અરબો ની સંપત્તિ ની માલકીન છે પ્રિયંકા, કરોડપતિ નિક સાથે લગ્ન કરવામાં ખર્ચ કરી એદકમ સામાન્ય રકમ….

0

પ્રિયંકા-નિક ના લગ્ન નું એક અઠવાડિયું થઇ ચૂક્યું છે. આટલા દિવસો પછી પણ આ રૉયલ લગ્ન ની ચર્ચા લોકો પરથી ઉતરી નથી. પ્રિયંકા હંમેશા થી ઇચ્છતી હતી કે તે એક રાજકુમારી ની જેમ જ દુલ્હન બને અને લગ્ન કરે. જેને લીધે તેમણે જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.આ રૉયલ વેડિંગ માં લગભગ 200 મહેમાનો શામિલ થયા હતા. મહેમાનો ને આવવા-જવા માટે ખાસ જેટ પ્લેન ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. રિપોર્ટ અનુસાર પ્રિયંકા-નિક એ પોતાના લગ્ન ને રૉયલ બનાવા માટે કરોડો રૂપિયા લૂંટાવ્યા હતા. ચાર દિવસ સુધી ચાલનારા આ લગ્ન ને જેને પણ જોયા છે તેઓએ એવું જ કહ્યું છે કે જાણે કે તે કોઈ રાજા-મહારાજા અને મહારાણી ના લગ્ન હોય.
જણાવી દઈએ કે 4 દિવસ સુધી ઉમ્મેદ ભવન ને બુક કરવા માટે પ્રિયંકા-નિક એ 3.3 કરોડ રૂપિયા આપ્યા હતા.આ સિવાય આ લગ્ન માં લગભગ 4 કરોડ થી પણ વધુ રૂપિયાનો ખર્ચ થયો હતો. જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક ની કુલ સંપત્તિ 375 કરોડ ડોલર છે.એવામાં જો પ્રિયંકા-નિક એ પોતાના લગ્ન માં 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તો તેના માટે તે કોઈ મોટી વાત નથી. બંને એ આ લગ્ન ને ભવ્ય બનાવા માં કંઈપણ ખામી રાખ ન હતી. રિપોર્ટ અનુસાર હિન્દૂ રિવાજો થી થયેલા લગ્ન માં 30 લાખ રૂપિયા ખર્ચ થયા હતા જયારે મહેમાનો ને જમવા માટે 43 લાખ રૂપિયા ખર્ચ થયા હતા.
પ્રિયંકા-નિક ના ક્રિશ્ચિયન રિવાજોથી થયેલા લગ્ન માં 18 ફૂટ ઊંચી કેક બનાવામાં આવી હતી. આ કેક ની તસ્વીરો સામે આવતા જ લોકો હેરાન થઇ ગયા હતા. નિક એ મહેમાનો માટે કુવૈત અને દુબઇ થી પોતાના ખાસ પર્સનલ રસોઈયા ને બોલાવ્યા હતા. તેજ રસોઈયા એ કેક બનાવી હતી. લગ્ન માં મહેમાનોને ને સ્વાદિષ્ટ વ્યંજનો પીરસવા માટેનો કોન્ટ્રાકટ તાજ હોટેલ ના 50 થી વધુ રસોઈયાને આપવામાં આવ્યો હતો.
મહેંદી થી લઈને સંગીત અને પાર્ટી સુધીના દરેક સમારોહ ને જોડીને આ આંકડો 1.13 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. જણાવી દઈએ કે બંને રિવાજો થી થયેલા લગ્ન માં નિક-પ્રિયંકા એ ખુબ મોંઘી કિંમત ના ડિઝાઈનર કપડા પહેરી રાખ્યા હતા. જો કે આ લગ્ન ના ખર્ચા માં તેઓના ડ્રેસ ની કિંમતનો સમાવેશ થયેલો નથી.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

નિક અને પ્રિયંકા ના લગ્ન ની 8 તસ્વીરો થઇ વાઇરલ, વરમાળા ના સમયે થયું કંઈક એવું કે….

નિક અને પ્રિયંકા ના લગ્ન પછી ત્રણ-ચાર દિવસ પછી પણ લોકો વચ્ચે લગ્ન ને લઈને એક્સાઈટમેન્ટ ઓછી નથી થઇ રહી, કેમકે તેમના લગ્ન ના ફોટા એક પછી એક સામે આવે છે.અને દરેક ફોટામાં નિક અને પ્રિયંકા ની વચ્ચે ની કેમેસ્ટ્રી અને પ્રેમ જોવાથી વધે છે આમ પણ અમે પ્રિયંકા – નિક ની લગ્ન ની વધારે ફોટો બતાવી ચુક્યા છે પણ તેમના હિન્દૂ રિવાજ થી થયેલા લગ્ન ની એક-બે જ ફોટો સોશ્યિલ મીડિયા પર જોવા મળ્યો હતો અને હવે ફોટો ના એક પછી એક આવવાના કારણે થોડા ફોટો વધારે આવી ગયા. કે જેમાં પ્રિયંકા દુલ્હન ના લાલ જોડા માં કોઈ પરી થી ઓછી લાગી રહી ન હતી.

પ્રિયંકા અને નિક ને માટે તેમનાં લગ્ન નો કાર્યક્રમ ખતમ થઇ ગયો હશે, પણ તેમના ફોટો ને લઈને એક્સાઈટમેન્ટ ઓછી નથી થઇ રહી, તેથી તો જેવા  તેમનાં લગ્નનો  નવો  ફોટો સોશ્યિલ મોડિયા માં આવે કે તરત જ વાયરલ થઇ જાય છે,એ આવી રીતે વાયરલ થાય છે, કે તે લોકો ના સ્ટેટસ માં પણ પ્રિયંકા અને નિક ની ફોટો જોવા મળે છે.

હમણાં જે પ્રિયંકા ની ફોટો આવી છે કે જેમાં તે સબ્યાસાચી નો આઉટફિટ માં કોઈ રાજકુમારી થી ઓછી નથી લાગતી. પ્રિયંકા કોઈ રાજકુમારી ની જેમજ મંડપ માં આવતી દેખાય છે. પ્રિયંકા માથામાં ઘુંઘટ કાઢીને મંડપ માં આવે છે. ત્યાં મંડપ માં બેઠેલા અને વરમાળા ના સમય ના બી ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા છે.

જણાવીએ કે પ્રિયંકા ચોપડા ને તેના ઇન્ડિયન લગ્નમાં ડિઝાઈનર સબ્યાસાચી નો લહેંગો પહેરીયો છે. લાલ રંગ નો લહેંગો ની સાથે પ્રિયંકા એ માંગ ટીકો ,ગળાથી 7 વાર ગુમાવી સરળ હાર ,બંગડી અને કાલિર પહેર્યું છે.તો ત્યાં નિક જોનાસ એ સિલ્ક ની શેરવાની , હાથ વડે એમ્બ્રોઇડરી કરેલ ચિકન દુપટો અને ચંદેરી સાફો માંકોઈ રાજકુમાર થી ઓછો નાથી લાગતો। જોવો ફોટો માં

Dulhan Photosજણાવીએ કે પ્રિયંકા ની ક્રિશ્ચન લગ્ન માં હોલિવૂડ નો ફેમસ ડિઝાઈનર રાલ્ફ લોરેન એ ડિઝાઇન કરી હતી,જણાવીએ કે  રાલ્ફ લોરેન ને આનાથી પહેલા ખાલી પોતાના ઘર વાળા માટે બે લગ્ન ના ગાઉન ની ડિઝાઇન કરી હતી

અને ત્રીજો ગાઉન પ્રિયંકા માટે ડિઝાઇન કર્યો છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here