બજરંગ દાસ બાપાના જીવનમાં ઘટેલ સત્યઘટના……!!

0

સાધુ સંતોમાં એવી તાકાત હોય છે જે વ્યક્તિની અંદર રહેલ પુણ્ય આત્માને ઓળખી શકતા હોય છે ને ડાકુ , લૂટારા ને પણ સંત મહાત્મા ને સારા કામ કરતો બનાવી જાણે છે. જે કાયર માણસ ને પણ નમાલો ન બનાવી શૂરવીર બનાવી જાણે છે. આજે એવો જ એક પ્રસંગ છે જે બજરંગ દાસ બાપા સાથે જોડાયેલ છે તેની જ વાત કરવા જઈ રહ્યા છીએ.
જો કોઈ માણસ તમારા જીવનમાં આવે અને તમારા વિચારોમાં સારું પરીવર્તન આવે તો તે એક મહાન આત્મા જ કરી શકે છે, આવું જ કામ બાપા બજરંગ દાસે કરેલ. પોતાના વિચારોથી એક વ્યક્તિનું જીવન બદલી નાખ્યું હતું. એક દિવસ એક માણસ બાપા પાસે આવી ને બેસે છે અને કહે છે કે બાપા મારા હાથ તો લોહીથી રંગાયેલ છે. હું તો ખૂની છુ. મે એક બે નહી, પણ ત્રણ ત્રણ ખૂન કર્યા છે. ભલે મારા નામે કોઈ જગ્યાએ ખૂન નથી લખાયા. પોલીસના ચોપડે પણ નહી. પણ મારા અંતરના આત્મામાં એ ખૂન લખાઈ ગયા છે. કે હું ખૂની છુ. મને આ વાતનો રોજ ભાર રહ્યા કરે છે..જે અસહ્ય છે. મે સંભાળ્યું છે કે પાપ ધોવા માટે કોઈ સંત મહાત્માના ચરણે જઈ ને કરેલ પાપનું પ્રાયશ્ચિત કરવું. હું ચેક મુંબઈથી તમને મળવા..તમારા શરણે થવા ભાવનગર આવ્યો છુ.

ત્યારે બાપુએ પાસે બેસાડી એ યુવાનને કહ્યું કે, ભગવાન રામ અને સીતા ના ચરણે આવનાર ના પાપ ધોવાઈ જાય છે. તારા પાપ ધોવાઈ જશે તું ચિંતા ન કર, પણ હવે તું ક્યારેય આવા ખોટા કામ કરતો નહી….એકવાર પાપ ધોવાય જાય..બીજી વારના પાપ ધોવાતા નથી.
પણ બાપુ…મને કેમ ખબર પદેશે કે મારા કરેલા પાપ હવે પુણ્યમાં ફેરવાઇ ગયા છે ?

ત્યારે બાપાએ એક કાળું કપડું આપ્યું ને કહ્યું તું હવે મુંબઈ ભણી હાયલો જા…જે’દાડા તારા પાપ ધોવાશે તે દાડો આ કાળું કપડું સફેદ થઈ જશ ને તને ખબર પડશે.

એ યુવાન તો મુંબઈ જાય છે ને નોકરી કરવા લાગે છે..મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ને સીતારામની ભક્તિ કરે છે. એક દિવસ તે નોકરી કરીને ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને કોઈ છોકરીનો બચાવો બચાવો એવો અવાજ કાને સંભળાય છે. એ અવાજની દિશામાં આગળ ચાલ્યો જાય છે.
જઈને જોવે છે તો પાંચથી છ જણાં ભેગા મળીને એ દીકરીની આબરૂ લૂંટી રહ્યા હતા…આ યુવાનથી આ સહન ન થયું ને એ છોકરીની આબરૂ બચાવવા માટે એ નરાધામો સામે જંગ લડે છે, એમાં એક નરાધમનું ખૂન આ યુવાનના હાથે પાછું થઈ જાય છે. એને ક્યાંય ચેન નથી પડતું….આજે એને એના ગુરુને આપેલ વચન તોડ્યું…સારા કામની જગ્યાએ એણે ફરી એક ખૂન કરી નાખ્યું. એ સીધો આ પાપનો ભાર લઈને બાપા પાસે બગદાણા પહોંચી જાય છે ને કહે છે કે, બાપા મે પાછું ખૂન કર્યું….હવે ?

બાપાએ ખૂન કરવાનું કારણ પુછ્યું….યુવાને બધી જ હકીકત કહી દીધી.

ત્યારે બાપાએ કહ્યું, તારું ઓલું કાળું કપડું તો કાઢ…

યુવાને કાળું કપડું કાઢ્યું..જોયું તો તે સફેદ થઇ ગયું હતું.
ત્યારે બાપાએ કહ્યું કે, બહેન ..દીકરીઓની આબરૂ બચાવવા કરેલ ખૂન એ પુણ્ય હતું માટે આ કાળું કપડું સફેદ થઇ ગયું..આજથી તારા બધા જ પાપ પુણ્યમાં ફેરવાઇ ગયાં છે.

આમ જો જીવનમાં સાચા સાધુ સંતોનું ચરણ મળે તો નમાલો પણ મરદાનગીથી ને ખુમારીથી જીવન જીવી શકે છે…

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here