જાણવા જેવું: ભારત ના આ રેલ ટ્રૈક પર આજે પણ છે અંગ્રેજ સરકારની હુકુમત, ભારત સરકારે આજે પણ ચૂકવે છે મોટી રકમ……

0

આપણો દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો હતો એ તો બધા જાણે છે, પણ આજે પણ એક દેશના હિસ્સા પર બ્રિટિશો નું રાજ ચાલે છે. આ જગ્યા આજે પણ આજાદ નથી થઇ શકી. અમે વાત કરી રહ્યા છીએ આપણા દેશમાં સ્થિત એક એવા રેલવે ટ્રૈક ની જ્યાંથી દરેક વર્ષ 1.20 કરોડ ની રોયલ્ટી બ્રિટેન ને જાય છે કેમ કે અત્યારે પણ આ ટ્રૈક પર માલિકિનો હક ભારતીય રેલવે નો નહિ પણ બ્રિટેન ની એક કંપની ની પાસે છે.ભારતીય રેલવે આ નૈરો ગેજ વાળા ટ્રૈક નો ઉપીયોગ કરવા માટે દરેક વર્ષ 1.20 કરોડ રૂપિયાની રોયલ્ટી બ્રિટેન ની એક પ્રાઇવેટ કંપની ને સોંપે છે. આ ટ્રૈક થી માત્ર એક જ ટ્રેન પસાર થાય છે અને તે શકુંતલા એક્સપ્રેસ પૈસેન્જર. મહારાષ્ટ્ર ના અમરાવતી થી મુર્તજાપુર ની વચ્ચે ચાલનારી આ ટ્રેન 189 કિમિ નો સફર 20 કિમિ પ્રતિ કલાક ની સ્પીડ થી પૂરો કરે છે.
જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા આ રેલ ટ્રૈક ને ખરીદવાના ઘણા પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે, પણ અમુક કારણો ને લીધે તે સંભવ ના થઇ શક્યું. જેના ચાલતા આજે પણ તેના પર બ્રિટેન ની કંપની નો કબ્જો છે. બ્રિટેન ની આ કંપની જ તેની દેખરેખ નું પૂરું કામ સંભાળે છે.જો કે આ બસ કહેવાની વાત છે કેમ કે દરેક વર્ષ પૈસા આપવા છતાં પણ આ ટ્રેક ખુબ જ ખરાબ થતો જઈ રહ્યો છે. તેના વિશે રેલવે અધિકારીઓ નું કહેવું છે કે આગળના 60 વર્ષોથી આ ટ્રૈક પર કોઈ જ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
તે ખુબ જ જોખમ ભર્યું છે કેમ કે 7 કોચ વળી શકુંતલા એક્સપ્રેસ આ ટ્રેક થી પસાર થાય છે અને તેમાં દરેક રોજ એક હજાર થી પણ વધુ લોકો સફર કરે છે.
જાણકારી માટે જણાવી દઈએ કે અંગ્રેજો એ આ ટ્રૈક નું નિર્માણ અમરાવતી થી કપાસ મુંબઈ પોર્ટ સુધી પહોંચાડવા માટે કરાવ્યું હતું. વર્ષ 2014 માં પહેલી વાર અને એપ્રિલ 2016 માં બીજી વાર તેને બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ સ્થાનીય લોકો ની માંગ ના ચાલતા તેને ફરીથી શરુ કરી દેવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here