બૉલીવુડ ના 8 સ્ટાર્સ વધુ પડતા જ અંધવિશ્વાસી છે, અક્ષય નો અંધવિશ્વાસ જાણીને તમે માથું પકડી લેશો…

0

જો કે પુરા દેશમાં અંધવિશ્વાસ ફેલાયેલો છે, એવામાં બૉલીવુડ ના અમુક મોટા કિરદારો પણ આ અંધવિશ્વાસ માં વિશ્વાષ કરે છે. જો કે અંધવિશ્વાષ પોતાનામાં જ એક ખોટો શબ્દ છે પણ અમુક સિતારાઓ એવા પણ છે જેઓ આ અંધવિશ્વાસને વધારો આપે છે. આજે અમે તમને એવા જ અમુક બૉલીવુડ ના કિરદારો વિશે જણાવીશું જેઓ ખુબ જ અંધવિશ્વાસી છે અને વિચિત્ર બાબતો પર પણ વિશ્વાષ કરી બેસે છે.

1. અમિતાબ બચ્ચન:
અમિતાબ જી નું માનવું છે કે જયારે પણ તે ભારતીય ટિમ નો ક્રિકેટ મેચ લાઈવ જોવે છે તો ટિમ હારી જાય છે, માટે તે બીજા રૂમ માં બેસીને સ્કોર પૂછતા રહે છે.

2. શાહરુખ ખાન:શાહરુખ ખાન 555 નંબર ને પોતાના માટે લકી માને છે. તેની મોટાભાગની કાર્સ માં આ જ નંબર હોય છે અને કહેવામાં આવે છે કે તેના મોબાઈલ નંબર પણ આ આંકડા આવે છે.

3. સલમાન ખાન:સલમાન ખાન નુ માનવું છે કે પોતાના પિતા સલીમ ખાન દ્વારા આપવામાં આવેલુ બ્રેસલેટ તેના માટે ખુબ જ લકી છે. તે મોટાભાગે પોતાના હાથમાં ફિરોજી રંગ ના પથ્થર વાળું બ્રેસલેટ પહેરે છે. જયારે તેનું કેરિયર યોગ્ય રીતે ચાલી રહ્યું ન હતું ત્યારે તેના પિતા એ તેને આ બ્રેસલેટ આપ્યું હતું.

4. અક્ષય કુમાર:અક્ષય નો અંધવિશ્વાષ ખુબ જ વિચિત્ર છે. તેનું માનવું છે કે જયારે પણ તેની ફિલ્મ રિલીઝ થવાની હોય છે અને તે મીડિયા માં રહે તો ફિલ્મ હંમેશા ફ્લોપ જ થઇ જાય છે. આ સિવાય ફિલ્મ ના રિલીઝ ના સમયે તે દેશથી બહાર ચાલ્યા જાય તો ફિલ્મ સુપરહિટ જાય છે.

5. બિપાશા બાસુ:હોરર ફિલ્મોમાં કામ કરી કરીને બિપાશા પણ અંધવિશ્વાસી બની ગઈ છે. તમને એ જાણીને હેરાની લાગશે કે તે સામાન્ય લોકોની જેમ પોતાની કારમાં લીંબુ અને મરચા ને રાખે છે, તેનું માનવું છે કે તેનાથી ખરાબ નજર દૂર રહે છે.

6. વિદ્યા બાલન:વિદ્યા બાલન એક ખાસ કંપની નું કાજલ પોતાના માટે લકી માને છે અને તેને જ ઉપીયોગ માં લે છે. આ સિવાય, તેની એ કોશિશ રહે છે કે દરેક ફિલ્મ માં એક લાલ રંગ ની ડ્રેસ જરૂર પહેરી શકે.

7. કરીના કપૂર:21 સપ્ટેમ્બર ના રોજ જન્મ લેવાને લીધે લરીના કપૂર 3 નંબર ને પોતાના માટે લકી માને છે. તેની કાર થી લઈને મોબાઈલ નંબર માં પણ 3 આવે જ છે.

8. ઋત્વિક રોશન:ઋત્વિક રોશન ના હાથ માં બે અંગુઠા ને એક ડોકટરે ઓપરેશન દ્વારા દૂર કરવાની સલાહ આપી હતી. પણ ઋતિક એ તેના માટે ના કહી દીધી હતી. ઋત્વિક નું માનવું છે કે આ વધારાનો અંગુઠો તેના માટે લકી છે. આ સિવાય તે શૂટિંગ ના દરમિયાન એક ખાસ પ્રકારના અરીસાનો ઉપીયોગ કરે છે, તે જ્યાં પણ જાય છે તેનો મૈકઅપ મૈન આ ખાસ પ્રકારના અરીસાને પોતાની સાથે ચોક્કસ રાખે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here