ભારતનું નામ ખરાબ કર્યું, ક્રુઝમાં ભારતીય કંપનીના કર્મચારીઓ એ એવું ગંદુ કામ કર્યું કે …..જાણો વિગત

0

ઓસ્ટ્રેલિયા માં ક્રુઝ પર રજાઓ મનાવા માટે ગયેલા ભારતની એક તંમાકુ કંપની ના લગભગ 1000 જેટલા કર્મચારીઓ એ કઈક એવું કાંડ કરી દીધું, જે પુરા દેશ માટે શર્મસાર બની ગયું છે. જેને લીધે ક્રુઝ પર સવાર થઇ રહેલા અન્ય વિદેશી યાત્રીઓ નું વેકેશન પણ ખરાબ થઇ ગયું હતું. રૉયલ કૈરેબિયન ક્રુઝ કંપની આ મામલા ની જાંચ કરી રહી છે અને ટુરિસ્ટ કંપની એ ક્રુઝ પર રહેલા યાત્રીઓ ના પૈસા પાછા આપવાની ઘોષણા કરી છે. વાત કઈક એવી હતી કે તમાકું કંપની માં કામ કરનારા લગભગ 1000 ભારતીયો રૉયલ કૈરેબિયન સી માં ક્રુઝ પર વેકેશન ની મજા માણવા માટે ગયા હતા. પણ ત્યાં કર્મચારીઓ એ એટલો હલ્લો મચાવ્યો કે ક્રુઝ પર સવાર અન્ય યાત્રીઓ નું વેકેશન પણ બરબાદ થઇ ગયું હતું.

રિપોર્ટના આધારે ભારતીય કંપની ના કર્મચારીઓ એ બોર્ડ પર ડાંસર બોલાવી હતી જેમણે પ્લેબોય બુનિજ અને બર્લસેક ડાંસર ના રૂપ માં કપડા પહેરી રાખ્યા હતા. જેઓ એકદમ અલગ પ્રકારના ડાન્સ માં જોવા મળ્યા હતા. આ સિવાય કર્મચારીઓ એ ક્રુઝ ના પુલ ડેક અને બાર પર પોતાનો કબ્જો જમાવી રાખ્યો હતો. ડાન્સરો ના કપડા અને અને તેના ડાન્સ ને જોઈને કર્મચારીઓ એકદમ પાગલ બની ગયા હતા, જેને લીધે ઓસ્ટ્રેલિયન યાત્રીઓને તેઓના રૂમમાં જવું પડ્યું  હતું.

આ સિવાય ક્રુઝ માં રહેલી એક ઓસ્ટ્રેલિયન મહિલા એ આરોપ લગાવ્યો હતો કે આ ભારતીય કર્મચારીઓ પોતાના મોબાઈલ માં તેઓનું રેકોર્ડિંગ પણ કરી રહયા હતા.આ સિવાય તેઓ અત્યંત મર્યાદાવિહીન વ્યવહાર કરી રહ્યા હતા.

એક મહિલા એ એ પણ જણાવ્યું હતું કે, ‘તેઓના રૂમ નો દરવાજો પણ ખુલ્લો હતો. ત્યાંથી પસાર થવું પણ ખુબ જ મુશ્કિલ બની ગયું હતું. તે લોકો દરેક ને એકદમ વિચિત્ર અને અલગ રીતે જોઈ રહ્યા હતા જેને લીધે ત્યાંથી પસાર થવું પણ અન્ય લોકો માટે મુશ્કિલજનક બની ગયું હતું.

ભારતીય કર્મચારીઓના આવા પ્રકારના વ્યવહાર ને લીધે ક્રુઝ પર થનારા ઘણા કાર્યક્રમો ને કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. ક્રુઝ પર સવાર એક અન્ય વ્યક્તિ એ જણાવ્યું કે, ”તેઓ બધા એકદમ પાગલ હતા. પ્લેબોય ની શોર્ટ ડ્રેસ પહેરીને આવી રીતે ફેમિલી ટુર પર જવું થોડુ વિચિત્ર હતું”.

ક્રુઝ પર તમાકુ કંપની એ સપ્ટેમ્બર માં જહાજનો અળધાથી વધુ ભાગ બુક કરાવ્યો હતો. આ ક્રુઝ 3,000 લોકો માટે જ પર્યાપ્ત હતી.

જણાવી દઈએ કે તેની પહેલા પણ વર્ષ 2012 માં તમાકું કંપની ઓસ્ટ્રેલિયાઈ અને ભારત ની વચ્ચે ટેસ્ટ સિરીઝ ના દરમિયાન ગેરકાનૂની વિજ્ઞાપન ને લીધે શર્મિંદા થઇ ચુકી હતી.

રૉયલ કૈરેબિયાઈ ઓસ્ટ્રેલિયા ક્રુઝ કંપની એ તે સુનિશ્ચિત કર્યું છે કે ફરીથી યાત્રીઓ ને આવા પ્રકારની સમસ્યા નહિ આવે. તેના સિવાય આ ઘટના ની જાંચ શરૂ કરતા યાત્રીઓ ને પોતાના પૈસા પાછા આપી દેવાની પણ ઘોષણા કરી નાખી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here