બાળકના જન્મ પછી કેટલા સમયે પતિ-પત્ની કરી શકે ‘સંભોગ’ ? ટિપ્સ વાંચો


માતા બનવું કોઇપણ સ્ત્રી માટે તેના જીવનની સૌથી અનમોલ ક્ષણ હોય છે. તે નવ મહિના સુધી તેના અંશને ગર્ભમાં રાખે છે અને જ્યારે તે તેને જન્મ આપે છે તો તે અનુભવ ખરેખર બહુ ખાસ હોય છે. બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીનું શરીર ખુબ કમજોર થઇ જાય છે. સાથે જ માનસિક રીતે પણ તે પહેલાની જેમ મજબૂત નથી રહેતી.પ્રસવના તરત બાદ શારિરીક સંબંધને સુરક્ષિત માનાવામાં આવતું નથી. એવામાં વિવાહિત દંપતિના મનમાં આ સવાલ આવવો પણ જરૂરી છે કે ડિલિવરીના કેટલા સમય બાદ શારીરિક સંબંધ સ્થાપિત કરી શકાય? જો કોઇના મનમાં આ સવાલ હોય તો જાણો તેનો જવાબ..

1. ટાંકાના સુકાય ત્યાં સુધી:
ડિલીવરી દરમિયાન લગાવવામાં આવેલ જ્યાં સુધી ઓગળે નહી ત્યાં સુધી પતિ-પત્નીએ સંયમ રાખવો જોઇએ. નોર્મલ ડિલીવરીમાં ટાંકાની સંખ્યા હોય છે. જ્યારે ઓપરેશનમાં વધારે હોય છે. બન્નેની સ્થિતિમાં જ્યાં સુધી ટાંકા સૂકાઇ ન જાય ત્યાં સુધી સંભોગ કરવો જોઇએ નહીં.

2. શારીરિક રીતે ફીટ થાવ ત્યાં સુધી:

સુવાવડ બાદ સ્ત્રીઓ જલદી થાકી જાય છે. તેમનું શરીર પ્રસવ દરમિયાન કમજોર થઇ જાય છે. એટલે જ્યાં સુધી તે શારીરિક રીતે ફિટ ન થઇ જાય, ત્યાં સુધી દંપતિએ સંભોગ કરવો જોઇએ નહીં. ડિલીવવરી બાદ મહિલાઓના અંદરના અંગ કમજોર થઇ જાય છે. ઘાને ભરવામાં પણ સમય લાગે છે. એવી સ્થિતિમાં સ્ત્રી-પુરૂશ બંન્નેને સંક્રમણનો ખતરો રહે છે.

3. રક્તસ્ત્રાવ બંધ થયા બાદ:
ડિલીવરીના ત્રણ અઠવાડિયા સુધી રક્તસ્ત્રાવ થાય છે. આ પ્રક્રિયાથી મહિલાના ગુપ્તાંગ સાફ થાય છે અને આ સમયે જો શારિરીક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો સંક્રમણ થઇ શકે છે. રક્તસ્ત્રાવ બંધ થયા બાદ જ દંપતિએ એકબીજાની નજીક આવવું જોઇએ.

4. માનસિક રીતે મજબુત:
ડિલિવરીથી પહેલા સ્ત્રી ખૂબ ભાવનાત્મક અને શારીરિક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. જેનો સીધો પ્રભાવ તેના મગજ પર પડે છે. જ્યાં સુધી તે પોતાને માનસિક રીકે મજબૂત અનુભવે નહી, ત્યાં સુધી સંભોગ કરવા માટે દબાણ કરવું નહી.

5. ડોક્ટરની સલાહ:
સામાન્ય ડિલિવરીના કેસમાં સ્ત્રીને પૂર્ણ રીતે ફિટ થવામાં 3 મહિના લાગે છે. પરંતુ દરેક સ્ત્રીનો કેસ તેની શારીરિક સ્થિતિના હિસાબથી અલગ-અલગ હોય છે. એવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ વગર કોઇ પગલાં લેવા જોઇએ નહી.

સૌજન્ય: સંદેશ

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

બાળકના જન્મ પછી કેટલા સમયે પતિ-પત્ની કરી શકે ‘સંભોગ’ ? ટિપ્સ વાંચો

log in

reset password

Back to
log in
error: