બહુચર માતાની કહાની… કેમ કિન્નરો બહુચરાજીમા માની ઉપાસના કરે છે..??

13

બહુચરમાતા નું મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ગામમાં સ્થિત છે. બહુચર માતાને બેચરાજી પણ કહેવામાં આવે છે… બહુચર માતાના નામ પરથી જ બેચરાજી નામ પડ્યું…

દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન કરવા માટે આવે છે. જે લોકોને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું તે લોકો માં ના દરબારમાં એકવાર માથું નમાવે છે. જેથી માં ના આશીર્વાદ થી તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે..

આ મંદિર બહુ ઉંચા પ્રાચીર થી ઘેરાયેલું વિસ્તૃત આંગણ માં સ્થિત છે. મંદિરનો મુખ્ય પીઠ બાલાયંત્ર છે. માતાજીની ધાતુની મૂર્તિ નથી પરંતુ મંદિરની પાછળ એક આવેલું એક વૃક્ષ નીચે માતાજીનું મૂળ સ્થાન છે. એક સ્તન અને એક નાનકડું મંદિર પણ છે. મુખ્ય મંદિરની સામે અગ્નિ કુંડ છે.

બહુચર માતા ની કહાની:-

કહેવાય છે કે બહુચરા ચારણ જાતિના બાપલ દેથા ની પુત્રી હતા. એક વાર દેવી બહુચરા તેમની બહેન સાથે યાત્રા માટે જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં ડાકુ એ તેમના પર હુમલો કર્યો. બહેનોની સંખ્યા ઓછી હોવાથી ડાકુએ તેમના પર હાવી થઇ ગયા.

આ સમયે દેવી બહુચરા તેમની બહેન ની રક્ષા માટે આગળ આવ્યા. અને ડાકુ બપૈયા ને શ્રાપ આપ્યો. શ્રાપ ના લીધે ડાકુ નપુસક બની ગયો. અને મહિલાની જેમ સજી-ધજીને માને પ્રસંન કરવા લાગ્યો. ત્યારથી જ કહેવામાં આવે છે કે આ સમયથી કિન્નર સમુદાયના નો પ્રારંભ થયો.

આજે પણ દેશભરમાં કિન્નર સમુદાય માં બહુચરા છે ને પૂજા કરતા હોય છે. ગુજરાતમાં કિન્નર સમુદાય સિવાય પણ અન્ય સમાજના લોકો મા પર અસીમ શ્રદ્ધા રાખતા હોય છે. માનું વાહન એક મુરઘા છે.

કેમ કિન્નરો માની ઉપાસના કરે છે…???
કહેવાય છે કે નિસંતાન રાજા પુત્ર પ્રાપ્તિ માટે માની આરાધના કરી હતી. માના આશીર્વાદ થી તેમને પુત્રની પ્રાપ્તિ થાય પરંતુ તે નપુંસક નીકળ્યો. એનું નામ જેઠો હતું. એક દિવસ રાજકુમાર ના સપનામાં માં બહુચરા આવિયા તેમને અને તેને પોતાના ભક્ત બનવા નો આદેશ આપ્યો. તેના માટે તેણે તેના ગુપ્તાંગોને સમર્પિત કરવાનો હતો. એના પછી જેટલા પણ નપુંસકતા હતા તેટલા લોકોએ તેમના ગુપ્તાંગોની બલી આપી માતાની આરાધના થી પોતાનુ જીવન શરૂ કર્યો. અને માં બહુચરા તેમની ખુશીઓનું અને રક્ષા નો ખ્યાલ રાખતા. એટલા મા બહુચર કિન્નર સમુદાયની કુળદેવી બની ગયા..

આ મંદિર અમદાવાદથી લગભગ ૧૧૦ કિલોમીટર દૂર આવેલું છે.
અમદાવાદથી ગાંધીનગર અને મેસાણા થી બહુચરાજી જઈ શકાય છે અને મહેસાણા થી 38 કિલોમીટર દૂર આવેલું છે.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

13 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here