અનુષ્કા બાદ આ તારીખે શ્રીદેવી કપૂર ખાનદાનની અભિનેત્રી દુલ્હન બનશે, ભારત નહિ પણ આ દેશમાં લેશે સાત ફેરા….વાંચો અહેવાલ

0

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બાદ એક અન્ય જાણીતી એક્ટ્રેસ દેશની બહાર લગ્ન કરવા માટે જઈ રહી છે. જણાવી દઈએ કે આગળના વર્ષે અનુષ્કાએ ટીમ ઇન્ડીયાના કપ્તાન વિરાટ કોહલી સાથે ઇટલીમાં લગ્ન કર્યા હતા. આ કડી માં હવે એ ખબર સામે આવી રહી છે કે બોલીવુડ એક્ટર અનીલ કપૂરની દીકરી સોનમ કપૂર લગ્ન કરવા જઈ રહી છે, જેની ચર્ચાઓ જોરોમાં ચાલી રહી છે.   

જાણકારી અનુસાર સોનમ કપૂર પોતાના બોય ફ્રેન્ડ આનંદ આહુજા સાથે જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે. તેની પહેંલા એ રીપોર્ટસ હતા કે શ્રી દેવીના નિધનને લીધે સોનમ નાં લગ્ન મુલતવી કરવા પડ્યા હતા. પણ જાણકારી અનુસાર ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ ના રીલીઝ થવા પહેલા સોનમ કપૂર 11 અને 12 મેં ના રોજ જેનેવા માં લગ્ન કરશે. આ લગ્ન માટે અનીલ કપૂરે ગેસ્ટ લીસ્ટ પણ તૈયાર કરી લીધી છે, સાથે જ સોનમે પણ પોતાનું વેડિંગ આઉટફીટ પસંદ કરી લીધું છે.  

બંનેએ લગ્ન માટે સુંદર જગ્યા જીનેવાને પસંદ કરી છે જ્યાં બંને સાત ફેરા લઈને લગ્નના બંધન માં બંધાવાના છે. સોનમ અને આહુજા એકબીજા સાથે લાંબા સમયથી રીલેશનમાં છે અને એક બીજાને ડેટ કરી રહ્યા છે. સાથે જ સોનમ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ રહે છે અને પોતાના થનારા પતિ આનંદ આહુજાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.    જાણકારી અનુસાર સોનમના લગ્નના વેન્યુ તેણે ખુદ પસંદ કર્યું છે. આગળના વર્ષ બ્રાંડ એન્ડોરસમેન્ટ માટે જેનેવા ગઈ હતી, તેને આ જગ્યા ખુબ જ પસંદમાં આવી ગઈ હતી. સોનમે આ જગ્યા ફાઈનલ કરવા માટે ત્રણ મહિનાનો સમય લીધો હતો. કપૂર પરિવારે પહેલા જોધપુર અને જયપુર ના ઘણા એવા લોકેશન્સ પસંદ કર્યા હતા, પણ સોનમે બહેન રિયા સાથે મળીને આ લોકેશન ફાઈનલ કરી નાખ્યું, મહેંદી, સંગીત અને લગ્ન દરેક સેરીમની હિંદુ રીતી-રીવાજો નાં અનુસાર કરવામાં આવશે.

અબુ જાની અને સંદીપ ખોસલા કરશે ડીઝાઇન:

રીપોર્ટસ અમુસાર લગ્નના આઉટફીટ અબુ જાની અને સંદીપ ખોસલા ડીઝાઇન કરશે. સોનમના વેડિંગ પ્લાનરના હિસાબે વેન્યુના ફાઈનલ થયા બાદ કપૂર પરીવાર જેનેવાની ટીકીટ બુકિંગ કરવામાં બીઝી છે. સાથે જ સોનમ પાપા બોલીવુડ સ્ટાર એકટર અનીલ કપૂર પર્સનલી દરેક રિશ્તેદારોને ફોન પર ઇન્વાઇટ કરવામાં વ્યસ્ત છે. તેના પહેલા જ્યારે લગ્ન વિશે સોનમને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે,  ”હું મારી પર્સનલ લાઈફ વિશે વાત નથી કરતી. મેં ક્યારેય પણ કમેન્ટ્સ કરી નથી અને ન તો ક્યારેય કરીશ”.

શ્રી દેવીની મૌત બાદ આવી ખુશીઓ:

સોનમે કહ્યું કે લગ્નની સૌથી ખાસ વાત એ છે કે પરિવાર એક સાથે એક જ છતની નીચે આવે છે. લગ્નની તૈયારીઓ અને ઘરવાળા સિવાય મને દુલ્હનનો શૃંગાર ખુબ જ પસંદ છે. સાથે જ લગ્ન દૌરાન જે-જે રસ્મો રીવાજો કરવામાં આવે છે, મને તે ખુબજ પસંદ છે. જો લગ્ન માટે હું કોઈ રોલ મોડલની વાત કરું તો તે મારા માતા-પિતા છે. મેં તેઓને જોઇને હંમેશા શીખ્યું છે કે બે સારા મિત્ર કેવી રીતે એક સારી જોડી બનાવી લે છે. એવામાં શ્રી દેવીના મૌતના ત્રણ મહિના બાદ કપૂર ફૈમિલીના ઘરમાં ફરીથી ખુશીઓનું આગમન થયું છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!