ભારતમાં કરી લીધી ખુબ જ Road Trips, હવે પ્લાન કરો આ 9 દેશોમાં.. જલસા પડી જશે વાંચો આર્ટિકલ

0

દોસ્તો જો તમે લોકો રોમાંચક રોડ ટ્રીપ પર જવા માટેની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે તેના માટે વધુ નહી પણ બસ તમારા અમુક મિત્રો કે ફેમીલી, એક બૈગ, શુકુન અને મસ્તી ભરેલા સોંગ્સ અને એક કારની જ જરૂર છે.ઇન્ડીયામાં તો તમે ઘણી એવી રોડ ટ્રીપ્સ કરી હશે પણ આ વખતે સડકો પર થોડું ચાલતા-ચાલતા ઇન્ડીયાની બહાર નીકળી જઈએ તો કવું રહેશે. છે ને કઈક અલગ અને રોમાંચિત વાળો આઈડીયા? તો ચાલો આજે અમે તમને અમુક એવીજ રોડ ટ્રીપ્સને રૂબરૂ કરાવીએ જ્યાં તમે દોસ્તોની સાથે જવા માટે જરૂર વિચારશો.1. નેપાલ: નેપાળ એક એવો દેશ છે જ્યાં પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે. નેપાળને માઉન્ટ એવરેસ્ટનો દેશ પણ કહેવામાં આવે છે. અહીના મંદિરોમાં તમને શુકુન અને શાંતિનો અનુભવ જોવા મળશે. ફરવા લાયક જગ્યાઓમાં નેપાળ સૌથી ઉપર આવે છે. જો તમે નેપાળમા રોડ ટ્રીપ કરો છો તો તમને પહાડીઓ પર ઘુમાવદાર સડકો, બર્ફીલી ચોટીઓ અને ચારે બાજુ પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે.

2. બાંગ્લાદેશ:લગભગ 700 નદીઓનો દેશ, બાંગ્લાદેશમાં પ્રાચીન સભ્યતાને પોતાનામાં સમાયેલા છે. અહીના લોકો બંગાળી ભાષાની સાથે ખુલ્લા દિલથી તમારું સ્વાગત કરે છે અને તમને પોતાના બનાવી લેશે. સડકના રસ્તાઓથી બાંગ્લાદેશ પહોંચવું મુશ્કેલ નથી, પણ આ ટ્રીપમાં તમને ખુબ જ આનંદ મળશે. આ ટ્રીપમાં તમે કોલકતા, સિલીગુડી, અગરતલા, શિલાંગ અને એવી જ નોર્થ ઇસ્ટની ઘણી જગ્યાઓ ક્રોસ કરશો.

3. ભુટાન:ભૂટાન નવી અને જૂની પરંપરાઓનું અનોખું મિશ્રણ છે. ભૂટાનને દુનિયાનો સૌથી ખુશનુમા દેશનો દર્જો આપવામાં આવ્યો છે. અહીની સભ્યતા અને પરંપરાઓનો ભારત સાથે ખુબ સારો સંબંધ છે.ભૂતાન સુધીની સડક યાત્રાનાં દરમિયાન તમને એવા-એવા સુંદર દ્રશ્યો જોવા મળશે તમારું મન ભરાશે જ નહી. આ તમારા માટે એક એવી યાત્રા હશે જેને તમે ક્યારેય ભૂલી નહિ શકો.

4. મ્યાનમાર:મ્યાનમાર એક એવો દેશ છે જેના ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ અને હિન્દ મહાસાગર તથા દક્ષીણ-પૂર્વની દિશામાં ઇન્ડોનેશિયા સ્થિત છે. જો તમે જીવવાની નાની-નાની ચીજોમાં ખુશી મેળવવાની કલા શીખવા માગો છો તો એક વાર તમારે અહી જરૂર જવું જોઈએ. મ્યામનારની યાત્રાની શરૂઆત તમે મણીપુરમાં સ્થિત મોરેહની સડકોથી કરી શકો છો.

5. થાઈલૈંડ:એવું માનવામાં આવે છે કે 3200 કિમી લાંબો ઇન્ડીયા-મ્યામનાર-થાઈલૈંડ હાઈવે 2016 માં ઘણી એવી રોડ ટ્રીપ્સ માટે ખોલી દેવામાં આવશે. જો તમે ફ્લાઈટથી થાઈલૈંડ જવા વિશે વિચારી રહ્યા છો તો થોડા રોકાઈ જાઓ અને થાઈલૈંડ માટે રોડ ટ્રીપની પ્લાનિંગ કરો અને તમારી યાત્રાને યાદગાર બનાવો.

6. કંબોડિયા:કંબોડિયા એક એવો દેશ છે જેની રાષ્ટ્રભાષા એક સમયે સંસ્કુત હતી. આ દેશને ભગવાનનું રાજ્ય પણ કહેવામાં આવે છે. કંબોડિયાની સંસ્કૃતિ અને સભ્યતા પણ ભારત સાથે મળતી આવે છે.

7. મલેશિયા:એક આવી જગ્યા જ્યાં તમને પ્રાચીન સમુદ્ર તટોની સાથે વિશાળ ગંગનચુંબી ઈમારતો પણ જોવા મળશે.

8. સિંગાપોર:સિંગાપોર, મલેશિયાનાં પાડોશી દેશના રૂપમાં પણ જાણવામાં આવે છે, સિંગાપોરને નાનું ઇન્ડીયા અને નાનું ચીન પણ કહેવામાં આવે છે. સિંગાપોરની દરેક રાત મેળા જેવી હોય છે અને અહી આવીને તમને એવું નહિ લાગે કે તમે કોઈ બીજા દેશમાં આવ્યા છો કેમ કે અહી ઘણા ભારતીયો પણ વસેલા છે.

9. વિયેતનામ:વિયેતનામ ખુશમિજાજ લોકોનો દેશ છે. અહી આવીને તમે પણ ખુશી અને આનંદનાં માહોલમાં રંગાઈ જાશો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here