ્સામાં આવી ગયું ફિરોજપુર શહેર:

ભાગલાના સમયે પંજાબ નો કયો હિસ્સો ભારતમાં રહેશે અને કયો પાકિસ્તાનમાં તે રેડક્લિફ નક્કી કરી ચુક્યા હતા. તેમણે હિન્દુતાન ના નકશા પર ભાગલાની લકીર પણ ખેંચી નાખી હતી, પણ માઉંટબેટનના દબાવમાં તેને આ નિર્ણય બદલાવો પડ્યો હતો.

કિસ્સો-3: વધુ દિવસ નહિ ટકી શકે ઉમદા પાકિસ્તાન:

જિન્ના એ જયારે મુસ્લિમો માટે દેશ પાકિસ્તાનની ડિમાન્ડ રાખી હતી, ત્યારે માઉંટબેટને તેને સાવધ કર્યા હતા કે તમને અપંગ, વિખેરાયેલું અને ઉમદા પાકિસ્તાન મળશે, જે વધુ સમય સુધી ટકી નહિ શકે. લાહૌર રેજોલ્યુંશનના આધારે, મુસ્લિમ લીગ પંજાબ અને બંગાળમાં આવનારા કોઈપણ મુસ્લિમ જોનની ડિમાન્ડ નહીં કરી શકતી ન હતી, તે બંને પક્ષોના સમર્થન પર જ નિર્ભર હતું. એવામાં જિન્ના ના ઇચ્છવા થી તેને કંઈપણ મળવાનું ન હતું. ભાગલાથી નાખુશ જિન્ના ના માઉંટબેટનને ગુસ્સા માં એ કહી દીધું કે મને તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો કે તમે મને કેટલો મોટો કે કેટલો નાનો હિસ્સો આપશો, પણ જે પણ હિસ્સો રહેશે તે મારો પોતાનો રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!