ભારત નું છે આ છેલ્લું ગામ , અહીંયા ફક્ત આવવા થી જ સુધરી જાય છે આર્થિક સ્થિતિ – અદભુત ફોટોસ જુવો

0

ભારતનું છેલ્લું ગામ માણા

આર્થિક રૂપ થી પરેશાન રહેવા વાળા લોકો માટે ભારત નું આ છેલ્લું ગામ કોઈ ચમત્કારી જગ્યા થી ઓછું નથી. એવું માનવ માં આવે છે કે ભગવાન શિવ ની એવી મહિમા છે કે અહીંયાં જે પણ આવે છે એમને આર્થિક સ્થિતિ સુધરી જાય છે. એ ગામ છે માણા. માણા ગામ ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લા ના સ્થિત છે જે બદ્રીનાથ થી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે.

ભક્ત ના નામ પર રાખવા માં આવ્યું ગામ નું નામ

ભારત તેમજ તીબ્બત સીમા માં સ્થિત આ ગામ નું નામ ભગવાન શિવ ના ભક્ત મણિભદ્ર દેવ ના નામ પર રાખવા માં આવ્યું છે. એવું માનવ માં આવે છે કે આ ગામ શ્રાપ મુક્ત છે અને જે પણ આ ગામ માં આવે છે એ વ્યક્તિ એના પાપો થી મુક્ત થઈ જાય છે.

ભીમ પુલ
સૌથી પહેલા નજર આવે છે ગણેશ ગુફા

સમુદ્ર ના તટ થી લગભગ 3 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલ આ ગામ માં ઘણા ઐતિહાસિક સ્થળો છે. ગામ માં જતા જ પેહલા ગણેશ ગુફા અને વ્યાસ ગુફા નજર આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ગણેશ ભગવાન વેદો ની રચના કરતા હતા ત્યારે સરસ્વતી નદી એના પુરા વેગ માં વહેતી હતી એને કારણે અવાજ પણ કરતી હતી. એવા માં ગણેશ ભગવાન એ એને અવાજ ઓછો કરવા માટે કહ્યું , કારણકે એમને એમના કાર્ય માં વિઘ્ન પડતો હતો,પણ સરસ્વતી નદી ના માની. એ વાત થી નારાજ થઈ ભગવાન ગણેશ એ એને શ્રાપ આપ્યો કે એના થી આગળ એ કોઈ ને નહીં દેખાય. એના કારણે જ સરસ્વતી નદી થોડી દૂર જઈ અને અલકનંદા માં ભળી જાય છે.
આવી રીતે બન્યો ભીમ પુલ

સરસ્વતી નદી ઉપર ભીમ પુલ છે , જેના વિશે કેહવા માં આવે છે કે જ્યારે પાંડવો સ્વર્ગ માં જઈ રહ્યા હતા તો સરસ્વતી નદી પાસે કિનારો માંગ્યો , પણ એમને રસ્તો ના મળ્યો , એવા માં મહાબળી ભીમ એ બે મોટી શિલાઓ ઉપાડી અને એના પર રાખી દીધી , જેના કારણે આ પુલ નું નિર્માણ થયું.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here