ભારત રત્ન અટલજી વાજપેયી નું લાંબી બીમારી બાદ 93 વર્ષે થયું નિધન, ક્લિક કરી વાંચો બ્રેકીંગ ન્યુઝ

0

ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી નું નિધન થઇ ગયું છે. દેશની રાજનીતિ ના સૌથી કરિશ્માએ અને લોકપ્રિય ચેહરોંમમાં થી એક વાજપેયી ને 93 વર્ષ ની ઉંમરમાં દિલ્લી ના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન માં અંતિમ શ્વાસ લીધા હતા. તે આગળના બે મહિના કરતા વધુ સમયથી એમ્સ પર પથારીવશ હતા. જો કે આજે બપોરે બે વાગે તેમણે અલગ રસ્તો પસંદ કર્યો અને ‘काल के कपाल पर लिखकर’ તે આ દુનિયાથી કુછ કરી ગયા. તેના ખુદના શબ્દોમાં  ‘मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊंगा, कूच से क्यों डरूं’.

ત્રણ વાર દેશના પ્રધાનમંત્રી રહી ચૂકેલા વાજપેયી અવ્યવસ્થાના ચાલતા લાંબા સમયથી સાર્વજનિક જીવનથી દૂર હતા. તે ડિમેન્શિયા નામની ગંભીર બીમારીથી પીડિત હતા. 2009 થી તે વ્હીલ ચેયર પર હતા, દેશવાસીઓએ તેને છેલ્લી વાર 2015 માં 17 માર્ચ ના રોજ જોવામા આવ્યા હતા જયારે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભારત માતા ના આ સાચા સપૂતને ભારત રત્ન થી સમ્માનિત કરવા તેના સ્થળે પહોંચ્યા હતા.

બે મહિના પહેલા વાજપેયી ની તબિયત વધુ ખરાબ બની ગઈ હતી. યુરિનમાં ઇન્ફેક્શન ના ચાલતા 11 જૂન ના રોજ તેને એમ્સ માં ભરતી કરવા આવ્યા હતા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સહીત બીજેપી અને દેશ ની અલગ-અલગ પાર્ટીઓના નેતા અને અનેક ગુણ્યમાન હસ્તીઓ તેનો હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. તેના સમર્થન લગાતાર તેની સલામતીની દુવાઓ કરી રહ્યા હતા, પણ કદાચ કુદરતને કઈકે બીજું જ મંજુર હતું.

વાજપેયી ના નિધનથી દેશની રાજનીતિ ના સુનેહરા દૌર નો અંત આવી ગયો છે. વાજપેયી લાંબા સમય સુધી નેતા વિપક્ષ રહ્યા, ત્રણ વાર પ્રધાનમંત્રી રહ્યા પણ તેની લોકપ્રિયતા તેના કોઈ પદ પર હોવા કે ન હોવાને લીધે નથી. આજે તેના નિધનની ખબર આવતા પૂરો દેશ શૌક માં ડૂબી ગયો છે.

અટલ જી દેશના સક્રિય રાજનીતિમાં પાંચ દશકના સમય સુધી રહયા. તેમણે પોતાનો પેહલો લોકસભા ચુનાવ 1952 માં લડ્યો હતો, જો કે પહેલી જીત તેને 1957 માં મળી. ત્યારથી 2009 સુધી તે લગાતાર સંસદીય રાજનીતિમાં બની રહ્યા. 1977 માં તે પહેલી વાર મંત્રી બન્યા જયારે 1996 માં તે 13 દિવસ માટે પ્રધાનમઁત્રી પણ રહ્યા હતા.

જો કે 1998 માં તેને એક વાર ફરી પીએમ બનવાનો મૌકો મળ્યો હતો, 1991, 1996, 1998, 1999 અને 2004 માં તે લાખનૌ થી લોકસભા સદસ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

આજે દેશના માં અસલી ઘડવૈયા ને ૐ શાંતિ કહીને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

ૐ શાંતિ….

દુર્લભ ફોટોસ: 

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here