આ દેશમાં આવેલી છે સૌથી મોટી ચોર બજાર છે, જેમાં કોડીઓના ભાવમાં મળે છે બ્રાન્ડેડ વસ્તુઓ..

હવે મુંબઈમાં તમે મધ્યરાત્રિએ કરિયાણાનો કોઈપણ સામાન ખરીદી શકશો અને તમારા મનપસંદ રેસ્ટોરન્ટમાં ખાઈ પણ શકો છો. રાજ્ય સરકારે સમગ્ર મહારાષ્ટ્ર માટે દુકાનો અને મોલ્સ ખોલવાની પરવાનગી આપી છે.જેમાં સરકારે રાત્રે પણ મોલ્સ ને દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે. પરંતુ મૂંબઈમાં એક એવું પણ માર્કેટ આવેલું છે. જેમાં ઘણા દસકાથી એ સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જે દેશના સૌથી મોટા ચોર બજાર તરીકે પ્રસિદ્ધ કમાઠીપુરા વિસ્તારની એક અડધી શેરીમાં ભરતી ભરાતી ગુપ્ત બજાર તરીકે પણ પ્રખ્યાત છે.– રાજ્ય સરકારે તેના સંબંધિત નોટિસો પણ બહાર પાડી છે. જેના કારણે મહારાષ્ટ્રમાં ઘણા બધા પ્રકારના શોપ અને છૂટક વેચાણ મથકોને 24×7 ખુલ્લા રાખી શકાશે. જો કે વાઇન શોપ અને બીયરબારને આમાંથી બાકાત રાખવામા આવ્યા છે.-જેના કારણે ગ્રાહકોને સીધો જ ફાયદો થશે. ગ્રાહકો હવે નિશ્ચિંત રહીને રાત્રિના સમયે પણ આરામથી શોપિંગ કરી શકશે.– હોટલ, મૉલ્સ, મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં, સલુન્સ એ ઉપરાંત ઘણી બધી સેવાઓ ગ્રાહકો માટે રાતોરાત ખુલ્લી રહેશે. તો બીજી તરફ, સાડી, કપડાં, ફૂટવેર જેવી વસ્તુઓની બજારો અને દુકાનો પર પણ ગમે ત્યારે મનભરીને શોપિંગ કરી શકશો.

સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે આ માર્કેટ :આ બજાર મુંબઈના કામતીપુરા વિસ્તારમાં એક અડધી રસ્તામાં જોવા મળે છે. 4 વાગ્યે શરૂ કરીને, આ બજાર 8 વાગ્યે બંધ થાય છે. એવું કહેવાય છે કે આ બજાર 1950માં શરૂ થયું હતું. શરૂઆતના સમયગાળામાં આ બજાર માત્ર શુક્રવારે જ ખુલ્લુ રહેતું. પરંતુ હવે આ માર્કેટ શુક્રવાર અને ગુરુવારે પણ ભરાય છે.

આ માર્કેટનું રહસ્ય શું છે?કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં મુંબઈની આસપાસના નાના ફેક્ટરીઓમાંથી થોડો સામાન આવે છે. જે ઓછી કિંમતે વેચાય છે. કેટલીક બ્રાન્ડેડ કંપનીઓનો ડિફેક્ટિવ માલ અહીના વેપારીઓ ખરીદે છે. જેને રીપેર કરીને અહિયાં અડધા ભાવે વેચાય છે.

8 હજાર ચપ્પલ માત્ર માત્ર 1500 માં જ :

મીડિયાના અહેવાલો અનુસાર, નાઇકનું ઈયર મેક્સ 2014 સ્પોર્ટ્સ રનિંગ સૂઝનો ભાવ હાલ ચાલી રહ્યો છે બજારમાં 8 હજાર રૂપિયા, આ બજારમાં મળશે માત્ર 1500 રૂપિયામાં જ . કેટ કંપનીન લેધર શૂઝ અહિયાં માત્ર 800 રૂપિયામાં જ મળી રહેશે.

મેડન ઇન ચાઇના, હવે ટ્રેન્ડ બદલાયો :એક સમયે હતો જ્યારે આ માર્કેટમાં માત્ર ચોરીની જ વસ્તુઓ વેચાતી હતી. પરંતુ હવે સમય બદલાયો છે. અહિયાં ચાઇનાની કોઈપણ વસ્તુ તમને તેની કિમત કરતાં અડધા ભાવે જ મળશે. અહીંયા જૂતાં બજાર ખૂબ વિશાળ છે.

કરોડોનું ટર્નઓવર :

-આ બજારમાં વેપારીઓ સેંકડો માલ વેચવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે એક દિવસમાં લગભગ 15 થી 20 કરોડનો વ્યવસાય કરે છે. ખૂબ ઓછા ખર્ચે માલ ખરીદવા માટે નાના શહેરોના વેપારીઓ પણ અહીં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!