જાણવા જેવું: અશ્વગંધાના જબરદસ્ત 20 ફાયદાઓ , જાણીને તમે પણ ચૌકી જશો !!!

0

1. 3 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ માં 3-3 ગ્રામ મિશ્રી અને ઘી ભેળવી અને ઉપર થી દૂધ માં મિશ્રી ભેળવીને પીવાથી અનિદ્રા  રોગ દૂર થઈ ને ખૂબ સારી નીંદર આવે છે.

2. અશ્વગંધા અને મિશ્રી 3-3 ગ્રામ દૂધ ની સાથે નિત્ય નિયમિત સેવન કરવા થી નબળાઈ દૂર થાય છે અને સેવન કરનાર હષ્ટ=પુષ્ટ થઈ જાય છે. આ પ્રયોગ નો નિત્ય પ્રયોગ કરવા થી તથા ભોજન માં માત્ર દૂધ નું સેવન કરવા થી 40 દિવસ માં ધાતુગત અને શારીરિક દુર્બળતા દૂર થાય છે અને સેવનકર્તા વીર્યવાન અને શક્તિશાળી બને છે.

3. અશ્વગંધા, ખાંડ અને આંબળા ને સમાન માત્રા માં લઈ તેનું ચૂર્ણ બનાવી 6-6 ગ્રામ ના માપ માં નિત્ય સવારે અને સાંજે દૂધ અથવા પાણી ની સાથે સેવન કરવા થી 7 થી 14 દિવસ માં દરેક પ્રકાર ની બીમારી જેવી કે વાયુ, શરીર ની દુર્બળતા, રવત વિકાર વગેરે દૂર થાય છે.

4. બાળકો ને અશ્વગંધા ના ચૂર્ણ ને 1-3 ગ્રામ ની માત્રા માં દૂધ ની સાથે દેવા થી બાળક એક જ મહિના માં સુંદર, સુડોળ અને હષ્ટ-પુષ્ટ થઈ જાય છે.

5. અશ્વગંધા વાતનાશક, પૌષ્ટિક અને બાજીકરણ ના ગુણો થી ભરપૂર હોય છે. આના દરરોજ ચૂર્ણ ના સેવન થી શારીરિક દર્દ, શિથિલતા,, નિર્બળતા, હાથ-પગ માં જલન વગેરે દૂર થાય છે.

6. અશ્વગંધા તનાવ ને ઓછું કરવા માં ખૂબ જ મદદનીશ થાય છે. તે મસ્તિષ્ક ની કાર્યક્ષમતા ને વધારવા માં ઘણી મદદ કરે છે.

7. અશ્વગંધા નું ચૂર્ણ 3 ગ્રામ, મિશ્રી 3 ગ્રામ અને ઘી 10 ગ્રામ આમ ત્રણેય ને ભેળવી ને નિત્ય તેનું સેવન કરવા થી અસાધ્ય ગર્ભાશય ના રક્તસ્રાવ ને પણ રોકે છે.

8. વાળ ઘણી વખત કસમયે સફેદ થવા લાગે અને ખરવા લાગે છે, તો તમારે અશ્વગંધા ના ચૂર્ણ ને 3-3 ગ્રામ દૂધ ની સાથે લેવું જોઈએ. જેના થી તમારી વાળ ને સંબંધિત સમસ્યા નું સમાધાન થઈ શકે છે.

9. જો તમારી હાઇટ ઓછી હોય અને તમે ઉંચાઇ વધારવા ઇચ્છતા હો તો અશ્વગંધા ના ચૂર્ણ ને દૂધ ની સાથે મિશ્રી માં ભેળવી ને રોજ રાતે સૂતા પહેલા સેવન કરવું.

10. અશ્વગંધા અને સૂંઠ ને બરાબર માત્રા માં લઈ તેનું ચૂર્ણ બનાવી લો. પછી તેમાં થી અડધી ચમચી સવારે અને સાંજે પાણી ની સાથે પીવું. જેના થી કમર ના દર્દ માં આરામ મળે છે.

11. અશ્વગંધા, નાગૌરી નું ચૂર્ણ ને 1 થી 3 ગ્રામ મધ અને મિશ્રી માં મિક્સ કરી દૂધ ની સાથે સવારે અને સાંજે ખાવા થી હાડકાં ની નબળાઈ દૂર થઈ જાય છે અને શરીર પુષ્ટ અને સબળ બને છે.

12. જે લોકો ને હંમેશા આળસ નો અનુભવ થાય છે તેમની માટે અશ્વગંધા ખૂબ જ ફાયદાકારક છે. આના સેવન થી આળસ નો નાશ થાય છે.

13. અશ્વગંધા એક anti aging દવા છે. તે ઉંમર ને નિયંત્રિત કરવા માં મદદ કરે છે. જેનાથી માણસ માં જલ્દી ગઢપણ નથી આવતું.

14. તે મન ને શાંત કરે છે અને સહનશક્તિ ને પણ વધારે છે.
15. અશ્વગંધા ના સેવન થી સાંધા ના દુખાવો દૂર થાય છે.

16. અશ્વગંધા ના સેવન થી બ્લડ પ્રેશર નિયંત્રણ માં રહે છે.
17. તેના થી ડાયાબિટીસ માં પણ ઘણો ફાયદો થાય છે.

18. અશ્વગંધા શરીર માં આયર્ન ની માત્રા ને વધારે છે. દરરોજ ત્રણ વખત 1-1 ગ્રામ તેનું સેવન કરવાં માં આવે તો શરીર માં લોહી ની માત્રા વધી જાય છે.

19. અશ્વગંધા ના સેવન થી સ્ત્રીઓ ની પ્રજનન ક્ષમતા વધી જાય છે.

20. સ્ત્રીઓ ને જો સફેદ પાણી પાડવા ની સમસ્યા રહેતી હોય તો તેણે અશ્વગંધા થી ઘણો ફાયદો થાય છે.

અશ્વગંધા નું સેવન કઈ રીતે કરવું

અશ્વગંધા નું સેવન કઈ રીતે કરવું એ તો એ વાત પર આધાર રાખે છે કે વ્યક્તિ ની ઉંમર કેટલી છે. આ ઉપરાંત એ વાત પણ જરૂરી છે કે અશ્વગંધા નો પ્રયોગ કઈ બીમારી માટે કરવા માં આવી રહ્યો છે. તેમજ મોટા ની સરખામણી માં બાળકો ને તેનું પ્રમાણ ઓછું આપવામાં આવે છે.

સારી તંદુરસ્તી માટે અશ્વગંધા ના ચૂર્ણ ને 2 થી 5 ગ્રામ સુધી પ્રતિદિન સુધી લઈ શકો છો. આ ઉપરાંત જો તમે કોઈ રોગ ના ઉપચાર માટે તેનો ઉપયોગ કરતાં હો તો એ માટે તે રોગ ને સંબંધિત લેખ અથવા ડૉક્ટર ની સલાહ મુજબ સેવન કરવું.

માધવી આશરા ‘ખત્રી’

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here