જો કોઈ બેન્ક અધિકારી તમારી વાત ના સાંભળતો હોય તો આ નંબર પર ફોન કરો, ફાંફા પડી જશે અને તમારું કામ થઇ જશે

0

દિલ્હીમાં રહેતા કાર્તિકે છેલ્લા એક વર્ષથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. તે હંમેશાં ક્રેડિટ કાર્ડ વડે જ બિલ બધા ચૂકવતો હતો. આ વખતે પણ તેણે ચેકના માધ્યમથી જ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરી દીધું. પરંતુ આમ હોવા છતાં, બેંકે કાર્તિક પર મોડી ચુકવણીનો ચાર્જ લાદ્યો છે. કાર્તિકે બેંકને ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં કોઈ સુનાવણી નહોતી કરાઈ કે બેંકે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી. અંતે હારીને કાર્તિકને એનો દંડ ચૂકવવો પડ્યો, કાર્તિકની કોઈ ભૂલ ન હોવા છ્તા તેને દંડ ચૂકવવો જ પડ્યો. કાર્તિકની જેમ જ, આપણે પણ બૅંકની આ જ ભૂલોનો ભોગ બન્યા જ છીએ. પરંતુ તમને એ વાતનો ખ્યાલ નથી કે તમારી પાસે બેંકિંગ લોકપાલ એક મજબૂત અધિકાર છે. બેન્કના સર્વિસ સેકટરમાં જો તમારી કોઈ જ ફરિયાદને લેવામાં ન આવે તો તમે બેંકિંગ લોકપાલનો દરવાજો ખખડાવી શકો છો.

કોણ છે બેંકિંગ લોકપાલ –
બેંકિંગ લોકપાલ એક વરિષ્ઠ અધિકારી હોય છે જેની આરબીઆઇ બેન્કિંગ ક્ષેત્રમાં સંબંધિત ફરિયાદોને ઉકેલવામાટે નિમણૂક કરી હોય છે. હાલમાં 15 બેંકિંગ લોકપાલની નિમણૂંક કરવામાં આવી છે. જેમની ઓફિસ મુખ્યત્વે રાજ્યની રાજધાનીમાં હોય છે. આ યોજના હેઠળ, તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અનુસૂચિત પ્રાથમિક સહકારી બેંકો પણ આમાં શામેલ છે. કોઈપણ અધિકૃત પ્રતિનિધિ ફરિયાદ દાખલ કરી શકે છે. સૌથી વધુ નોંધપાત્ર રીતે, બેંકિંગ લોકપાલને ફરિયાદ કરવા માટે કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

કોઈપણ પ્રકારના કેસમાં લોકપાલ પ્રાધાન્ય આપે છે –

કોઈપણ પ્રકારનું ભૂગતાં અથવા ચેક ડ્રાફ્ટ્સ, બિલ્સ અથવા કલેકશનમાં જો વાર લાગે ત્યારની પરિસ્થિતીમાં.

આરબીઆઇના સૂચનોમાં નિયત ફી કરતાં વધારે લેવા અંગે,
બેંક દ્વારા કરવામાં આવેલી કોઈપણ અનિયમિતતા અથવા સાવચેતીના કારણે ચેક ચૂકવવામાં વિલંબને લગતી ફરિયાદ ફાઇલ કરી શકો છો.

જો બેંક ખાતું ખોલાવવા અથવા બંધ કરવા માટે કોઈપણ પ્રકારની ગેરસમજ વિશે ફરિયાદ કરી શકે છે. આરબીઆઇના સૂચન અનુસાર વ્યાજદર લેવા અથવા નિયત મર્યાદા કરતાં વધારે લેવા એ ફરિયાદનો વિષય છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર આપવામાં આવેલી સૂચનાઓના ઉલ્લંઘન વિશે પણ ફરિયાદ કરી શકો છો.

જો બેંક તમને કોઈપણ સેવા માટે મનાઈ ફરમાવે, બેન્ક કોઈપણ પ્રકારનું ટેક્સ લેવાની મનાઈ ફરમાવે, કે પછી બેન્ક પણ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર જ ગ્રાહક આસેથી વધારે ચાર્જ લે તો તમે ફરિયાદ દાખલ કરી શકો છો.

કોઈપણ સૂચના વગર ડિપોઝીટ એકાઉન્ટ બંધ કરવું, તમારા એકાઊંટને બંધ કરવું અથવા તેમાં વાર લગાવવી, બેન્ક તરફથી કોઈ પારદર્શી કોડનું પાલન ન કરવું,
બેન્કિંગ અને અન્ય સેવાઓ સંબંધી આરબીઆઇ દ્વારા જારી કરાયેલા સૂચનોના ઉલ્લંઘનને લગતી અન્ય કોઈ બાબત.

કામના સુનિશ્ચિત સમયને અનુસરશો નહીં, બેંકની લિખિત સૂચનાઓ હોવા છતાં, કોઈપણ સેવા લોન ઉપરાંત, નિષ્ફળતા અથવા વિલંબના કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે.કામ કરવામાં સમય મર્યાદાનું બેન્ક દ્વારા પાલન કરવામાં ન આવે ત્યારે.

ડ્રાફ્ટ્સ, ચુકવણીના હુકમો અને બૅન્કરોના ચેક્સ ઇશ્યૂ કરવામાં જો વાર લાગાડે એવા કિસ્સામાં, કે પછી સિક્કાનું કોઈ કારણ વગર અસ્વીકાર કરવો તેમજ અમુક કિસ્સામાં કમિશન લેવું… વગેરે બાબતે તમે બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો.

બેંકિંગ લોકપાલમાં કેવી રીતે ફરિયાદ કરવી –
આ માટે, તમારે પહેલા તમારી કમાં ફરિયાદ દાખલ કરવી આવશ્યક છે. જો તમારી પાસે એક મહિનાની અંદર બેંક તરફથી કોઈ પ્રતિસાદ ન મળે અથવા તમે જવાબથી સંતુષ્ટ ન હો, તો તમે બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરી શકો છો.

ફરિયાદ ને તમે પોસ્ટ કાર્ડ દ્વારા કે પછી ફેક્સ દ્વારા કરવામાં આવે છે. ઈ-મેલ દ્વારા ઑનલાઇન ફરિયાદો પણ સ્વીકારવામાં આવે છે.

બેંકિંગ લોકપાલની ઑફિસનું સરનામું, ફોન નંબર અને ઇમેઇલ

https://www.rbi.org.in/CommonPerson/hindi/scripts/againstrbi.aspx

ઑનલાઇન અરજી કરવા માટે

https://secweb.rbi.org.in/BO/precompltindex.htm

ફરિયાદમાં આ વસ્તુ જરૂર લખો –

ફરિયાદમાં તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી જરૂર આપો. જે બેન્ક સામે ફરિયાદ કરી રહ્યા છો તેનું નામ, સરનામું અને શાખાનું નામ અને ફરિયાદ કરવા માટેનું કારણ પણ જરૂર જણાવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here