મદદ માટે આગળ આવ્યા અભિનેતા અમિતાભ બચ્ચન, દરેક શહિદ પરિવાર ને આપશે આટલા લાખ રૂપિયા…

0

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન પુલવામાં માં આતંકી હુમલા માં શહીદ થયેલા 40 જવાનો ના પરિવાર ની મદદ કરવા માટેનો નિર્ણય લીધો છે. અમિતાભ જી શહિદ થયેલા પરિવાર ને પાંચ લાખ રૂપિયા ની આર્થિક મદદ કરવાના છે. આ હિસાબે અમિતાભ જી પુરા બે કરોડ રૂપિયાની મદદ કરવા જઈ રહ્યા છે.જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી ની સાંજે જમ્મુ-કાશ્મીર ના પુલવામાં માં સીઆરપીએફ ના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાન શહિદ થઇ ગયા હતા. આ ઘટના થી પૂરો દેશ દુઃખ માં ડૂબી ગયો છે, દરેક કોઈ આ શહીદી ને નમન કરી રહ્યા છે, સરકાર આતંક ના વિરુદ્ધ પગલાં રહી છે. ઘટના પર બૉલીવુડ ના તમામ સિતારાઓ એ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સરકારે આ હુમલાનો બદલો લેવાની અપીલ પણ કરી છે.
સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ આતંકી હુમલાથી દુઃખી છે માટે અમિતાભ જી શહીદો ના પરિવાર ની મદદ માટે આગળ આવ્યા છે. રીપોર્ટ અનુસાર અમિતાભ જી ના નજીકના પ્રવક્તા એ આ વાત ની જાણકારી આપી છે કે અમિતાભ જી દરેક શહિદ ના પરિવાર ને પાંચ-પાંચ લાખ રૂપિયા આપશે. આ સિવાય આ ઘટના થી દુઃખી અમિતાભ જી એ પોતાના કાર્યક્રમ અને ઇવેન્ટ ને પણ રદ્દ કરી નાખ્યા છે.

ખેડૂતો ની પણ કરી હતી મદદ:
તેની પહેલા અમિતાભ જી એ ઉત્તર પ્રદેશ ના 850 થી પણ વધારે ખેડૂતો નો કર્જો ચુકવવામાં મદદ કરી હતી. તેના માટે તેમણે 5.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

મુકેશ અંબાણીનું ઐતિહાસિક એલાન: શહીદોના પરિવારજનોનો બધો જ ખર્ચો ઉઠાવશે અંબાણી, નોકરી પણ આપશે

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સામાજિક કાર્યો કરતુ રિલાયન્સ ફાઉન્ડેશનએ પુલવામામાં શહીદના બાળકોના શિક્ષણનો બધો જ ખર્ચ, તેમના બાળકોને રોજગાર આપવાની અને તેમના પરિવારનો બધો જ ખર્ચો ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પહેલા કેરળના પૂરપીડિતો માટે પણ અંબાણીએ પોતાનો ખજાનો ખોલી દીધો હતો.પરિવારોનો ઉઠાવશે બધો જ ખર્ચ
રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી શનિવારે કહેવામાં આવ્યું કે તે પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના અલકોના શિક્ષણની પૂરી જવાબદારી ઉઠાવવા તૈયાર છે. તેઓએ કહ્યું કે તેઓ શહીદોના બાળકોના રોજગાર અને તેમના પરિજનોનો ખર્ચ ઉઠાવવા પણ તૈયાર છે. આટલું જ નહીં, ફાઉન્ડેશને આ મામલે ઘાયલ જવાનોના જલ્દી જ સાજા થઇ જવાની કામના કરતા કહ્યું કે જો જરૂર હોય તો તેમનું હોસ્પિટલ આ આતંકવાદી હુમલામાં ઘાયલ જવાનોના શ્રેષ્ઠ સારવાર માટે પણ તૈયાર છે.શહીદોને આપી શ્રદ્ધાંજલિ
તેઓએ કહ્યું કે સરકાર શહીદોને સંબંધિત કોઈ પણ જવાબદારી ફાઉન્ડેશનને આપશે તો એ સહર્ષ સ્વીકાર કરીને પૂરી કરશે. ફાઉન્ડેશને શહીદોને શ્રદ્ધાંજલિ અને પરિજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આતંકવાદના આ કુકર્મથી મુકાબલો કરવા માટે દેશની 130 કરોડની જનતાની સાથે આખો રિલાયન્સ પરિવાર મજબૂતીથી ઉભો છે. કોઈ પણ દુઃખમાં ભારતની એકતાને નહિ તોડી શકે અને ન આતંકવાદને ખતમ કરવાના આપણા જુસ્સાને ઓછો કરી શકે છે.

દરેક જવાબદારી પૂરી કરશે રિલાયન્સ ફાઉન્ડેશન
ફાઉન્ડેશને કહ્યું કે એક નાગરિકની સાથે-સાથે એક કોર્પોરેટ નાગરિક હોવાના નાતે પોતાના સુરક્ષાબળો અને રાષ્ટ્રીય એકતાના સમયમાં સરકાર સાથે પૂરી મજબૂતાઈથી ઉભું છે અને જે પણ જવાબદારી આપશે એ પૂરી કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here