અમેરિકી iPhone એપલ કંપની એ કેરળના પૂર પીડિત લોકો માટે પોતાનો ખજાનો ખોલી કર્યું મોટું દાન

0

કેરળ ના પૂર પીડિત લોકોની મદદ માટે અમેરિકી કંપની એપલે શનિવાર ના રોજ સાત કરોડ રૂપિયાની મદદ આપવાની ઘોષણા કરી છે. આઈફોન નિર્માતા એ પોતાના એક મંતવ્ય માં કહ્યું કે તેઓ કેરળના વિનાશકારી આપત્તિ ને લીધે દુઃખી છે. કંપની જીવન રક્ષક કાર્યોમાં લાગેલી સંસ્થાઓ અને કેરળના મુખ્યમંત્રી રાહત કાર્ય માં સાત કરોડ રૂપિયા આપશે. કંપની ઈચ્છે છે કે આ ધન રાશિ નો ઉપીયોગ પુરમાં નષ્ટ થઇ ગયેલા ઘર અને સ્કૂલ બનાવામાં કામ આવે.લગાવ્યા સપોર્ટ બૈનર:

કેરળના પૂર પીડિતોની રાહત માટે એપલે પોતાના હોમ પેજ પર સપોર્ટ બૈનર લગાવ્યા છે. આ બૈનર દ્વારા ગ્રાહક પૂર પીડિતો ની મદદ કરી શકશે. એપલે કહ્યું કે તેઓએ આઈ ટ્યુન અને એપ સ્ટોર પર ડોનેશન બટન એક્ટિવેટ કર્યું છે,  મોટી આપતી ના સમયે મદદ માટે કંપની આઇટ્યુન સ્ટોર અને એપ સ્ટોર ની મદદ લે છે. એપલ ના કસ્ટમર 5, 10, 25, 50, 100 અને 200 ડોલર પોતાના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નો ઉપીયોગ કરીને દાન કરી શકે છે.

કેરળમાં સદીની સૌથી મોટી આપત્તિ:

આ વિનાશકારી પુરમાં લગભગ 417 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. સેંકડો લોકો રાહત સીવીરો થી  પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. 2,787 રાહત સીવીરો માં હજી પણ 8.69 લોકો રોકાયેલા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એ શુક્રવારના રોજ કહ્યું કે 29 મૈં થી રાજ્યમાં વરસાદ થઇ રહ્યો છે ત્યારથી રાજ્યમાં જાન-માલ ને નુકસાન થઇ રહ્યું છે.રાજ્યમાં આવેલી 10 દુર્ઘટના માની માની આ સૌથી મોટી સદી ની પ્રાકૃતિક આપત્તિ માનવામાં આવી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળે પળ ની ન્યુઝ વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here