ભારતનું આ ગામ રાતો-રાત બની ગયું કરોડપતી, જાણો પૂરી કહાની…એશિયાનું સભવત:પહેલું ગામ, જ્યાં રહે છે કરોડપતિ.

0

એશિયાનું સભવત:પહેલું ગામ, જ્યાં રહે છે કરોડપતિ.

જો અમે તમને કહીએ કાલ રાત સુધી ગરીબીની રેખા નીચે રહેનારો એક વ્યક્તિ રાતો-રાત કરોડપતિ બની ગયો તો તમે અમારી વાત પર વિશ્વાસ કરશો કે નહિ? તમને લાગશે કે અમે મજાક કરી રહ્યા છીએ કે પછી તેની લોટરી લાગી ગઈ હશે કે પછી ખુદ કુબેર ભગવાન આવીને તેને રૂપિયા આપી ગયા હશે.

પણ અસલ માં તેવું જ થયું છે અને તે પણ માત્ર એક વ્યક્તિ સાથે નહિ પણ પૂરા ગામની સાથે આવું થયું છે. એક ગામના લોકો જેઓ ગરીબીમાં જીવી રહ્યા હતા, જેની પાસે ખાવાના પણ પૈસા ન હતા. આજે તે ગામના દરેક પરિવાર કરોડપતિ છે. કહેવાથી તો એક કહાની ની જેમ લાગે છે પણ તેની પાછળ પણ એક હકીકત છુપાયેલી છે.

1. અરુણાચલ પ્રદેશની જનતા:

અરુણાચલ પ્રદેશને તેની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાનાં લોકોના સરલ સ્વભાવને લીધે ઓળખવામાં આવે છે. પણ ત્યાની ગરીબીની હર કોઈને જાણ છે.

2. રાતો-રાત બદલાઈ ગયું જીવન:

પણ અહીના તવાંગ જીલ્લામાં બનેલા બોમજા ગામનાં નિવાસીઓનું જીવન એક જટકામાં ત્યારે બદલાઈ ગયું, જ્યારે તે દરેકને કરોડો રૂપિયાનું વળતર મળ્યું હતું.

3. જમીનના બદલે વળતર:

અહી ભારતીય સેનાએ એક પ્રોજેક્ટ પર કામ શરુ કરવા માટે ગામની જમીન લીધી હતી. અને તેના બદલામાં ગામ વાળાને વળતર આપવામાં આવે છે. જેમાં ગામના લોકો કરોડો રૂપિયાનું ભુગતાન પણ કરવામાં આવેલું છે.

4. મુખ્યમંત્રી એ આપી જાણકારી:

તેની જાણકારી અરુણાચલપ્રદેશનાં મુખ્યમંત્રી પેમાં ખાંડું એ ખુદ પોતાના ટ્વીટર એકાઉંટ પર આપી છે.

5. જાણો પૂરી વાત:

તેઓએ એ પણ જણાવ્યું કે જમીનના એવજ માં ગામના 31 પરિવારોને કુલ 40.8 કરોડ રૂપિયાનું ભુગતાન કરવામાં આવ્યું છે.

6. 1-1 કરોડનું ભુગતાન:

રીપોર્ટસના આધારે અરુણાચલ પ્રદેશના બોમજા ગામમાં સેના તવાંગ ગૈરસનની એક અન્ય યુનિટ સ્થાપિત કરવા માંગે છે. તેને લીધે જમીન લેવામાં આવી છે અને તેના બદલામાં હર પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

7. એક પરિવારને 6.7 કરોડ રૂપિયા:

કહેવામાં આવે છે કે 31 મેં થી 29 પરિવારોનાં ખાતામા 1.09 કરોડ રૂપિયાની રકમ આવેલી છે. સાથે જ એક પરિવારને 2.4 કરોડ રૂપિયા તો એક પરિવારને 6.7 કરોડ રૂપિયા મળ્યા હતા. સંભવ છે કે આ પહેલું ગામ છે કે જ્યાં દરેક પરિવાર કરોડપતી છે.

8. ખુદ મુખ્યમંત્રીએ આપી આ રકમ:

મુખ્યમંત્રી પેમાં ખાંડું બોમજા ગામ પહોંચ્યા હતા. ત્યાં જઈને તેઓએ ખુદ આ રકમ ગામના લોકોએ આપી હતી અને આવી રીતે આ વળતર બાદ બોમજા, એશિયા નાં અમીર ગામની લીસ્ટમાં શામિલ છે.

9. વિકાસ તરફ વધી રહ્યું અરુણાચલ:

પેમાં ખાંડુંએ કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગ દર્શનમાં અરુણાચલનો વિકાસ થઇ રહ્યો છે’. તેઓએ આગળ કહ્યું કે, ‘અરુણાચલને રેલ, હવાઈ માર્ગ અને ડીજીટલ, સડક સેવાઓ પર જોડાવા માટે જોર દેવામાં આવી રહ્યો છે’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!