આપઘાત કરવા નીકળેલા કરોડપતિ માણસની સત્ય કહાની…પાર્કમાં અજનબી દાદાએ કહ્યું કે હું તને મારી તરફથી એક વસ્તુ આપું છું

0

અલવિદા જીંદગી 👉🏻 એક આપઘાત કરવા નીકળેલા માણસ ની કહાની.. અમેરિકાની એક પ્રચલિત વાત..👉🏻 જ્યારે માણસ પોતે હારી જશે ત્યારે એવી તો કઈ વસ્તુ છે કે તેના જીવવા માટેનું કારણ બને છે – તેનો પરિવાર.

👉🏻જિંદગીમાં પણ આવું જ છે. ખાલી આપણે સાહસ નથી કરતા,મહેનત નથી કરતા , ફેઇલ થવાનો ડર રાખીએ છીએ..

👉🏻બાકી તો ભગવાન મદદ કરવા ઉભા જ છે..

એક સવારે એક કરોડો પતિ કંપનીના માલિક ખુબ જ વ્યથિત અવસ્થામાં બાગમા પહોંચ્યો. પાર્ટનરશિપમાં તે છેતરાયો હતો. કંપની ડૂબી ગઈ હતી .એટલે આખી રાત ઊંઘ આવી ન હતી. પોતે દેવામાં આવી ગયો હતો. નામ હતું ચૈતન્ય. કંપનીનો માલિકા લઘર વગર પરિસ્થિતિમાં બાગની એક બેંચ ઊપર બેઠો . એક વૃદ્ધ વ્યક્તિ તેની પાસે આવ્યો અને પૂછ્યું શું થયું બેટા કોઇ તકલીફમાં લાગે છે ? ચૈતન્ય બોલ્યો બધું હારી ગયો છુ દાદા. જિંદગીને ખતમ કરી દેવાનો છું. અહીંથી આપઘાત કરવા જવ છું, આવી રીતે દેવામાં જિંદગી કેવી રીતે કાઢી શકીશ. મારા બિઝનેસ પાર્ટનરને મને દગો દીધો છે. આટલી વાત સાંભળીને વૃદ્ધ એ એટલું જ કીધું કે બેટા ..પરિવારની જો તું તારો, માટે જીવન સમાપ્ત નથી કરવાનું. હું પણ બહુ મોટી કંપનીનો માલિક છું..હવે રિટાયર્ડ છું . પણ મારી પાસે કમાણીની હું જરૂરિયાતવાળા લોકો માટે વાપરુ છું. પણ અબજોપતિ કંપનીનો માલિક છું. ખિસ્સામાંથી એક બ્લેન્ક ચેક કાઢી અને તેની ઉપર સાઈન કરી દીધી. અને કીધું કે બેટા જેટલા રૂપિયા જોઈતા હોય તેટલા ઉપાડી લે. અને જો ૨૫ લાખથી વધારે રૂપિયાની તારે જરૂર હોય તો તું મને કે જે પોતાની બીજો ચેક આપીશ. તારે જ્યારે વ્યવસ્થા થાય ત્યારે તમને પાછા આપી દેજે.

જઇ કાનાને આંખો પહોળી થઈ ગઈ કે સાવ અજાણ્યો માણસ કેવી રીતે મદદ કરી શકે? ચૈતન્ય ભગવાનમાં ખૂબ માનતો હતો તેને લાગ્યું કે ભગવાને તેને મદદ કરવા કોઈને મોકલ્યાં છે. ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ હતો ચૈતન્ય. આ સાહસ અને જંગલની ખૂબ જ ખુશ થયો. એણે કીધું કે દાદા તમારું નામ અને એડ્રેસ મને આપો હું તમને પાછા આપી દશઇ.. ચૈતન્ય નક્કી કરી લીધું હતું કે પોતાની પાસે જે કઈ પણ બાકી છે તેમાંથી જ તે ઈન્વેસ્ટ કરશે જો જરૂર પડશે તો જ એ દાદાના રૂપિયાને વાપરશે ખૂબ જ મહેનત શરૂ કરી દીધી , દિવસ-રાત એક કર્યા, પ્રયત્નો ચારે દિશાઓથી શરૂ કરી દીધા. કહેવાય છે અને મહેનત કરે એને તો કુદરત પણ મદદ કરે છે. થોડા જ સમયમાં ચૈતન્ય પોતાની કંપની ઊભી કરી દીધી. એકાદ વરસનો સમય વિતી ગયાે હતાે. ચૈતન્ય, પેલા દાદા એ આપેલા બ્લેન્ક ચેક ને લઈને બાગમાં ગયો. જે આજે દાદાને મળવા માગતો હતો.

વાઘ ની પાસે ચાની કીટલી વાળો હતો જે તેને પૂછ્યું કે અહીં એક દાદા આવે છે, પાતળા સરખા , લાંબા સફેદ વાળ હતા , તે નથી આવ્યા આજે.. ચાની કિટલીવાળાને કહ્યું તે દાદા તો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. અહીં મારી સામે જ રસ્તો ઓળંગી રહ્યા હતા અને સામેથી truck આવી અને તેમને અડફેટે લીધા. ચૈતન્ય ખૂબ જ શોક માં આવી ગયો , ” શું વાત કરો છો કાકા ના હોય “. ચૈતન્યને માનવામાં નથી આવતું .થોડીવાર પછી કંઈ જ બોલ્યા વગર ફરી એકવાર ચાની કિટલીવાળાને પૂછ્યું કે આ દાદા ક્યાં રહેતા હતા.. આ ચાની કિટલીવાળાને કહ્યું કે સામે પણ ક્રોસ કરીને પાગલખાનું છે ત્યાં.. ખૂબ જ આશ્ચર્ય સાથે ચૈતન્ય “પણ કેમ ?”.

 “અરે સાહેબે એતો પાગલ હતાે. અહીં બાગમાં આવીને બધાને બ્લેન્ક ચેક આપતો હતો.”…ચૈતન્યના તો રુવાડા ઉભા થઇ ગયા… તેની આંખો ભીની થઈ ગઈ..
અરે યાર હું તો એવું માનતો હતો કે જ્યારે જોઈશે ત્યારે આ ચેકથી બહુ બધા રૂપિયા ઉપાડી શકીશ , એ હિંમતમાં ને હિંમત મે ખૂબ જ મહેનત કરી..

જ્યારે પણ કોઈ સાહસ કરવાનું હોય ત્યારે એવું થાય કે પેલા રૂપિયા તો છે.. અને સૌથી છેલ્લે વાપરવાનું નક્કી કર્યું હતું ,પણ મને તેની જરૂર ના પડે મારી મહેનતથી બધું જ ઊભો થઈ ગયો. આજે દાદા ને થેંક યુ કહેવા આવ્યો હતો…

દાદા તમે દુનિયા માટે પાગલ હતા.. પણ જ્યારે હું આપઘાત કરવાનો હતો , જીંદગી થી હારી ગયો હતો , ત્યારે તમે મને હિંમત આપી અને રસ્તો બતાવી દીધો..

બસ મિત્રો,

જિંદગીમાં પણ આવું જ છે. ખાલી આપણે સાહસ નથી કરતા, આગળ નથી વધતા ,મહેનત નથી કરતા , બાકી તો ભગવાન નામના દાદા બ્લેન્ક ચેક લઈને મદદ કરવા ઉભા જ છે

લેખન સંકલન – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here