ભારતના 7 અજીબો-ગરીબ કાનુન જાણીને ઉડી જાશે તમારા હોંશ….

0

કોઈપણ દેશમાં કાનુન બનાવાનો મતલબ લોકોને ગલત અને અજીબ કામ કરવાથી રોકવાનું છે. જો કે, પોતાના દેશના અમુક કાનુન વિશે જાણીને તમારું મગજ જ ફરી જાશે,  કેમ કે આ કાનુન કોઈ ગલત ચીજોને રોકવા માટે બનાવામાં નથી આવ્યા, પણ તે પોતાનામાં જ ખુબ વિચિત્ર અને અનોખા છે અને તેને જોયા બાદ લાગે છે કે આખરે તેને બનાવ્યા જ શા માટે હશે.

1. 18 વર્ષની ઉમરમાં તમને વોટ આપવાનો અધિકાર છે, પણ શરાબ પીવાનો નહિ:

ભારતમાં કાનુન શરાબ પીવાની ઉમર દરેક રાજ્યમાં અલગ-અલગ છે. દિલ્લીમાં તે 25 વર્ષ છે, જ્યારે રાજસ્થાન, ઉતર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ માં 21 વર્ષ છે. તમને જાણીને હેરાની લાગશે કે મહારાષ્ટ્રમાં 21 વર્ષ વાળાને બીયર અને વાઈન પીવાનો પણ અધિકાર છે, પણ તે અન્ય ડ્રીંક પી નથી શકતા. તેના માટે તમારે 25 વર્ષનું થવું પડશે. આ કાનુનનો કોઈ અર્થ તમને સમજમાં આવે છે. જેવું કે તમે બધા જાણો છો કે ભારતમાં 18 વર્ષની ઉમરના બાળકોને બાલિક માનવામાં આવે છે અને તેઓને વોટ આપવાનો અધિકાર પણ છે. આટલું જ નહી, આ ઉમરમાં છોકરીઓના લગ્ન પણ કાનૂની રૂપથી માન્ય નથી, તો શરાબ પીવા માટે 25 વર્ષ ઉમર નક્કી કરવાનો શું મતલબ છે. શું શરાબ પીવા માટે વધુ મેચ્યોરીટીની જરૂર હોય છે?

2. પતંગ ઉડાળવા માટે પરમીટ હોવું જરૂરી:

ફાયરક્રાફ્ટ એક્ટ 1934 નાં આધારે પોલીસની મંજુરી વગર પતંગ ઉડાળવી કાનૂની અપરાધ છે. હેરાન રહી ગયાને સાંભળીને? તો જાણી લો કે અત્યાર સુધી તમે જેટલી વાર પતંગ ઉડાળી છે, તેટલી વાર તમે કાનુન તોડ્યા છે. કમ સે કમ એયરક્રાફ્ટ એક્ટ તો આવુજ કહે છે. કદાચ તમને ખબર નહિ હોય કે આવું કરવા પર તમારા પર 10 લાખ નો જુર્માનો અને 2 સાલની જેલ પણ થઇ શકે છે.

3. માત્ર ભારતીય ડાક સેવા જ પત્રોનું વિતરણ કરી શકે છે:

ચોંકી ગયા ને? ઇન્ડિયન પોસ્ટ ઓફીસ એક્ટ 1898નાં આધારે માત્ર ભારતીય ડાક જ તમારા એડ્રેસ પર પત્ર મોકલાવી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તો કુરિયર કંપનીઓ કેવી રીતે કામ કરી રહી છે. જો કે કુરિયર કંપનીઓ પત્રોને ડોક્યુંમેન્ટ એટલે કે દસ્તાવેજ કહે છે માટે તેમને આ ડીલીવરી કરવાનો અધિકાર છે.

4. વૈશ્યાવૃતિ કાનૂની છે, પણ તમે તેની દલાલી ન કરી શકો:

વૈશ્યાવૃતિને જો કોઈ નીજી વ્યાપારનાં રૂપમાં કરે છે, તો તે કાનૂની છે. પણ જો કોઈ સાર્વજનિક જગ્યા પર ગ્રાહકોને આકર્ષિત કરવાની કોશીસ કરે તો તે ગેરકાનૂની માનવામાં આવે છે. વૈશ્યાલય, પ્રોસ્ટીટ્યુશન રિંગ્સ, પીંપિગ વેગેરે ગેરકાનૂની છે. કદાચ તમે કન્ફયુઝ થઇ ગયા છો. જો કે ભારતમાં વૈશ્યાવૃતિને લઈને કોઈ સ્પેશીયલ કાનુન નથી.

5. ઇન્ટરનેટ સેંસરશીપ:

ઇન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ 2000 નાં ચાલતા ઓનલાઈન પોર્નોગ્રાફી ગૈરકાનૂની છે. જો કે, એકલામાં તમે તેને જોઈ શકો છો.

6. કેરલ માં ત્રીજું બાળક હોવા પર જુર્માના આપવું પડે છે:

કેરલમાં માત્ર બે બાળકો પૈદા કરવાની મંજુરી છે. અને જો કોઈ દંપતીએ ત્રીજું બાળક થાય છે તો તેઓને 10,000 જેટલો દંડ ભરવો પડે છે. સાથે જ કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો ફાયદો પણ માત્ર પહેલાં બે બાળકોને જ મળે છે.

7. કોઇપણ પ્રકારની અશ્લીલતા ન ફેલાવી:

ઇન્ડિયન પીનલ કોડની ધારા 294 નાં ચાલતા જો કોઈ વ્યક્તિ સાર્વજનિક રૂપથી કાઈ પણ અશ્લીલ બોલે કે અશ્લીલ હરકત કરે છે તો તે સજાનો ભોગી બને છે, પણ હેરાનીની વાત એ છે કે ‘અશ્લીલ’ શબ્દની વ્યાખ્યા કહેવામાં આવી નથી. તો કેવી રીતે ખબર પડે કે અશ્લીલનો મતલબ શું છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!