2 દશકો પછી પરિવારમાં જન્મી દીકરી, પરિવારે ફૂલો અને સમારોહ ની સાથે કર્યું સ્વાગત….કેટલી લાઈક આપશો?

0

દેશભરમાં દીકરીઓની સુરક્ષાને લઈને ઘણા પ્રકારના અભિયાન ચલાવામાં આવી રહ્યા છે અને બેટી બચાઓ-બેટી ભણાઓ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર પણ છોકરીઓ ના ઉત્થાન માટે પગલાં લઇ રહી છે પણ સૌથી પહેલા સમાજ ને ખુદ જાગરૂક હોવાની જરૂર છે.આજે પણ દેશ ના ઘણા હિસ્સાઓ એવા છે જ્યાં ઘરમાં દીકરીનું જન્મવું દુઃખ ભરી ઘટના બની જાય છે. પણ આજે અમે તમને એક એવા પરિવાર થી મળાવવા જઈ રહ્યા છીએ જેઓએ સમાજ માટે એજ મિસાલ કાયમ કરી છે અને તેઓ તેવા લોકો માટે પ્રેરણાસમાન છે જેઓ દીકરી અને દીકરા માં ભેદભાવ રાખે છે.
આ ઘટના મધ્યપ્રદેશ ના ગુના જિલ્લા ની છે અને અહીંના નયાપુરા ક્ષેત્ર માં રહેનારા અગ્નિવંશી પરિવારે મંગળવાર ના રોજ પોતાની દીકરીના જન્મ થવાની સાથે જશ્ન મનાવામાં આવ્યો હતો.
હવે તમે કહેશો કે ઘરમાં કોઈ બાળક નો જન્મ થવો એ તો ખુશી ની વાત હોય જ છે પણ તમને એ જાણીને હેરાની લાગશે કે આ પરિવાર માં કન્યા નો જન્મ બે પેઢીઓ પછી થયો છે.
પુરા પરિવારને ખુબ જ ખુશી છે કે આખરે તેઓના પરિવાર માં દીકરી ની વાટ ખતમ થઇ છે અને ભગવાન ની કૃપા વરસી છે. પુરા પરિવારે ઘરમાં બાળકી ના સ્વાગત માટે ખાસ તૈયારી કરી હતી. હોસ્પિટલ થી બાળકી ને પીળા ફૂલો થી શણગારીને લાલ રંગ ની બોલેરો થી ઘરે લાવવામાં આવી હતી.
જેવી જ બાળકી ઘરે પહોંચી તેના પર પિતા અને પરિજનો દ્વારા ગુલાબ ની પાંખડીઓ અને ફૂલ વરસાવ્યા. બાળકોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. લોકો એ જોઈને હેરાન રહી ગયા હતા કે આખરે આવી શણગારેલી ગાડીમાં કોણ તેઓના ઘરે પહોંચ્યું છે અને એવો સમારોહ હતો કે જાણે કે કોઈ નવી દુલ્હન શણગારેલી ગાડીમાં ઘરે આવે છે.તેના પછી આસપાસ ના લોકોને જમવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. બાળકી ના પિતા ભુપેન્દ્ર સિંહ અગ્નિવંશી એ કહ્યું કે આગળની બે પેઢીઓ પછી તેઓના ઘરે એક દીકરી નો જન્મ થયો છે અને હજી તેના ત્રણ નાના ભાઈ અવિવાહિત છે અને તેઓને ઉમ્મીદ છે કે આગળ પણ તેઓના ઘરમાં આવી જ રીતે લક્ષ્મી આગમન કરે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here